દુનિયાભરમાં દુનિયાનાં અંતને લઈને સમય-સમય પર ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે.લગભગ બધી ભવિષ્યવાણીઅો ખોટી જ સાબિત થઈ છે.આજથી થોડા વર્ષ પહેલા ૨૦૧૨ માં પણ આ જ રીતની એ ક ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે આ દુનિયાનો અંત થઈ જશે.જણાવવામાં આવી રહ્યું હતુ કે માતા સભ્યતાનાં કેલેન્ડર અનુસાર હવે દુનિયાનો અંત થવાનો છે.
જોકે એ ભવિષ્યવાણીથી લોકોમાં ડર અને દહેશતનો માહોલ જરૂર પેદા થઇ ગયો હતો.લોકોએ વિચારી લીધું હતુ કે સાચે હવે દુનિયાનો અંત જ થઈ જશે અને ઘણા લોકોએ તેના માટે તૈયારીઓ પણ કરવાની શરૂ કરી દીધી હતી.પરંતુ દુનિયા ખતમ ન થઈ.બરાબર આમજ એક મામલો ઈઝરાયલમાં જોવા મળ્યો છે.જ્યાં દુનિયાનાં અંતનો સંકેત આપવાવાળી લાલ વાછડીનાં જન્મ લેવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.વાછડીના જન્મને લઈને જણાવવામાં આવી રહ્યું છે કે આ દુનિયાનાં અંતનો સંકેત છે.