પ્રેમ આનેજ કહેવાય – સુખમાં તો દરેક સાથી હોય પણ જે દુઃખમાં અને તકલીફમાં સાથ આપે એ જ સાચો પ્રેમ…

આજે મુકેશ ભાઈ ઘરે આવ્યા એટલે એમનું મોઢું પડી ગયેલું હતું !!!! એટલે સરલાબેન બોલ્યા, “કેમ? શું થયું? તમારી તબિયત સારી નથી ? ચા બનાવી લાવું ??” પણ મુકેશ ભાઈ શાંત થઇ ગયા અને કહે, “અરે !!! કઈ નહી! એમજ આજે થોડો થાક લાગ્યો છે.” સરલાબહેન તેમના ચહેરાના ભાવ સમજવાનો પ્રયત્ન કરે છે અને કહે છે, “સારું ચાલો આપણે જમી લઈએ અને એ બાળકોને બોલાવે છે, “ચાલો બેટા આપણે જમી લઈએ.”

બધા જમવા બસે છે પણ મુકેશ ભાઈને જમવાનું ગળે ઉતરતું નથી પણ બધાની શાથે તે પણ જમી લે છે. રાતે સરલાબેન બેડરૂમ માં જાય છે ત્યારે તેમને પૂછે છે, “શું થયું મને સાચું કહો !!! શાનું ટેન્શન છે?. દીકરી 12 માં છે દીકરો 10 માં છે એનું કે પછી બીજું કોઈ !!!!” મુકેશ ભાઈ કહે છે, “કઈ નહી તું સુઈજા બધું બરાબર છે.”


અને વાતને ટાળી દે છે. પણ મનમાં તો એજ વાત છે કે હવે શું થશે ??? બંને બાળકો બૉર્ડ માં છે, તેમનો ભણવાનો ખર્ચ અને સારા માર્ક આવે તો સારી કોલેજમાં એડમિશન મળે તેનો ખર્ચ ક્યાંથી કાઢીશું. મુકેશ ભાઈ તેમની જિંદગીમાં કેવી રીતે આગળ આવ્યા તે યાદ કરે છે. બાપ દાદા નો જામાંવેલો ધંધો, પૈસાની ખોટ નહી, સારું ઘર છે, સરલા અને છોકરાઓએ કોઈ દિવસ આટલા વખતમાં કોઈ આર્થિક મુશ્કેલીજોઈ નથી ઘરમાં બે ગાડી છે, સરલા પાસે ઘરેણાં છે, એક સુખી પરિવાર છે જ્યાં કશુંજ ખૂટતું હોય તેવું લાગતું નથી. અને અચાનક આ શું થઇ ગયું????

મુકેશ ભાઈનો બીઝનેસ હતો કેમિકલ સપ્લાય કરવાનો. પોતાની ટેંકર હતિ અને એક કંપની માંથી બીજી કંપનીમાં આ કેમિકલ પહોંચાડવાનું કામ કરતા અને એક દિવસ એ કંપની જ બંધ થઇ ગઈ જે કેમિકલ બનાવતી હતી અને હવે એ કેમિકલ ફરી બનવાનું નથી અને સપ્લાય થવાનું નથી અને બીજી બાજુ બધા વેપારી પાસે મુકેશ ભાઈ પૈસા લઇ બેઠા છે અને ધંધો પડી ભાંગે છે.


હવે આ વેપારીઓ માલ માંગે છે પણ પ્રોડકશન બંધ છે તો માલ કેવી રીતે મળે? મુકેશ ભાઈ બધા વેપારીને જાણ કરે છે અને એમના પૈસા જલ્દી પાછા આપી દઈશ એવો વાયદો કરે છે. મુકેશ ભાઈ આ અચાનક આવી પડેલી મુશ્કેલી માંથી બહાર નીકળવા અને વેપારીના પૈસા પાછા આપવા ટેંકર વેચી દે છે અને બધાને પૈસો ચુકવે છે પણ હવે નવું કઈ ચાલુ ના કરે ત્યાં શુધી શું કરવું ?

ઘરખર્ચ ના પૈસા કાઢવાના અને બાળકોની ફી કાઢવાની. એ ઊંઘ માંથી જાગી જાય છે અને તરત સરલાબેન જાગે છે અને કહે છે, “તમારું સપનું મને નહી કો?” અને ત્યાંજ મુકેશ ભાઈની આંખમાં આશું આવીજાય છે. સરલાબેન ગભરાઇ જાય છે અને કહે, “બોલો શું વાત છે?”


મુકેશ ભાઈ કહે છે, “આપણે જે ધંધો કરતા હતા તે પડી ભાંગ્યો છે અને હવે બીજો કોઈ ધંધો ચાલુ ના કરું ત્યાં સુધી શું કરીશું?” સરલાબેન કહે, “બસ એટલીજ વાત છે ને? સારું, તમે સુઈ જાવ આપણે કાંઈક કરીશું.” સરલાબેન સાવરે ઉઠી પહેલું કામ એ કરે છે કે મુકેશ ભાઈને કહે છે, “આ બધા મારા દાગીના વેચી દો મારા કઈ કામના નથી અને તમે કોઈ નવો ધંધો ચાલુ કરો અને હું ઘર ખર્ચ માટે મારો જે શોખ છે રસોઈ બનવાનો એ ચાલુ કરું છું અને હું ટિફિન સેવા ચાલુ કરીશ.”

અને સાચેજ સરલાબેને ટીફીન સેવા ચાલુ કરી લોકોને ઘરે પણ જમાડવા લાગ્યા અને બાળકોને બોર્ડ ની પરીક્ષા પુરી થતા સરલાબેને જાણ કરી કે, “પપ્પા નો ધંધો બંધ થઇ ગયો છે એટલે આપણે આ ચાલુ કર્યું છે.”બંને બાળકો જાણે એકદમ મોટા થઇ ગયા અને દીકરી માને રસોઈમાં મદદ કરતી અને દીકરો ટીફીન આપવા જતો. મુકેશ ભાઈ નવા ધંધા ની શોધ માં જતા. આખો પરિવાર એક થઇ ગયો આ મુસીબત ને પોંહચી વળવા. કોઈએ હાર ના માની. ધીરે ધીરે બધું સેટ થતું ગયું.


ઘરમાં પૈસા ની આવક થવા માંડી અને સરલાબેને કોઈની પણ પરવા કર્યા વગર આ ધંધો ચાલુ રાખ્યો. આબાજુ મુકેશ ભાઈને પણ એક બીઝનેસ મળ્યો ટ્રાન્સપોર્ટનો અને તેમણે આમાં જપલાવ્યું અને ધંધો ચાલુ કર્યો પણ પહેલા છ મહિના કોઈ આવક ના દેખાય પણ સરલાબેનનો ટીફીન બીઝનેસ બરાબર પૂર જોશ માં ચાલુ થયો એટલે ઘર ખર્ચ નીકળતો અને બધા આમ પણ ખુશ રેહતા. એક દિવસ મુકેશભાઈ સરલાબેનને કહે,

“સરલા મારા લીધે તારે કેટલી મેહનત કરવી પડે છે!!!” ત્યારે સરલાબેન કહે, “અરે!! આ મારી ફરજ છે તમે જયારે પૈસો હતો ત્યારે મને જેસુખ આપ્યું છે તેના પ્રમાણ માં તો આ કશુંજ નથી. બધું સારું થશે અને હા હું તમારી પત્ની છું તમારા સુખ દુઃખ ની સાથી છું. હું અને બાળકો હંમેશા તમારી સાથે હોઈ શું. તમે ચિંતા ના કરો તમે સલામત રહો બસ. બીજું બધું થશે એની જાતે. પણ તમે નાસીપાસ ના થતા અને મેહનત ચાલુ રાખજો ભગવાન આનું ફળ આપશે.”


ધીરે ધીરે ધંધો ચાલે છે આમ કરતા ઘણોસમય જતો રહે છે અને આજે 5 વર્ષમાજ મુકેશ ભાઈ આ ધંધા માં સેટ થઇ ગયા છે સરલાબેને હવે ટીફીન સેવા બંધ કરી છે અને બાળકો મોટા થઇ ગયા છે. અને બેબી પરણી સાસરે છે બાબો હવે જોબ કરે છે અને ભગવાનની દયાથી બધુજ સારું છે.

હું એવું માનું છું કે દરેક બિઝનેસ મેન ધંધા માં ખોટખાય કે ધંધો પડી ભાગે ત્યારે જો પોતાના પરિવાર ને જાણ કરે અને બધા ભેગા મળી આ આવેલી સમસ્યાનો ઉકેલ લાવે તો કોઈ પણ વેપારી કે ખોટ ખાનાર આજ કલ જે સુસાઇડ કરે છે તે ના થાય. માણસ નાસીપાસ થાય ત્યારે કુટુંબના સભ્યોની સહાનુભુતિ ખુબ જરૂરી છે. તેને હિમ્મત આપવી જરૂરી છે અને ખાસ પત્ની ના સાથ ની જરૂર વધારે હોય છે. ગમે તેવા સંજોગોમાં પણ જો પતિ પત્ની એક બીજાના પૂરક બનીને રહે તો કોઈપણ મુસીબત નો સામનો કરી શકે છે. અને આ પત્નીજ કરી શકે એ પણ સાચુંજ છે.

લેખક : નયના નરેશ પટેલ

દરેકના જીવનમાં એકવાર તો આવો પડાવ આવે જ છે, જયારે તેને તેના સાચા સગા કોણ એ ખબર પડે, તમારો અનુભવ કોમેન્ટમાં જણાવજો, દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.