જલ્સા કરોને જેંતીલાલ

સ્વનિર્ભર ભારત, એટલે કે પોતે જ ઉત્પાદિત કરેલી વસ્તુઓ વાપરતું ભારત, આ રીતે ઓળખી લો તમે પણ ભારતીય પ્રોડક્ટને

સ્વનિર્ભર ભારત – એટલે કે પોતે જ ઉત્પાદિત કરેલી વસ્તુઓ વાપરતું ભારત – કેવી રીતે તમે ભારતીય પ્રોડક્ટને ઓળખી શકો છો ? પી.એમ મોદીએ સ્વનિર્ભર થવા આપ્યું દેશની જનતાને આહવાન – જાણો કેવી રીતે ઓળખશો ભારતીય વસ્તુને

image source

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ પોતાની રાષ્ટ્રજોગ સ્પીચમાં સ્વનિર્ભર ભારત પર ખૂબ ભાર મુક્યો છે. અને સમગ્ર દેશના લોકોને સ્વનિર્ભરતા તરફ આગળ વધવા આહવાન આપ્યું છે. અને ત્યાર બાદ સોશિયલ મિડિયા પર વારંવાર સ્વદેશી વસ્તુઓ અને વિદેશી વસ્તુઓની યાદીઓના મેસેજ મોટા પ્રમાણમાં વાયરલ થવા લાગ્યા છે.

આવા મેસેજીસમાં ભારતમાં જ ભારતીય કંપની દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુઓ કઈ કઈ છે તેની માહિતી ફોટા સહીત આપવામાં આવી છે. પણ તે કેટલી સાચી છે કે ખોટી તે વિષેની કોઈ ગેરેન્ટી નથી હોતી. પણ જો તમે પણ વડાપ્રધાનની વાત માનીને ભારતીય વસ્તુઓ એટલે કે ભારતમાં જ જે વસ્તુનું ઉત્પાદન થયું હોય તેનો ઉપયોગ કરીને ભારતને સ્વરનિર્ભર બનાવવામાં ફાળો આપવા માગતા હોવ તો સૌથી મોટી બાબત એ છે કે તમે એ જાણો કે કઈ કઈ વસ્તુઓ ભારતમાં બનેલી છે અને કઈ કઈ વસ્તુઓ વિદેશમાં બનેલી છે.

image source

આ જાણવા માટે તમારે બીજી કોઈજ તકલીફ લેવાની જરૂર નથી, કે નથી તો તમારે કોઈ કંપનીના નામ યાદ રાખવાની જરૂર, પણ તમે માત્ર જે કોઈ પણ વસ્તુઓ ખરીદો તેના બારકોડ નંબરના શરૂઆતના નંબરને જોવાની જરૂર છે. માત્ર આગળના ત્રણ નંબર દ્વરા જ તમને ખ્યાલ આવી જશે કે તે વસ્તુ ભારતમાં બનેલી છે કે વિદેશમાં.

તમને પહેલાં એ જણાવી દઈએ કે દરેક દેશોને તેમના દેશમાં બનતી વસ્તુઓ માટે સ્પેશિયલ બારકોડ ઇનિશિયલ નંબર આપવામાં આવે છે. ભારતમાં ઉત્પાદિત થતી વસ્તુના બારકોડ નંબરના શરૂઆતના આંકડા છે 890.એટલે કે ભારતીય વસ્તુના બારકોડ નંબરની શરૂઆત 890થી થાય છે. આ નંબરને ચેક કરીને તમે તમારી પસંદગી પ્રમાણે માત્ર ભારતની જ વસ્તુઓ ખરીદી શકો છો. આ ઉપરાંત તમે કોઈ ખાસ દેશની વસ્તુઓ ન ખરીદવા માગતા હોવ તો તે પણ તમે બારકોડ દ્વારા જાણી શકો છો.

image source

આ વાતની હાલને હાલ ઉભા ઉભા પણ તમે ખાતરી કરી શકો છો. તમારે માત્ર તમારા ઘરમાંથી કોઈ એક વસ્તુના પેકેડની જરૂર છે. અને તેના બારકોડ નંબરના શરૂઆતના નંબર ચકાસવાની જરૂર છે. જેમ કે તમે પાર્લેજી કે અમુલ બટરનું પેકેટ જોશો તો તેના બારકડનો નંબર 890થી શરૂ થતો હશે. અને જો તમે વધારે ખાતરી કરવા માગતા હોવ તો તમારી પાસે વીદેશમાંથી આવેલી વસ્તુ કે પછી તમારા ઘરમાં તમે શોપીંગ મોલમાંથી ખરીદેલી વસ્તુનો બારકોડ પણ ચકાસી શકો છો જો તેના પર છાપેલા બારકોડની શરૂઆત 890થી નહીં થતી હોય તો તમારે સમજી જવું કે તે વિદેશનું ઉત્પાદન છે, તે વસ્તુ ભારતમાં બનેલી નથી.

અહીં અમે તમને એક યાદી આપી રહ્યા છીએ જેના દ્વારા તમે જાણી શકશો કે કયા બારકોડ ઇનિશિયલ્સ નંબર કયા દેશના છે. આ યાદી આ પ્રમાણે છે.

image source

તેમાં કોઈ જ શંકા નથી કે જો ભારતને અન્ય વિકસિત દેશોને સમકક્ષ મુકવું હોય તો આપણે સ્વનિર્ભર થવા સિવાય છૂટકો નથી. અને તેની શરૂઆત આપણા ઘરથી જ થાય છે. આપણે જ હવે સજાગ રહીને ભારતીય વસ્તુઓ પર પ્રથમ પસંદગી ઉતારવાની છે અને તે રીતે ભારતમાં બનતી વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું છે અને દેશને આગળ લાવવાનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version