10 એવા અસરકારક પ્રાકૃતિક ઉપચાર, જે પળભરમાં તમારા ઘા પર લાવી દેશે રુઝ

મિત્રો, જો કોઈ ખુલ્લા ઘા તમારા શરીર પર હોય તો તેની જરાપણ અવગણના કરી શકાય નહિ. તેનો ઇલાજ શોધવો ખુબ જ જરૂરી બને છે કારણકે, આ શરીર પર પડેલા આ ખુલ્લા ઘા ની જો યોગ્ય સમયે સારવાર કરવામા ના આવે તો તે આપણા શરીરમા અનેકવિધ બીમારીઓને જન્મ આપે છે, જે આપણા માટે જીવલેણ બની શકે છે. આજે આ લેખમા અમે તમને અમુક એવા સરળ ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીશુ, જેની સહાયતાથી તમે આ શરીર પર પડેલા ઘાની સમસ્યામાંથી તુરંત મુક્તિ મેળવી શકો છો, તો ચાલો જાણીએ.

એલોવેરા :

image source

આ જેલનો ઉપયોગ મુખ્યત્વે ફાટેલા હોઠની સમસ્યા, સૂકી કોણી, ઘૂંટણ અને ત્વચા અને વાળની સાર-સંભાળ માટે પણ થાય છે. તમે આ જેલને તમારા બ્યુટી કેર રૂટિનમાં સામેલ કરી શકો છો અને તેના ફાયદા મેળવી શકો છો. આ ઉપરાંત તેમા હાજર એન્ટિઓક્સિડેન્ટ્સ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણતત્વો ઘા ને ઠીક કરવામા મદદ કરે છે. એલોવેરા એ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ ઉપરાંત તે તમારા શરીરને બિનજરૂરી ચેપથી પણ બચાવે છે.

મધ :

image source

ઘાની સારવાર માટેનો અન્ય ઘરગથ્થુ ઉપચાર મધ છે. એલોવેરાની જેમ મધમા પણ એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિફંગલ, એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો સમાવિષ્ટ હોય છે. તેનો ઉપયોગ ઘણાં વર્ષોથી ત્વચાની સાર-સંભાળ માટે તો થાય જ છે પરંતુ, તેની સાથે તે શરીર પર રહેલા ઘા ની સારવાર માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

ડુંગળી :

image source

આ વસ્તુમા એલિસિન નામનો ઘટક તત્વ સમાવિષ્ટ હોય છે, જે એન્ટિમાઇક્રોબાયલ કમ્પાઉન્ડ છે. તે ઘાના ચેપને અટકાવવામા સહાયરૂપ સાબિત થાય છે. જ્યારે પણ તમને ભૂલથી નાનો કાપ કે ઘા લાગે છે, ત્યારે તે વિસ્તારમા જંતુનાશક બેક્ટેરિયાનુ પ્રમાણ વધી જાય છે માટે જો તમે તે ઘા પર ડુંગળીનો રસ લગાવો તો તેમા સમાવિષ્ટ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણતત્વો તમારા ઘાની બળતરાને ઘટાડવામા મદદ કરે છે.

હળદર :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સીડેન્ટ સમાવિષ્ટ હોય છે. તેનો ઉપયોગ શરીર પર પડેલા મોટા ઘાની સારવાર માટે પણ થાય છે. હળદર ઝડપથી શરીર પર પડેલા આ ઘા ના ચેપને અટકાવે છે. જો તમે હળદર પાવડરનો ઉપયોગ દૂધ સાથે મિક્સ કરીને કરો તો તેના આશ્ચર્યજનક ફાયદા આપણને મળે છે. આ ઉપરાંત તમે હળદર પાવડરને દૂધ અથવા મધ સાથે મિક્સ કરી શકો છો અને આ મિશ્રણને તમારી ત્વચા પર પણ લગાવી શકો છો, તે તમારી ત્વચા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

લવિંગ :

image source

ફક્ત રસોઈઘરની મૂળભૂત સામગ્રી જ નહી પરંતુ, લવિંગ જેવા મસાલા પણ ઘાની સારવાર માટે ફાયદાકારક છે. આ એક ઇન્ડોનેશિયન મસાલો છે જેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એનાલ્જેસિક ઘટકો સમાવિષ્ટ હોય છે. તે તમારા ઘા પરના દુ:ખાવાને ઘટાડવામાં અને ચેપ સામે લડવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત