સગર્ભાએ બાળકનો જન્મ થાય ત્યાં સુધી શું ખાવું અને શું ન ખાવું જોઈએ, જાણો મહત્વના સૂચનો.

ગર્ભાવસ્થા દરમિયાન માતા અને આવનાર બાળકના સ્વાસ્થ્યને સુચારુ અસર કરતો કેવો ખોરાક લેવો જોઈએ જાણીએ.

સગર્ભા સ્ત્રી જ્યારે કંઈ પણ ખાય પીવે કે કોઈને કોઈ કહે કે જરા ધ્યાન રાખજો, ખાવા – પીવામાં… ઘરમાં કોઈ વયોવૃદ્ધ હોય તો એ પણ સતત શું લેવું અને શું ન એવું કહેતાં રહેતાં હોય છે. આ સમય એવો છે કે આ સારા દિવસોમાં જેટલું પૌષ્ટિક અને આરોગ્યપ્રદ તેટલું ગર્ભમાં આકાર લઈ રહેલ બાળકના સ્વાસ્થ્ય માટે સારું છે.

માતા બાળકને આ જગતમાં જન્મ આપે છે બાળકને ત્યારે તે પહેલી એવી વ્યક્તિ છે જે એ બાળકથી જોડાયેલ હોય છે. ગર્ભનાળ કપાઈને છૂટી પડે અને શીશુને આ સૃષ્ટિમાં રાચવાને મુક્ત કરે. ત્યાં સુધી માતા જે ખાય – પીવે, જેવું વિચારે, જેવું સાંભળે એ દરેક વાતાવરણની અસર એના બાળક પર પડતી હોય છે. આ સમય દરમિયાન થનાર માતાએ પ્રોટિન, વિટામિન અને મિનરલ્સનું પ્રમાણ સુયોગ્ય રીતે સચવાય એવો બેલેન્સ ડાયટ લેવો જોઈએ.

આવો જોઈએ આ બાબતે કેટલાંક એક્પર્ટ ડયટિશિયનનું સૂચનઃ

આ સમયે દરરોજ ભોજનની માત્રામાં માઈક્રો અને મેક્રો ન્યૂટ્રીશિયનની જરુર વધતી રહે છે. એ સમયે સગર્ભાઓએ સૂચિત પ્રમાણમાં આહારની માત્રામાં પણ ફેરફાર કરતાં રહેવું જોઈએ. આ સમયે સ્ત્રીએ પોતાને મળતા પોષણ અને સાથોસાથ બાળકના વિકાસને ધ્યાનમાં લઈને ખોરાક ખાવાનો રહે છે.

એ બાબત સૌને ખ્યાલ હશે કે આ તબક્કામાં સ્ત્રીઓને ભૂખ પણ ખૂબ લાગતી હોય છે અને એ પણ કસમયે લાગતી હોય ત્યારે કંઈક જંક ફૂડ ખાઈ લેવાનું મન થઈ જતું હોય છે. એવું ન કરીને ઓછું પણ દિવસમાં ત્રણ કે ચાર વખત ભોજન લેવું જોઈએ. જેમાં વિવિધતા લાવવાથી અયોગ્ય માત્રામાં ખવાશે નહીં.

ફળો અને તેનો રસ પીવો, દૂધ અને બાફેલાં શાક, સૂપ અને ખીચડી જેવો નરમ આહાર લેવાથી વજન વધશે નહીં અને પેટ હળવું રહેશે જેથી ગેસ કે અપચો નહીં થાય.

દિવસમાં એકાંતરે પલાળેલાં કઠોળ, બદામ કે સૂકા મેવાની વાટકી ભરીને ખાવું જોઈએ જેથી તેમાંથી ઓમેગા ફેટ ૩ મળી રહે અને દરેક પ્રકારનાં પોષક તત્વો મળે. દૂધ, દહીં, ધી અને માખણની બનાવટો પણ સમપ્રમાણમાં અવારનવાર લેતાં રહેવું જોઈએ, જેથી કેલ્શિયમની માત્રા જળવાઈ રહે.

આગળના સમયમાં દાદીમાનું વૌદું ખૂબ જ ઉપયોગી નિવડનું ઘરપરિવારમાં કોઈ વડીલ હોય તો તેમની સલાહ મુજબ વસાણાં, સૂકા મેવા અને કેસર, ઘી – દૂધ ઉમેરીને સુખડી કે સત્તુ જેવી શક્તિદાયક મીઠાઈ પણ લેવી જોઈએ. જેથી શરીરમાં બાળકને જન્મ આપતી વખતે પ્રસવ પીડા થાય ત્યારે એ તાકાત આપી શકે.

આ સમય દરમિયાન ફાઈબરયુક્ત આહાર લેવો પણ એટલો જ મહત્વનો છે, જેથી યુરિન અને ટોઈલેટ નિયમિત અને સાફ આવે. જેથી પેટને લગતી કોઈજ આડઅસર બાળકને જન્મ આપતી વખતે નડે નહીં. જો કબજિયાતની તકલીફ હોય તો આ સમયે યોગ્ય દવા અને ઉપચાર અચૂક કરાવવા જોઈએ. જેથી જોર કરવા કે વારેવારે કુદરતી હાજતે જવાની જરૂર ન પડે.

શરીર જેટલું હળવું રહે એટલું વધુ સારું. તે માટે થોડો વ્યાયામ, ચાલવાનું કે સપ્રમાણ અને કોઈ એક્પર્ટની દેખરેખ હેઠળ યોગપ્રાણાયામ પણ કરી લેવા જોઈએ. રાતે સૂતી વખતે પણ મધુર સંગીત સાંભળવાની કે સારા વાંચનની ટેવ પાડવી જોઈએ. એ પણ શરીર સાથે આત્માનો પણ આદ્યાત્મિક ખોરાક જ છે. આમ કરવાથી ચિત્ત પ્રસન્ન રહેશે અને સદવિચારો આવવાથી ગર્ભમાં આકાર લઈ રહેલ બાળકની તંદુરસ્તી પર પણ ખૂબ જ સારી અસર પડશે.

સદગુણો અને સદવિચારો સાથે સુયોગ્ય આહાર લેવાની સુટેવ, બાળકને જન્મ આપતી વખતે સગર્ભાને ચોક્કસથી મદદરૂપ થશે.

રોજ જીવન ઉપયોગી ને હેલ્થને લગતી માહિતી વાંચવા માટે લાઈક કરો અમારું પેજ …