જલ્સા કરોને જેંતીલાલ

ભાગ્યે જ જાણતા હશો કે પૂજા કરતી સમયે શા માટે નીકળે છે આંખમાંથી આંસુ, જાણો કારણ

આંખમાંથી આંસુ નીકળવા એક ખૂબ જ સ્વાભાવિક પ્રક્રિયા છે. આંસુના પણ અલગ અલગ પ્રકાર હોય છે. આપણે રોજિંદા જીવનમાં સાંભળીએ છીએ કે કેટલાક આંસુ ખુશીના હોય છે જ્યારે તમે ખુશ હોવ ત્યારે તમારી આંખો ભરાઈ આવે છે અને તમારો અવાજ પણ ગળગળો થઈ જાય છે. આ સિવાય ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય અને તમે દુઃખી હોવ ત્યારે પણ તમારી આંખમાં આંસુ આવે છે. પણ આ સિવાય તમે શું એ જાણો છો કે તમે ભગવાનની પાસે હોવ કે પછી ભક્તિ કરતા હોવ તો તમારી આંખમાં આંસુ શા માટે આવે છે. તો જાણી લો તેના માટેનું ખાસ કારણ.

image soucre

આંસું એ આંખની અશ્રુનળીમાંથી નીકળતો એક તરલ પદાર્થ છે. આ આંસુ જળ અને મીઠાના મિશ્રણથી બને છે. આ આંખને માટે ખૂબ જ લાભદાયી હોય છે.તે આંખને શુષ્ક થવાથી બચાવે છે અને સાથે તેને સાફ અને કીટાણુ રહિત રાખવામાં તમારી મદદ કરે છે.

image soucre

જ્યારે તમે પૂજા પાઠ કરો છે કે મંદિરમાં જાઓ છો તો તમારા મનને અલગ જ શાંતિ મળે છે. તમારું મન ઉદાસ હોય કે બેચેન હોય તો તમે ઈશ્વરને યાદ કરો છો પણ પછી કોઈ એવી જગ્યાએ જવાની કોશિશ કરો છો જ્યાં મનને શાંતિ મળી શકે. ખાસ કરીને લોકો મંદિર જવાનં પસંદ કરે છે. પણ અહીં જઈને શાંતિનો અનુભવ શા માટે થાય છે તે જાણતા નથી. પૂજા પાઠથી તમે શાંતિ અનુભવો છો અને સાથે તમે ઈશ્વરની આરાધના કરી રહ્યા છો તો તમારી આંખોમાંથી આંસૂ આવે છે તેનું ખાસ રહસ્ય છે. તેને વિશે આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે પૂજા પાઠ કરતાં કે મંદિરમાં શા માટે આંખમાં આંસી આવે છે.

image soucre

જો ભગવાનનું નામ લેતા આંખમાં આં,ુ આવે છે તો તેનો અર્થ છે કે ઈશ્વરની કોઈ દિવ્ય શક્તિ તમને ખાસ સંકેત આપે છે. જ્યારે તમે ઈશ્વરની પૂજા કરો છો અને તેમનું ધ્યાન કરો છો તો આંખથી આંસૂ આવી જાય તો તેનો અર્થ છે કે ઈશ્વર તમને કોઈ ખાસ સંકેત આપી રહ્યા છે. જો તમે તેને સમજી લો છો તો તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જ્યારે તમે ઈશ્વરનું ધ્યાન ધરો છો તો તમાં આંસુ આવે તો તેનો અર્થ છે કે તમારું કનેક્શન ભગવાન સાથે થઈ ગયું છે. તમારા દ્વારા કરાયેલી પૂજા સફળ થઈ છે. જે રીતે ભૂખ લાગે તો ખાવાનું મન થાય છે તે રીતે પૂજા પાઠ કરતી સમયે આંખથી આંસુ આવે તો તમારું કનેક્શન ભગવાન સાથે થયું છે.

આપણી આસપાસ અનેક દેવી દેવતાઓના મંદિર છે જ્યાં આપણે જતા હોઈએ છીએય મનને શાંતિ ન મળે તો જ્યાં રોજ જતા હોવ ત્યાં જરૂર જાઓ અને સાથે આંખથી આંસુ નીકળે તો તમારા ઈષ્ટદેવના તીર્થ સ્થાન પર જવું કેમકે એ જગ્યા તામારા માટે યોગ્ય છે. એટલે મનની શાંતિ માટે પૂજા પાઠ કરવાનું સુખ શાંતિ માટે જરૂરી છે. ભગવાનની આરાધના કરતી સમયે આંખમાંથી આંસુ આવવાનો અર્થ છે કે તમારી પૂજા સફળ થઈ ચૂકી છે અને ઈશ્વર તમારાથી પરેશાન થઈ ચૂક્યા છે. તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ છે અને તમારી મનોકામનાઓ પણ પૂરી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version