આ ક્રિકેટર છે પ્રીતિ ઝિંટાનો ફેવરીટ પણ એ ખિલાડી નથી તેની ટીમમાં… વાંચો કોણ છે એ???

બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) આઈપીએલની સીઝન 11 માંથી બહાર થઈ ગઈ છે. પ્લેઓફમાં પંજાબ પહોંચી શકી નહીં પરંતુ આમ છતાં એક ટ્વિટ કરીને પ્રીતિ ઝિંટાએ મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે પંજાબ ભલે બહાર થઈ ગઈ પરંતુ આમ છતાં તે મહેન્દ્ર સિંહ ધોનીને સપોર્ટ કરશે. પ્રીતિએ આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી. ટ્વિટ કરીને તેણે જાણકારી આપી કે તે પોતાના ફેવરિટ ક્રિકેટરને સપોર્ટ કરશે અને ઈચ્છશે કે તેને ગમતો આ ક્રિકેટર જ આઈપીએલ-11ની ટ્રોફી જીતે. હવે તમે પણ વિચારતા હશો કે પ્રીતિની પસંદનો આ ક્રિકેટર કોણ હશે. તો તે છે આપણા કેપ્ટન કૂલ. ના સમજ્યા? પંજાબની માલિકણ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરી રહી છે.

પ્રીતિ ઝિંટાએ ટ્વિટ કરીને કહ્યું કે જ્યાં સુધી આપણે કોઈ ટીમ વિરુદ્ધ ન રમતા હોઈએ, મને તમામ ટીમો ગમે છે. પરંતુ હું એમએસ ધોનીની ખુબ મોટી ફેન છું અને ઈચ્છુ છું કે તે જ આઈપીએલની ટ્રોફી જીતે. તેણે પોતાના એક ફેનના સવાલના જવાબમાં આ વાત કરી. હકીકતમાં હવે તો એ સ્પષ્ટ છે કે પંજાબ આઈપીએલમાંથી બહાર થઈ ગયું છે. ત્યારે પ્રીતિ ઝિંટા સોશિયલ મીડિયામાં પર પોતાના ફેન્સના સવાલોના જવાબ આપી રહી છે. હાલ તે ખાસ સમય કાઢીને સવાલોના જવાબ આપે છે.

એક યૂઝરે પ્રીતિને સવાલ કર્યો કે જો પંજાબ આઈપીએલ જીતત તો તેનું રિએક્શન શું હોત? જેના જવાબમાં બોલિવૂડ અભિનેત્રીએ કહ્યું કે તે તો જીત્યા બાદ જ માલુમ પડે. મને લાગે છે કે હજુ અમારે તેના માટે રાહ જોવી પડશે. એક યૂઝરે સવાલ કર્યો કે વિરાટ કોહલી અંગે શું વિચારે છે? જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે તેઓ ખુબ શાનદાર છે. એક યૂઝરે પ્રીતિને પૂછ્યું કે તેમની પસંદગીનું સ્ટેડિયમ કયુ છે. તો જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે મોહાલી અને ધર્મશાળા.

અત્રે જણાવવાનું કે 20મેના રોજ પંજાબ અને ચેન્નાઈ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કિંગ્સ ઈલેવન પંજાબને પાંચ વિકેટથી હરાવીને પ્લેઓફની રેસમાંથી આઉટ કરી નાખી. મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં ચેન્નાઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરતા પંજાબને 19.4 ઓવરમાં 153 રન પર પેવેલિયન ભેગી કરી નાખી હતી. ત્યારબાદ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે 19.1 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીએ આ વખતે પણ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. છેલ્લા બે વર્ષથી ચેન્નાઈની ટીમ આઈપીએલમાંથી બહાર હતી. પરંતુ હવે શાનદાર કમબેક કર્યું છે. ધોનીએ આ વખતે પણ આઈપીએલમાં એક નવો રેકોર્ડ કાયમ કર્યો છે. આમ તો છગ્ગો મારીને મેચ જિતાડવી એ લાગે છે કે ધોનીની આદત બની ગઈ છે. આ કામ તે પહેલા વનડે ફોર્મેટમાં કરતો હતો પરંતુ હવે તો ટી 20માં પણ તે પોતાના તાબડતોડ છગ્ગાઓથી ટીમોના છક્કા છોડાવી દે છે. તાજુ ઉદાહરણ પંજાબ સામેની જ મેચ હતી. ગઈ કાલે 20મી મેના રોજ રમાયેલી મેચમાં પણ તેણે ચેન્નાઈને છગ્ગો મારીને જ જીત અપાવી હતી.

ધોનીએ આ છગ્ગા સાથે નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આઈપીએલમાં પાંચમીવાર તેણે છગ્ગો મારીને પોતાની ટીમને જીતાડી. આ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ માહી સંભાળી રહ્યો છે. પંજાબ સામેની મેચ પહેલા માહીએ 25 એપ્રિલના રોજ બેંગ્લુરુ સામેની મેચમાં પણ છગ્ગો મારીને ચેન્નાઈને જીતાડ્યું હતું. વનડે ફોર્મેટની વાત કરીએ તો વર્ષ 2011માં પણ તે આવું જ કરતો હતો. વર્લ્ડ કપમાં ભારતની સામે શ્રીલંકાની ટીમ હતી અને છેલ્લા બોલે તેણે છગ્ગો મારીને જીત ઐતિહાસિક બનાવી દીધી હતી.

ટ્વિટ કોડ

લેખન સંકલન : વિરલ રાવલ

વાંચો આવી ઘણી રસપ્રદ વાતો દરરોજ આપણા પેજ પર, આપના મિત્રોને પણ આપણું પેજ લાઇક કરવા માટે કહો..

ટીપ્પણી