૨૦૦૦ વર્ષમાં પ્રથમવાર અહી મળ્યો હતો દુનિયાનાં અંતનો સંકેત,લોકોમાં ભારે દહેશત

દુનિયાભરમાં દુનિયાનાં અંતને લઈને સમય-સમય પર ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે.લગભગ બધી ભવિષ્યવાણીઅો ખોટી જ સાબિત થઈ છે.આજથી થોડા વર્ષ પહેલા ૨૦૧૨ માં પણ આ જ રીતની એ ક ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે આ દુનિયાનો અંત થઈ જશે.જણાવવામાં આવી રહ્યું હતુ કે માતા સભ્યતાનાં કેલેન્ડર અનુસાર હવે દુનિયાનો અંત થવાનો છે.કારણ કે માયા કેલેન્ડરમાં આનાથી આગળનાં સમયનો કોઈ ઉલ્લેખ નહોતો.પરંતુ એવું કશું ન થયું.દુનિયા આજપણ એ જ રીતે ચાલી રહી છે.

જોકે એ ભવિષ્યવાણીથી લોકોમાં ડર અને દહેશતનો માહોલ જરૂર પેદા થઇ ગયો હતો.લોકોએ વિચારી લીધું હતુ કે સાચે હવે દુનિયાનો અંત જ થઈ જશે અને ઘણા લોકોએ તેના માટે તૈયારીઓ પણ કરવાની શરૂ કરી દીધી હતી.પરંતુ દુનિયા ખતમ ન થઈ.બરાબર આમજ એક મામલો ઈઝરાયલમાં જોવા મળ્યો છે.જ્યાં દુનિયાનાં અંતનો સંકેત આપવાવાળી લાલ વાછડીનાં જન્મ લેવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.વાછડીના જન્મને લઈને જણાવવામાં આવી રહ્યું છે કે આ દુનિયાનાં અંતનો સંકેત છે.માનવામાં આવી રહ્યું છે કે આવું ૨૦૦૦ વર્ષોમાં પ્રથમવાર થયુ છે કે ઈઝરાયલમાં કોઈ લાલ રંગની વાછડીએ જન્મ લીધો છે.લાલ વાછડીનાં જન્મનાં સમાચાર સોશિયલ મિડિયા પર આ સમયે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.અમુક લોકો દુનિયાનાં અંતનાં આ સમાચારથી ખૂબ વધુ ડરેલા છે,ત્યાં જ અમુક લોકો આ ઘટનાને એક અંદવિશ્વાસ માની રહ્યા છે.ધર્મગ્રંથોમાં લખેલું છે કે લાલ વાછડી પેદા થવી દુનિયાનાં સર્વનાશનો સંકેત છે.જોકે યેરુશલેમ સ્થિત ટેમ્પલ ઈન્સિટ્યૂટની તરફથી કહેવામાં આવ્યું છે કે નવજાત વાછડીનું ગહન અધ્યયન કરવામાં આવી રહ્યું છે.તમને જણાવી દઇએ કે વાછડી પેદા થવાની ઘોષણા ખુદ ટેમ્પલ ઈંસ્ટિટ્યૂટે યુટ્યુબ પર કરી છે.ઈંસ્ટિટ્યૂટે એ પણ જણાવ્યું કે વાછડીનું પરિક્ષણ હજું ચાલુ છે.ત્યાં જ લોકોમાં આ ભય ઝડપથી સતાવી રહ્યો છે કે શત્રુ દેશની સેનાઅો હમેશા એ કબીજાને વિરુદ્ધ લડવાની તૈયારીમાં છે અને તેનાથી જ દુનિયાનો અંત થઈ જશે.આજનાં સમયમાં દુનિયાનો અંત આજ રીતે થશે.જાણકારી મુજબ જણાવવામાં આવી રહ્યું છે કે વાછડીનાં પરિક્ષણ બાદ વિશેષજ્ઞ જણાવશે કે વાછડી પૂરી રીતે લાલ છે કે નથી.લોકોમાં એ ચર્ચા થઈ રહી છે કે કોઈ દેવદૂતે કહ્યુ હતુ કે પહેલી લાલ ગાય પેદા થવાની સાથે જ દુનિયાનાં વિનાશની પ્રકિયા શરૂ થઇ હશે.ઈસાઇઓ અને યહૂદીઓમાં દુનિયામાં અંત સાથે જોડાયેલી ભવિષ્યવાણીઓમાં લાલ ગાય સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી છે.બાઈબલમાં કહેવામાં આવ્યું છે કે આ પૃથ્વી પર પૂરી રીતે લાલ વાછડીનાં જન્મ લેવાનો અર્થ છે કે યહૂદી મસીહાએ જન્મ લીધો છે.