જાણો 35 વર્ષ પછી દિકરાને જન્મ આપ્યા પછી બાળકમાં કઇ બીમારીઓ થવાનુ વધી જાય છે જોખમ

35 વર્ષ પછી માતા બનતી સ્ત્રીઓના બાળકોને આ રોગ થવાની શક્યતા વધારે, દીકરો જન્મે તો વધે છે આ બીમારીનું જોખમ

image source

મોટી ઉંમરએ માતા બનતી મહિલાઓના સંતાનોને હૃદય સંબંધીત બીમારીઓ થવાનું વધી જાય છે. આ તારણ તાજેતરમાં થયેલા એક સંશોધન બાદ રજૂ કરવામાં આવ્યું છે.

યૂનિવર્સિટી ઓફ કૈંબ્રિજ દ્વારા કરેલી શોધમાં જાણવા મળ્યું છે કે મોટી ઉંમરની સ્ત્રીઓ જ્યારે માતા બને છે ત્યારે તેમની ગર્ભનાળમાં કેટલાક ફેરફાર થઈ જાય છે અને તેના કારણે તેમના સંતાનો પર કેટલીક બીમારીઓનું જોખમ ઊભું થાય છે.

image source

ખાસ કરીને જો સ્ત્રી દીકરાને જન્મ આપે તો તેનું સ્વાસ્થ્ય વયસ્ક થતા સુધીમાં ખરાબ થઈ શકે છે.

35 વર્ષ પછી માતા બનવાથી વધે છે જોખમ

આ સંશોધન ઉંદર પર કરવામાં આવ્યું હતું અને તેના પરથી એવું જાણવા મળ્યું કે 35 વર્ષથી ઉપરની મહિલાઓની જ્યારે માતા બને અને તે પુત્રને જન્મ આપે તો આવી સમસ્યાઓ તેને થઈ શકે છે.

image source

જો કે, સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે 35 વર્ષ પછી માતા બનતી સ્ત્રીઓના દીકરાઓમાં તેના નકારાત્મક પરિણામો જોવા મળી શકે છે.

પરંતુ પુત્રીઓમાં આ પ્રકારનું જોખમ જોવા મળ્યું નથી. પરંતુ તેના વિરોધાભાસે તેમાં થોડો ફાયદો જોવા મળે છે.

સંશોધનકારોએ જણાવ્યું હતું કે માતાની ઉંમર વધારે હોવાથી બાળકને પોષણ અને ઓક્સિજન પહોંચાડવાની ગર્ભનાળની ક્ષમતા ઓછી થઈ જાય છે. તેના કારણે સંતાનને હૃદય સંબંધીત બીમારી થવાનું જોખમ વધે છે.

image source

પ્રથમ ગર્ભાવસ્થાની વધી રહી છે ઉંમર

શોધકર્તા ડોક્ટર અમાંડા પેરીએ જણાવ્યું હતું કે, સ્ત્રીઓમાં પ્રથમ ગર્ભાવસ્થાની સરેરાશ ઉંમર દિન પ્રતિદિન વધી રહી છે, તેથી જ્યારે મોટી વયે માતા બનેલી સ્ત્રીઓના બાળકો પુખ્ત વયના થાય છે ત્યારે તેમને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

image source

શોધકર્તાએ જણાવ્યાનુસાર માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને માતા સાથે જોડતી ગર્ભનાળ ખૂબ જ ગતિશીલ છે. મહિલાઓની ઉંમર વધારે હોવાથી અને તેના શરીરમાં થતા જેનેટિક ફેરફારોના કારણે ગર્ભનાળના કાર્ય કરવાની ક્ષમતા પર પણ પ્રભાવ પડે છે.

વધતી ઉંમરએ ગર્ભસ્થ બાળક સુધી યોગ્ય પ્રમાણમાં નથી પહોંચતું પોષણ

શોધકર્તા અને ડોક્ટર એવા ટીના નાપસોએ આ બાબતે કહ્યું કે, મોટી ઉંમરે ગર્ભધારણ કરવું માતા માટે ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે કારણ કે તેના શરીર માટે બાળક સાથે પોષણનો ભાગ પાડવો મુશ્કેલ થઈ જાય છે.

image source

વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર મોટી ઉંમરએ મહિલા માતાના ગર્ભમાં જો માદા ભૃણ હોય તો આવા કેસમાં ગર્ભનાળમાં ફાયદા જોવા મળ્યા છે. આ દરમિયાન ગર્ભનાળમાં સકારાત્મક ફેરફાર જોવા મળે છે. આ ફેરફાર ભૃણના વિકાસને વધારે લાભ કરે છે.

image source

આ સાથે જ શોધમાં જોવા મળ્યું છે કે જો માતાના ગર્ભમાં નર ભૃણ હોય તો મહિલાની ગર્ભનાળ નબળી થઈ જાય છે અને તે ગર્ભસ્થ બાળકને યોગ્ય માત્રામાં પોષણ પહોંચાડતી નથી.

આમ ગર્ભનાળ બરાબર કામ ન કરી શકવાથી સંતાન તરીકે જન્મતા દિકરાઓને બીમારી થવાનું જોખમ વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ