આ સંકેતોથી જાણો તમારા ગર્ભમાં ક્યાંક જુડવા બાળકો તો નથી ને…

જ્યારે કોઈ મહિલા ગર્ભવતી હોય છે, તો તેના મનમાં પહેલો સવાલ એ જ આવે છે કે, ક્યાંક ગર્ભમાં જુડવા બાળકો તો નથી ને. જ્યારે કોઈ મહિલાને જુડવા બાળકો થાય છે ત્યારે પરિવારની ખુશી ડબલ થઈ જાય છે. પ્રેગનેન્સી દરમિયાન જુડવા બાળકો હોય તો ગર્ભવતી મહિલાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. જુડવા ગર્ભધારણ સામાન્ય ગર્ભધારણ કરતા બહુ જ અલગ હોય છે. જુડવા ગર્ભધારણમાં સમયથી પહેલા ડિલીવરી અને જન્મના સમયે બાળકોનું વજન ઓછું થવાની બહુ જ સંભાવના હોય છે. તો આજે જાણી લો, જુડવા બાળકો હોવાના શરૂઆતના લક્ષણો કયા છે. જેથી તમે તમારા પરિવારમાં કોઈ પ્રેગનેન્ટ હોય તો તેમને આ માહિતી આપી શકો છો.

મોર્નિંગ સિકનેસ

જુડવા બાળકોની સાથે ગર્ભવતી મહિલાના પ્રારંભિક લક્ષણમાં મોર્નિગ સિકનેસ બહુ જ વધારે હોય છે. જે મહિલાઓને જુડવા બાળકો થવાના હોય, તેમને અન્ય મહિલાઓની તુલનામાં મોર્નિંગ સિકનેસ વધુ થાય છે.

વજન વધુ

ગર્ભાવસ્થામાં જુડવા બાળકો હોય તો મહિલાનું વજન વધી જાય છે. કેમ કે, તમને બે બાળકો, બે પ્લાસન્ટા અને વધુ એમનિયોટિક દ્રવની સાથે રહો છો. સામાન્ય ગર્ભાવસ્થામાં વજન 25 પાઉન્ડ હોય છે, જ્યારે કે જુડવા ગર્ભાવસ્થામાં તે 30થી 35 પાઉન્ડની વચ્ચે રહે છે.

માની ઉંમર

જુડવા કે વધુ બાળકો પેદા થવાની શક્યતા વધતી ઉંમર સાથે વધતી જાય છે. તે મહિલાઓ, જેમની ઉમર 35 કે તેથી વધુ છે તો તેમનામાં FSH હોર્મોન ઓછી ઉંમરની મહિલાઓની સરખામણીમાં વધુ હોય છે. આ હોર્મોન અંડાશય ઓવુલેશન માટે એગને મુક્ત કરવાની પરમિશન આપે છે. જેટલું વધુ હોર્મોનનું લેવલ હશે, તેટલા જ એગ ઓવુલેશન માટે નીકળશે અને ફળસ્વરૂપ તેટલું જ માત્રામાં ભ્રૂણનું નિર્માણ કરશે.

ગર્ભાશયનો આકાર

જો દિવસેને દિવસે ગર્ભવતી મહિલાના ગર્ભાશયનો આકાર વધતો જાય છે, તો એ પણ ગર્ભમાં બે ભ્રૂણ હોવાનું દર્શાવે છે. પેટના આકારને જોઈને અંદાજો લગાવી શકાય છે કે ગર્ભમાં જુડવા બાળકો છે.

હંમેશા ભૂખ લાગવી

જુડવા ગર્ભાવસ્થામાં સૌથી મોટું લક્ષણ આ જ છે. જેમાં મહિલાને ભૂખ વધુ લાગે છે. જુડવા ગર્ભાવસ્થામાં મહિલાને સામાન્ય ગર્ભવતી મહિલા કરતા વધુ ખાવાની જરૂર હોય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક જાણવા જેવી વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી