ગોલુ મોલુ બેબી જોઈએ છે તો પ્રેગ્નેન્સીમાં આ વસ્તુઓ ખાસ ખાવામાં લેજો…

તૈમૂરની ક્યૂટનેસ અને સુંદર દેખાવ કોઈપણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવી શકે છે. દરેક માતાને ઈચ્છા હોય છે કે તેનું બાળક દેખાવમાં એકદમ સુંદર અને ક્યૂટ હોય. સ્વસ્થ અને સુંદર બાળકનો જન્મ થાય તે માટે ખાવાપીવામાં કેટલીક બાબતોનું ધ્યાન ગર્ભાવસ્થા દરમિયાન રાખવું જોઈએ. ગર્ભાવસ્થામાં રાખેલી તકેદારીથી બાળક જન્મથી જ સ્વસ્થ અને સુંદર અવતરે છે. તો આજે જાણી લો એવા ખાદ્ય પદાર્થો વિશે જેનું સેવન કરવાથી બાળક સુંદર અને હેલ્ધી જન્મે છે.

ઘીગર્ભાવસ્થામાં ઘી ખાવાથી અનેક લાભ થાય છે પરંતુ ઘી ખાવામાં ધ્યાન પણ રાખવું. રોજ 2 ચમચીથી વધારે ઘી ન ખાવું જોઈએ. ઘી ખાવાથી ગર્ભસ્થ બાળકનો માનસિક અને શારીરિક વિકાસ સારી રીતે થાય છે. આ સાથે જ ઘી પાચનક્રિયાને સુધારે છે.

તલના લાડૂતલમાં અનેક પ્રકારના પૌષ્ટિક તત્વ હોય છે. આ તત્વ ગર્ભાવસ્થામાં સૌથી વધારે લાભ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન થતી કબજીયાતની સમસ્યા તલના લાડૂ ખાવાથી દૂર થઈ જાય છે. નિયમિત રીતે સંતુલિત માત્રામાં તલનું સેવન કરવાથી શરદી થવાની શક્યતા પણ રહેતી નથી.

નાળિયેરગર્ભાવસ્થામાં નાળિયેર ખાવાથી રક્ત શુદ્ધી થાય છે. તેનાથી બાળક અને માતાની ત્વચાનો રંગ પણ નિખરે છે.

લીલા શાકભાજીગર્ભાવસ્થામાં આયરનની ખામી સર્જાવી સામાન્ય બાબત બની જાય છે આ ખામીને દૂર કરવા માટે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ.

કેળા અને દૂધકેળામાં પેક્ટીન નામનું ફાયબર હોય છે જે પાચન તંત્રને સુધારે છે. તેને ખાવાથી દિવસભર કામ કરવા માટેની ઉર્જા મળે છે. દૂધ અને કેળાનું સેવન કરવાથી બાળકના હાડકાં પણ મજબૂત થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક સ્વાસ્થ્ય સંબંધિત માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી