જાણો પોટેશિયમની ઉણપના કારણે કઇ થાય છે તકલીફો, સાથે જાણો આમાંથી બચવાના ઉપાયો પણ

પોટેશિયમ એ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખનિજ છે, જે શરીરમાં માંસપેશીઓના સંકોચન અને પ્રવાહી સંતુલનને નિયંત્રિત કરવામાં તેમજ નર્વસ ફંક્શનની કામગીરીને યોગ્ય રીતે જાળવવામાં મદદ કરે છે. પરંતુ પોટેશિયમનું સૌથી મહત્વનું કાર્ય એ છે કે હૃદયના ધબકારા જાળવવા માટે મદદ કરવી. જ્યારે શરીરમાં પોટેશિયમની તીવ્ર ઉણપ હોય છે, ત્યારે તેને તબીબી શબ્દમાં તેને હાયપોકલેમિયા કહેવામાં આવે છે અને જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાં પોટેશિયમનું સ્તર લિટર દીઠ 3.6 મિલિમોલસથી નીચે આવે છે ત્યારે આ સ્થિતિ થાય છે.

આ રોગો પોટેશિયમના અભાવને કારણે થાય છે

image soucre

ઘણીવાર આહારમાં પોટેશિયમની યોગ્ય માત્રા ના હોવાના કારણે શરીરમાં લાંબા સમય સુધી પોટેશિયમનો અભાવ જોવા મળે છે, જો કોઈ વ્યક્તિને ડાયરિયા-ઉલટી થાય છે, તો શરીરમાં પોટેશિયમની ખોટ થાય છે. શરીરમાં પોટેશિયમનો અભાવ ઘણા ગંભીર રોગોનું જોખમ વધારે છે:

1. હાઈ બ્લડ પ્રેશર-

image source

જો શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું હોય, તો આ કારણે હાઈ બ્લડ પ્રેશર વધી શકે છે, ખાસ કરીને એવા લોકોમાં જે મીઠાનું સેવન વધુ કરે છે. પોટેશિયમ રુધિરવાહિનીઓને રિલેક્સ કરે છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. પોટેશિયમ શરીરમાં સોડિયમનું સ્તર જાળવવા માટે પણ કાર્ય કરે છે.

2. અનિયમિત હાર્ટ રિધમ

image source

જો હ્રદયની રિધમ અનિયમિત હોય તો તે હાયપોકલેમિયા અથવા પોટેશિયમની અછતની નિશાની પણ હોઈ શકે છે. પોટેશિયમ હૃદયની માંસપેશીઓના સંકોચનને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, જો શરીરમાં પોટેશિયમનું સ્તર ઓછું થાય છે, તો પછી હૃદયની રિધમ અનિયમિત થઈ જાય છે અને તે કારણે વેન્ટ્રિક્યુલર ફાઇબિલેશન જેવા જીવલેણ રોગો પણ થઈ શકે છે.

3. અતિશય થાક-

image soucre

પોટેશિયમ એ શરીરના તમામ કોષો અને પેશીઓમાં જોવા મળતું સૌથી મહત્વપૂર્ણ અને જરૂરી પોષક તત્વ છે. જ્યારે પોટેશિયમનું સ્તર ઘટી જાય છે, ત્યારે તે શરીરના ઘણા કાર્યોને અસર કરે છે, જેના કારણે વ્યક્તિનું ઉર્જા સ્તર પણ ઘટે છે અને તે શારીરિક અને માનસિક રીતે થાક અનુભવે છે.

4. પેટ ફૂલવું અથવા કબજિયાત

image soucre

પોટેશિયમના અભાવના કારણે તે આંતરડાની માંસપેશીઓને પણ અસર કરે છે, જેના કારણે શરીરમાં ખોરાક બહાર નીકળવાની પ્રક્રિયા પણ ધીમી થાય છે. જો પાચનની આ પ્રક્રિયા આંતરડામાં ધીમી પડી જાય છે, તો તે કબજિયાત અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે.

5. ઊંઘ ના આવવાની સમસ્યા

image soucre

નવા સંશોધનથી બહાર આવ્યું છે કે જો શરીરમાં પોટેશિયમની ઉણપ હોય તો તે ચિંતાના લક્ષણોમાં પણ વધારો કરે છે, જે વ્યક્તિની નિંદ્રાને અસર કરશે અને રાત્રે ઊંઘ ના આવવાની તકલીફ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત