જલ્સા કરોને જેંતીલાલ

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, આ બંને ભાઈ અને બહેનને મળ્યું છે આ સન્માન…

આપના ભારતમાં આમ તો દર વર્ષે નાના નાના ને હોંશિયાર બાળકોનો ઉત્સાહ વધારી તેમણે પ્રોત્સાહન આપવા માટે  ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ આપી તેમને બિરદાવવામાં આવે છે. આ વર્ષે પણ  22., જાન્યુઆરીના દિવસે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં આ સમારોહ યોજાયો. જેમાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદેના હાથે આખા ભારતભરમાંથી 26 બાળકોને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેમાં તેમને તેમની બહાદૂરીના કામો માટે પ્રેરણાબલ પૂરું પાડવા ભવ્ય કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમાંથી મધ્યપ્રદેશમાં આવેલા મુરૈના જિલ્લાના બે ભાઈ બહેન અદ્રિકા ગોયલ અને તેનોભાઈ કાર્તિક ગોયલ ને એકસાથે સન્માનિત કરવામાં આવેલા. વર્ષ 2018 માં મુરૈનામાં હિંસાની આગ ફાટી નીકળેલી એમાં એક ટ્રેનને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં આ નાનકડા પણ સમજદાર ભાઈ બહેને લોકોની મદદ કરી હતી ને માનવતાનો પાઠ ભણાવ્યો હતો.

 આ બંને ભાઈ બહેનોએ એવી રીતે લોકોની મદદ કરી હતી કે વડીલો પણ કોઇની મદદ ના કરી શકે. મુરેનાના સ્ટેશન પર ઘણા બધા આંદોલનકારીઓએ પેસેન્જર ટ્રેનને ઘેરી લીધી હતી અને કલાકોના કલાકો સુધી એ ટ્રેન પર ટોળાએ પથ્થરમારો કરીને ગોળીઑ પણ મારી હતી. જેના કારને ટ્રેનમાં સવાર મુસાફરો ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અને ખાધા પીધા વગર એમનામ લાચાર બની આ બધુ કે=જોઈ રહ્યા હતા. આ વાત આ બને ભાઈ બહેનને ટીવીના માધ્યમથી ખબરપડી કે તરત જ કશું વિચાર્યા વગર ખાવાનો સામાન લઈને એ ટ્રેન પાસે જાય છે. અને ભૂખ્યા મુસાફરોને જમવાનું આપે છે.

અદ્રિકા અને કાર્તિકનુના ઘરથી રેલવે સ્ટેશન માત્ર 200 મીટરજ  દૂર છે.  આ નાનકડા બાળકોએ ટ્રેનના એક કોચથી જઈને બીજા કોચમાં પહોંચી મુસાફરોને જમવાનું આપ્યું હતું. આ વાત સોશિયલ મિડિયા ઉપર ખૂબ વાઇરલ થઈ હતી જેના કારણે આ નાનકડા બાળકોના આ ઉમદા કાર્યની નોંધ લેવાઈ હતી.

આ ઉપરાંત આ બાળકોના પિતા જણાવે છે કે, આજથી ચાર વર્ષ પહેલા જ તેમના ઘરમાં પણ આગ લાગેલ. એ સમયે  અદ્રિકા માત્ર 6 વર્ષ ની જ હતી જેમાં તેને ઘણી જગ્યાએ વાગ્યું હતું એનઇ દાઝી ગઈ હતી. એ સમયે ડોક્ટરે કહ્યું કે  અદ્રિકા હવે ચાલી શકશે નહીં શકે પણ અદ્રિકા તેના આત્મવિશ્વાસથી ચાલતી થઈ ગઈ હતી. 

Exit mobile version