પ્રગતિશીલ ખેડૂતની કહાની, ચાઇનીઝ ફ્રૂટની ગુજરાતમાં ખેતી કરીને મેળવે છે લાખોનો ચોખ્ખો નફો, જાણો કઈ રીતે

ઘણા લોકો ખેતીને નાની વસ્તુ સમજતા હોય છે જો કે ખેતી કરવી એ કોઈ ડાબા હાથનો ખેલ નથી. ભલભલા લોકોને પરસેવો છુટી જાય છે. ટાઢ વરસાદ તડકો બધું સહન કરીને રાત દિવસ મહેનત કરવી પડે છે. ત્યારે અમુક ખેડુતોની કહાની કંઈક હટકે હોય છે. આજે એક એવા જ ખેડૂતની વાત કરીએ છે કે જે વર્ષે 6 લાખ રૂમિયા કમાય છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના મોટા હબીપુરાના ખેડૂત પારંપરિક ખેતીથી અલગ થાઇલેન્ડના ડ્રેગન ફ્રૂટ નામના ફળની ઓર્ગેનિક ખેતી કરીને વાર્ષિક 6 લાખ રૂપિયાની ચોખ્ખી કમાણી કરે છે. તેમની આ ખેતી જોઇને તાલુકાના અન્ય બે ખેડૂતે પણ ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત કરી છે.

image source

ખેડૂત હરમાનભાઇ પટેલે જણાવ્યું હતું કે હું મહારાષ્ટ્રમાં એપલ બોરની ખેતીની જાણકારી મેળવવા માટે ગયો હતો અને ત્યાંથી મને ડ્રેગન ફ્રૂટની ખેતીની માહિતી મળી. હું છેલ્લાં ચાર વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને રૂટિન ખેતી કરતાં સારી કમાણી કરી રહ્યો છું. વધારે વિગતવાર વાત કરીએ તો ધો-8 સુધીનો અભ્યાસ કરેલા ખેડૂત હરમાનભાઇ પટેલ પાસે 55 વીઘા જમીન છે, જેમાંથી હાલ 6 વીઘા જમીનમાં તેઓ ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં ડ્રેગન ફ્રૂટની ઓર્ગેનિક ખેતી માટે કચ્છના ખેડૂતો સાથે મોટા હબીપુરાના ખેડૂત હરમાનભાઇ પટેલની પણ પ્રશંસા કરી હતી.

image source

હરમાનભાઇ પટેલની આવી અદ્ભૂત સફળતા જોઈને બીજા ખેડૂતોને પણ પ્રેરણા મળી છે અને તેઓ ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે. ઓછો ખર્ચ, ઓછી મહેનત અને સારી ઊપજ સાથે સારી કમાણી આપતી આ ડ્રેગન ફળની ખેતીને જોવા તાલુકાના ખેતીપ્રેમી ખેડૂતો જોવા માટે આવે છે. હરમાનભાઇની ડ્રેગન ફ્રૂટની ખેતીની નોંધ સરકારે પણ લીધી છે. ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામના ખેડૂત હરમાનભાઇ પટેલે જણાવ્યું હતું કે વર્ષ-2016માં હું આધુનિક ખેતી કરવા માટે ગૂગલ સર્ચ કરી રહ્યો હતો, જેમાં મહારાષ્ટ્રના નંદુરબારમાં થતી એપલ બોરની ખેતી ધ્યાનમાં આવી હતી.

image source

હરમાન ભાઈ ઘરેથી નીકળ્યા ત્યારે એપલ બોરની ખેતી જ કરવાના ઇરાદા સાથે ગયા હતા પરંતુ આગળ થયું એના વિશે વાત કરી કે, ત્યાં મેં ખેતરમાં લાલ ચટાક ફળ જોતાં ચોંકી ઉઠ્યો હતો, જે ડ્રેગન ફ્રૂટ હતાં. ત્યાં મેં એપલ બોરના બદલે ડ્રેગન ફળની ખેતી કરવાનું નક્કી કરી લીધું અને મહારાષ્ટ્રના નંદુરબારથી 60 રૂપિયાના ભાવે 400 છોડની ખરીદી કરી હતી અને ટપક સિંચાઇ પદ્ધતિ દ્વારા થતી ખેતીની શરૂઆત કરતાં પ્રથમ પાકની આવક સારી થતાં પરિપક્વ છોડ થયા બાદ આવક વધુ સારી થશેનો વિશ્વાસ બેસતાં કુલ 2800 છોડની રોપણી કરી હતી.

image source

વધુમાં વાત કરી કે હું કચ્છના નલિયા ખાતે જઈ ત્યાં ફાર્મહાઉસમાં થયેલાં ડ્રેગન ફ્રૂટની ખેતી જોઇ અવાક બની ગયો હતો. ડ્રેગન ફ્રૂટનું ફળ તૈયાર થાય ત્યારે તેનું વજન 250 ગ્રામથી 300 ગ્રામ સુધીનું હોવા સાથે તેનો દેખાવ પરથી લાલ અંદરથી લાલ, સફેદ કે પીળા રંગનું દેખાય છે, કારણ કે તેનું બિયારણ ત્રણ રંગમાં આવતું હોય છે.

image source

ડ્રેગન ફ્રૂટ ફળની ખાસ વિશેષતા એ છે કે તેમાં કેલેરી પુષ્કળ પ્રમાણમાં હોવાથી લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા અને કેન્સર, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ જેવા રોગો સામે ઔષધમાં પણ ઉપયોગ કરે છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવા માટે, હિમોગ્લોબિન વધારવા માટે, હાર્ટના રોગ માટે, સારા વાળ માટે, ચહેરા માટે, વેઈટ લોસ માટે એનો ઉપયોગ થાય છે. આમ, આ લાંબા ગાળાની ખેતી દર વર્ષે એક જ વાર ફળ આપે છે અને એ પણ ઓગસ્ટ અથવા ત્યાર બાદ અને તેના છોડ પ્રથમ વર્ષથી જ ફળ આપવાનું શરૂ કરી દે છે. ત્રીજા વર્ષથી તેના ઉત્પાદનમાં સારો વધારો થાય છે.

image source

ભાવ વિશે વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટ એક નંગ 80 રૂપિયાના ભાવે વેચાય છે અને 300થી 400 રૂપિયે કિલોના ભાવે વેચાય છે. હરમનભાઈએ કહ્યું કે, ઓછી મહેનત, ઓછું રોકાણ અને સારી ઊપજને કારણે હાલ હું ડ્રેગન ફળની ખેતી કરીને વર્ષે રૂપિયા 6 લાખની કમાણી કરી રહ્યો છું. મારી જેમ અન્ય ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ વળે તેવું ઇચ્છું છું. ડ્રેગન ફ્રૂટ વાવવા માટે બીજ સારી પ્રજાતિનાં હોવાં જોઈએ. ગ્રાફ્ટેડ પ્લાન્ટ હોય તો વધારે સારું રહેશે, કારણ કે એને તૈયાર થવામાં ઓછો સમય લાગે છે. જેને માર્ચથી જુલાઈ વચ્ચે ગમે ત્યારે વાવી શકાય છે. પ્લાન્ટિંગ પછી નિયમિત રીતે કલ્ટિવેશન અને ટ્રીટમેન્ટની જરૂર હોય છે.

image source

પાકની વાત કરી કે, લગભગ એક વર્ષમાં પ્લાન્ટ તૈયાર થઈ જાય છે. મેચ્યોર થયા પછી આ જુલાઈથી ઓક્ટોબર સુધી ફળ આપે છે, જેના માટે તાપમાન 10 ડિગ્રીથી ઓછું અને 40 ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ. તેના વચ્ચે કોઇ પણ તાપમાન પર તેને વાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ