પ્રેગનન્સીમાં પાલક ખાવાથી ગર્ભમાં રહેલું બાળક થાય છે હેલ્ધી, તમે પણ આજથી જ ફોલો કરો આ ડાયટ પ્લાન

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય જેટલો આધુનિક બનતો જાય છે તેટલા જ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનતા જાય છે. અનિયમિત જીવનશૈલી એ લોકોનુ સ્વાસ્થ્ય કથળવા પાછળ જવાબદાર હોય છે. આજે આ લેખમા અમે તમને એક એવી સબ્જી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે તમને કેન્સર જેવી જીવલેણ સમસ્યા સામે રાહત આપે છે. તો ચાલો જાણીએ.

image source

પાલક એ એવી સબ્જી છે કે, જેમા પુષ્કળ માત્રામા વિટામિન, ખનિજો વગેરે જેવા પોષકતત્વોથી સમૃદ્ધ છે. તે ખાવાથી ઘણા ફાયદા થાય છે અને ઘણી બીમારીઓમાં ડોકટરો પણ તેને ખાવાની ભલામણ કરે છે. તે મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન-સી, વિટામિન-કે વગેરેથી ભરપુર છે. પાલકને તમે સલાડ તરીકે કાચી પણ ખાઈ શકો છો અથવા તેને જ્યૂસ અથવા શાકભાજી તરીકે વાપરવું યોગ્ય છે.

image source

ડોકટરો આંખના રોગોમા પાલક ખાવાની ભલામણ પણ કરે છે. આ સિવાય પાલકમા પુષ્કળ માત્રામા ઝેએક્સન્થિન અને લ્યુટિન નામના તત્વો સમાવિષ્ટ હોય છે, જે આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. આ બંને તત્વો આપણી આંખોમાં પણ જોવા મળે છે, જે તેને પ્રકાશથી થતાં નુકસાનથી સુરક્ષિત કરે છે. કેટલાક અભ્યાસોએ પણ બતાવ્યું છે કે, આ વસ્તુ આપણને અંધત્વની સમસ્યા સામે પણ રક્ષણ આપે છે.

image source

આ સબ્જી તમારા હૃદયને પણ તંદુરસ્ત બનાવે છે અને ઘણા અભ્યાસોમાં પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમા નાઇટ્રેટની ઊંચી માત્રા હોય છે, જે આપણા બ્લડપ્રેશરને વિકસવા કે ઘટાડવા દેતી નથી. તેનાથી હૃદયરોગનું જોખમ પણ ઘટે છે. આ ઉપરાંત તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તેમા સમાવિષ્ટ વિટામિન, મિનરલ્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ ડાયાબિટીસ દર્દીના શરીરમાંથી ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવામા પણ મદદ કરે છે.

image source

આ વસ્તુમા કેલ્શિયમની પર્યાપ્ત માત્રા જોવા મળે છે. આ વસ્તુ ખાવાથી તમારા હાડકા પણ મજબૂત બને છે. આ વસ્તુમા પૂરતા પ્રમાણમાં એન્ટિ-ઓક્સિડન્ટસ સમાવિષ્ટ હોય છે. આ વસ્તુ ખાવાથી તમારા શરીરમા ઇન્ફેક્શન થવાનુ જોખમ પણ ઘટે છે અને તમે બીમાર પણ પડતા નથી. આ વસ્તુમા પૂરતા પ્રમાણમા મેગ્નેશિયમ સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને ભરપૂર પ્રમાણમા ઊર્જા આપે છે અને તેનુ સેવન કરવાથી તમને વારંવાર થાક લાગવાની સમસ્યા પણ રહેતી નથી.

image source

આ સબ્જી મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે. તે કેન્સરના ટ્યૂમરને દરેક વર્ગમાં બનતા અટકાવે છે. ઘણા અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે, તેમાં રહેલા તત્વો કેન્સર ટ્યૂમરની વૃદ્ધિને ધીમી કરે છે. આ સિવાય ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ પ્રોટીનથી ભરપૂર આહાર જેમકે, દાળ, કઠોળ, પાલક, ઇંડા અને ચિકન ખાતી નથી, તે તેમના બાળકને પ્રોસ્ટેટ કેન્સર માટે વધુ સંવેદનશીલ બનાવે છે.

image source

જર્નલ ઓફ ગેરંટોલોજીમાં પ્રકાશિત એક અમેરિકન અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ, પ્રોટીન ગર્ભમાં ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર સંતુલિત રાખે છે. વિવિધ અધ્યયનોએ મુખ્યત્વે પુરુષોના પ્રોસ્ટેટમાં ગાંઠોના વિકાસ માટે ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની અછતને આભારી છે.