“પોટેટો સ્માઇલી” – બાળકો માટે આજે ખાસ બનાવો.. બનાવીને ફોટો શેર કરજો..

“પોટેટો સ્માઇલી”

સામગ્રી-

4 બાફેલા બટાટા,
3 ટી સ્પૂન કોર્ન ફ્લોર,
ચપટી ઓરેગાનો (ઓપસનલ),
1/2 ટી સ્પૂન લાલ મરચા પાવડર,
1 ચીઝ કયૂબ,
મીઠું સ્વાદ અનુસાર,
તેલ તળવા માટે,

બનાવાની રીત-

સૌ પ્રથમ બટાટા ને ખમણી ને મેસ કરી લો હવે તેમાં ખમણેલુ ચીઝ,કોર્ન ફ્લોર,ઓરેગાનો,લાલ મરચું પાવડર અને મીઠું નાખી મિક્સ કરી લોટ બાંધી એ રીતે તેયાર કરો હવે તેને 30 મિનીટ ઢાંકી ને ફ્રીઝ માં રાખો.
હવે તેનાં ઍક સરખા બે ભાગ કરી લુંવૂ વાળી ઉપર નીચે કોથળી રાખી વણી લો.બને એટલું મોટુ વણવૂ
હવે ઍક નાના ઢાંકણ વડે ગોળ સ્માઇલી ફેસ બનાવો હવે સ્ટ્રો વડે આંખ બનાવો અને ચમચી ને ઉંધી કરી સ્માઈલ બનાવો.
આ રીતે બધાં સ્માઈલી ફેસ તેયાર કરી ગરમ તેલ મા ધીમા તાપે તળી લો.
સોસ સાથે સર્વ કરો.

નોંધ:લાલ મરચું પાવડર ની જગ્યા એ મરી પાવડર પણ વાપરી શકાય
સ્ટ્રો નાં હોઇ તો બોલપેન થી પણ આંખ બનાવી શકાય

તૌ તેયાર છે
પોટેટો સ્માઈલી

રસોઈ ની રાણી ચાંદની ચિંતન જોશી (જામનગર)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી