ભારતના સૌથી વધુ ખતરનાક કિલ્લાઓ પૈકી એક છે આ કિલ્લો, સાંજ પડતા જ નીચે ઉતરી જાય છે પર્યટકો

આપણા દેશમાં પ્રાચીન સમયની અનેક ઇમારતો આવેલી છે જે પૈકી કેટલીય ઇમારતો પોતાનો ખાસ ઇતિહાસ ધરાવે છે.

image source

અનેક કિલ્લાઓ અને મહેલોનો પણ તેમાં સમાવેશ થાય છે. અમુક કિલ્લાઓ તેની ખૂરસૂરત કારીગરીને કારણે લોકપ્રિય છે તો અમુક પોતાના ખાસ સ્થાનને કારણે. આવો જ એક કિલ્લો મહારાષ્ટ્ર ખાતે આવેલો છે.

મહારાષ્ટ્રના માથેરાન અને પનવેલ વચ્ચે સ્થિત પ્રબલગઢનો કિલ્લો ભારતના સૌથી વધુ ખતરનાક કિલ્લાઓ પૈકી એક ગણાય છે. આ કિલ્લાને પ્રબલગઢના કિલ્લા સિવાય અન્ય એક નામ કલાવંતીના કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે.

image source

2300 ફૂટની ઊંચાઈ પર છે સ્થિત

પ્રબલગઢના આ કિલ્લાની ખાસિયત એ છે કે આ કિલ્લો 2300 ફૂટ ઊંચાઈ પર આવેલી એક સીધી પહાડી પર સ્થિત છે જેના કારણે અહીં આ કિલ્લો નિહાળવા આવતા પર્યટકોની સંખ્યા પણ ઓછી રહે છે. તેનું અન્ય કારણ એ પણ છે કે અહીં દૂર દૂર સુધી વીજળી કે પાણીની સુવિધા નથી જેના કારણે સાંજ પડતા જ અહીં ભેંકાર અંધારું થવા લાગે છે એ સિવાય આ કિલ્લા સુધી પહોંચવા માટે સીધો ઢાળ ચઢવાનો હોવાથી પર્યટકો અહીં લાંબો સમય રહી નથી શકતા.

image source

કિલ્લા સુધી પહોંચવું પણ છે જોખમ ભરેલું

પ્રબલગઢના આ કિલ્લા સુધી પહોંચવું પણ જોખમનું કામ છે એટલા માટે કે અહીં કિલ્લા સુધી જવા માટે કેડી જેવી સીડીઓ તો છે પણ તેમાં સલામતી માટે કોઈ રેલિંગ કે દોરડાંઓ નથી જેના કારણે કેડી પર પગ લપસે તો સીધું 2300 ફૂટ નીચે પડી જવાનો ભય રહે છે અને જીવનું જોખમ ઉભું થાય છે. કહેવાય છે કે આ કિલ્લા સુધી પહોંચવાના પ્રયાસમાં અત્યાર સુધીમાં કેટલાય લોકો મૃત્યુને ભેટી ચુક્યા છે.

image source

કિલ્લાનું નામ પહેલા મૂરંજન કિલ્લો

એક વાયકા મુજબ આ કિલ્લાનું નામ પહેલા મૂરંજન કિલ્લો હતું પરંતુ શિવાજી મહારાજના શાશનમાં કિલ્લાનું નામ બદલાવવામાં આવ્યું હતું. એ સમયે કિલ્લાનું નામ શિવાજી મહારાજે રાણી કલાવંતીના નામ પરથી કલાવંતી રાખ્યું હતું.

image source

આ કિલ્લા પરથી પર્યટકોને ચંદેરી, માથેરાન, કરનાલ અને ઇર્ષલ જેવા કિલ્લાઓનો કુદરતી નજારો પણ જોવા મળે છે. એ સિવાય મુંબઈના કેટલાક વિસ્તારોમાં ઊંચાઈ પરથી પણ આ કિલ્લો સ્પષ્ટ જોઈ શકાય છે. ઓક્ટોબરથી મે મહિના સુધીનો સમય આ કિલ્લા પર આવનારા પર્યટકો માટે બેસ્ટ ટાઈમ છે જયારે ચોમાસા દરમિયાન આ કિલ્લા પર ચઢવું મોતને આમંત્રણ આપવા બરાબર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ