તમારા ઘરમાં જીરું તો હશે જ તો હવે તેનો ઉપયોગ વધારી દેજો અધધ ફાયદા છે…

આપણા રસોડામાં વપરાતા તેજાના આપણા ભોજનને સ્વાદિષ્ટ તો બનાવે જ છે, પણ સાથે સાથે, આપણા શરીર માટે ગુણકારી પણ સાબિત થાય છે. રોજિંદી રસોઈમાં વપરાતું જીરું અનેક રીતે ગુણકારક છે. હૃદયથી લઈને પાચન સુધી અને ચામડીથી લઈને વાળ સુધીનાં અનેક આંતરિક અને બાહ્ય દેખાવને વ્યવસ્થિત રીતે સાચવવામાં જીરું અત્યંત આવશ્યક છે. થોડી કડવાશ ધરાવતું અને શરીર માટે ગુણકારી એવું જીરું મુખ્યત્વે ભારત, નોર્થ આફ્રિકા, ચાઇના વિગેરે દેશોમાં વપરાય છે. ભારતમાં વપરાતા ગરમ મસાલામાં જીરું મુખ્ય ભૂમિકા ભજવે છે. જીરાના તેલનો, વઘારમાં અથવા શેકીને વધારે ઉપયોગ કરવામાં આવે છે. જીરાને પાઉડર સ્વરૂપે પણ ઉપયોગમાં લઈ શકાય છે.ખૂબ ભારે માત્રામાં આયર્ન ધરાવતું જીરું, પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવામાં આવે છે. જેનાં મુખ્ય ફાયદા પાચન ક્રિયા સરળ બનાવવી, રોગ પ્રતિકારક શક્તિ વધારવી, કેન્સર સામે રક્ષણ આપવું, વિગેરે વિગેરે છે. કાળું જીરું વિટામિન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ તથા ફેટિક એસિડથી ભરપૂર હોય છે. જીરાના અન્ય ઘણા ફાયદા છે. જેમ કે,

ચામડી માટે અત્યંત લાભકારક :

• ચામડી માટે કુદરતી રીતે જીરું ચમત્કારીક છે. પેટમાં થતા અપચા અને તકલીફોને લીધે ચામડી પર રેશીઝ, ખીલ, ચહેરા પર પડતાં ડાઘા, વિગેરેથી આપણે હેરાન થતાં હોઇએ છીએ. એવામાં ખોરાકમાં જીરાનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો આપણી ચામડીને આવા રોગોથી બચાવી શકાય છે. • જીરાના રેગ્યુલર ઉપયોગથી સ્કીન ગ્લો કરે છે. પાચનમાં ઉપયોગી એવું જીરું, શરીરમાં રહેલા ટૉક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે. • એન્ટી એજીંગ ફોર્મુલા તરીકે પણ જીરું અકસીર છે. જીરામાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ઉંમરને કારણે સ્કિનમાં થતા ફેરફારોને નિયંત્રિત કરે છે. સ્કિનનું લચી પડવું, આંખ નીચે કાળા ડાઘા, વિગેરેને અટકાવે છે.

• સરખા ગરમ પાણીમાં જીરાના થોડા દાણા નાખીને તેને ઉકાળીને પછી ઠંડુ પડતાં, તે પાણીથી નાહવાથી શરીરમાં થતી બળતરા અને ખરજવા જેવા રોગોમાં રાહત મળે છે.

• હાથનાં પંજા અને પગમાં થતી બળતામાં પણ જીરું લાભદાયક છે. 3/4 લિટર પીવાના પાણીમાં જીરું નાખીને ઉકાળી તેને ઠંડુ કરવાનું. પછી તે પાણીનો ઉપયોગ જ્યારે તરસ લાગે ત્યારે પીવા માટે કરવાથી હાથ અને પગની બળતરામાં રાહત રહે છે.

• ત્રણ ચમચી હળદરમાં એક ચમચી જીરા પાવડર નાખી તેને મધ સાથે મિક્સ કરીને મોઢા પર લગાવવું. સૂકું થાય એટલે એણે ધોઈ નાખવાનું. આમ કરવાથી ત્વચા મુલાયમ બને છે અને ઉજળી પણ થાય છે.
વાળ માટે ઉપયોગી :

• ઓલિવ ઓઇલમાં જીરાના તેલને મિક્સ કરીને વાળમાં લગાવવાથી ખરતા વાળ અટકે છે અને નવા વાળ ઊગે પણ છે. મેડિકલ સ્ટોરમાં cumin oil ની કેપ્સુલ પણ મળે છે. જેનો ઉપયોગ પણ કરી શકાય.

• અડધા કપ પાણીમાં જીરું એડ કરી તેને 10 મિનિટ ઉકાળવાનું. ઠંડુ થાય એટલે જીરાના દાણા કાઢી લેવાનાં. તેમાં ઇંડાનો અર્ક નાંખી અને થોડું ઓલિવ ઓઇલ નાખી વાળમાં સ્કાલ્પમાં લગાવવાથી વાળ ચમકદાર અને લાંબા થાય છે.

• વાળમાં ખોડો થતો હોય તો પણ તેમાં રાહત રહે છે.
આ ઉપરાંત, જીરાના અન્ય ફાયદા પણ છે:

• જીરાનું સેવન ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

• આયર્નથી ભરપૂર જીરું, હેમોગ્લોબિન વધારે છે.

• જેઓ અસ્થમાથી પીડાતા હોય છે, તેમને માટે જીરું ગુણકારી છે.

• રોગપ્રતિકારક શક્તિ વધારે છે

• સ્ત્રીઓ દ્વારા જીરાનું સેવન મેન્સ્ટ્રુઅલ સાઇકલમાં થતા પ્રોબ્લેમ્સમાં રાહત આપે છે. • કેન્સર સામે રક્ષણ મળે છે.

• વિટામિન સી થી ભરપૂર એવા જીરાને ખાવાથી શરદી તાવમાં રાહત રહે છે. કિડની માટે પણ લાભદાયક છે.

• મેટાબોલીઝમ અને પાચનને નિયંત્રિત કરવામાં જીરું ઉપયોગી છે. દાળ, શાક, ભાત વિગેરેમાં જીરાનો રેગ્યુલર ઉપયોગ કરવાથી શરીરને ઉપયોગી જરૂરી તત્વો મળી રહે છે.

જીરાના ફાયદા, શરીરને સ્વસ્થતાના વાયદા.

અસ્તુ!!

લેખન : પ્રાપ્તિ બુચ

દરરોજ આવી અનેક ઉપયોગી અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી વાંચો ફક્ત અમારા પેજ.

ટીપ્પણી