72 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાને ઓક્સિજન 60 ટકા, CRP 180, ડાયાબિટીસ-બીપી છતાં મનોબળ રાખીને કોરોનાને હરાવ્યો

આપણે કોરોના કાળમાં કંઈ કેટલા દાખલા એવા જોયા છે કે જે બચી શકે એવા એંધાણ ન હોય, પરંતુ તેમણે કોરોનાને મ્હાત આપી છે. ત્યારે હાલમાં પણ એક એવો જ કિસ્સા સામે આવ્યો છે કે જેમણે ખરેખર લોકો સામે એક ઉદાહરણ પૂરુ પાડ્યું છે અને બધા હવે તેમના વખાણ કરી રહ્યા છે. આ વાત છે ઊંઝાના 72 વર્ષિય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાની કે જેઓ પાલનપુરની લાઈફ કેર હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ થયા હતા. ત્યારબાદ રોજ ઊંધા સુઈ 4 લીટર પાણી પી કોરોનાને મ્હાત આપી દીધી છે. આ જ વૃદ્ધા વિશે આજે વાત કરવી છે.

image source

જો મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો આ વૃદ્દાને ડાયાબિટીસ બીપી જેવા ગંભીર રોગ અને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે ઓક્સિજન લેવલ 60% હતું CRP 180 પહોંચી ગયું હતું છતાં મજબૂત મનોબળ સાથે વૃદ્દાએ કોરોનાને હંફાવ્યો છે અને હવે લોકોને પણ સલાહ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ઊંઝાના આલોક બંગ્લોઝમાં રહેતા બકુલેશ ભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિને કોરોના થયો હતો. તેમની સાથે ઘરમાં રહેતા 72 વર્ષના બન્ને આંખે નિહાળી ન શકતા તેમના માતા રઈબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ પણ સંક્રમિત થઈ ગયા હતા અને પહેલાં તો બધાને ચિતા થતી હતી, કારણ કે બીપી અને ડાયાબિટીસ વૃદ્ધ માતાને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ઓક્સિજન લેવલ 60 સુધી જતું રહ્યું.

image source

જ્યારે ઓક્સિજન લેવલ 60 સુધી થઈ ગયું ત્યારે તેમને તાત્કાલિક પાલનપુરની લાઇફકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ કેસ અંગે ડો ગૌરવ પ્રજાપતિએ જણાવ્યું કે ” 13 તારીખે રાત્રે જ્યારે પેશન્ટને એડમીટ કરવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ અત્યંત ક્રિટીકલ હતી. માજી બંને આંખે જોઈ ન શકતા હોવાના કારણે સ્ટાફને સંપૂર્ણ સહકાર આપતાં હતા. દરરોજ 15 લિટર ઓક્સિજન થકી તેમનું ઓક્સિજન 90 જેટલું આવી ગયું હતું. તમને રેમડેસીવીર અને પ્લાઝ્મા થેરેપીની સારવાર કરવામાં આવી. માજીને દરરોજ ચાર કલાક ઊંધા સુવા માટે સમજાવ્યા અને રોજ 4 લીટર પાણી પીવડાવ્યું જેથી તેઓ 15 દિવસમાં કોરોનાને મ્હાત આપી શક્યા છે. ત્યારે લોકોએ પણ આ માજીમાંથી શીખવું જોઈએ.

image source

કંઈક આવો જ દાખલો જોવા મળ્યો હતો 5 દિવસ પહેલાં. જો એ કેસ વિશે વાત કરવામાં આવે તો 90 ટકા ફેફસાં ડેમેજ પણ મરવું તો નથી જ, એવું નક્કી કરીને બેઠેલા 44 વર્ષનાં ભાનુબેને કોરોનાને હરાવી હિંમત પૂરી પાડે તેવો દાખલો બેસાડ્યો હતો. અશ્વનિકુમારમાં રહેતા ભાનુબેન દિનેશભાઇ પટેલને 5મી એપ્રિલે શ્વાસની થોડી તકલીફ ઊભી થતાં ડોક્ટરને બતાવ્યું. 8મીએ કોરોના આવતા લાલ દરવાજાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા. સિટી સ્કેનમાં 70થી 80 ટકા અસર આવી તે 90 ટકા પહોંચી. 8 એપ્રિલથી 4થી 5 લીટર ઓક્સિજન અપાતું હતું. બાદ 13 એપ્રિલથી 5 દિવસ ICUમાં લેવા પડ્યા હતા. જેને 26મીએ રજા અપાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!