“પોટેટો નેસ્ટ” – આજે જ ટ્રાય કરો..

 

“પોટેટો નેસ્ટ”
સામગ્રી :-
 •  ૩ નંગ બાફેલા બટેટા
 •  ૧ ટે.સ્પુન બ્રેડ-ક્રમ્બ્સ
 •  ૧૦૦ gm ઝીણી સેવની બીરંજ
 •  ૧ ટી.સ્પુન મરી પાવડર
 •  મીઠું : જરૂર પ્રમાણે
 •  ૧/૨ કપ મેંદો
 •  ૧/૨ કપ તીખી બુંદી
 •  ૧ નંગ ઝીણા સમારેલ કાંદા
 •  ૧ નંગ ટમેટું : બી કાઢેલ
 •  ૧ ટી.સ્પુન ચાટ મસાલો
 •  લીલી ચટણી
 •  તીખી ચટણી
 •  ચણાનાં લોટની ઝીણી સેવ
 •  કોથમીર
 •  ૧ ક્યુબ ચીઝ
રીત :-
 • સૌ પ્રથમ બટેટા ને મૈશ કરી તેમાં મીઠું, મરી પાવડર અને બ્રેડ-ક્રમ્બ્સ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું.
 • આ મિશ્રણ ને એક વાટકી જેવો શેપ આપી વર્મીસેલી સેવ માં રગદોળી તેલમાં તળી લેવું.
 • તેની અંદર ઝારીથી તેલ નાખતા જવું જેથી અંદર પણ તળાય જાય.
 • તેને નીચે ઉતારી ઠંડુ પડવા દેવું.
 • એક અન્ય બાઉલ માં ઝીણા સમારેલ કાંદા, ટામેટા, તીખી બુંદી, મીઠું અને ચાટ મસાલો મિક્સ કરવા.
 • ત્યારબાદ બટેટાની તળેલ વાટકીમાં આ મિશ્રણ ભરી તેની ઉપર લીલી ચટણી અને તીખી ચટણી ઉમેરવી.
 • તેના પર કોથમીર તેમજ ચીઝ વડે ગાર્નીશિંગ કરવું અને ઠંડુ કરી સર્વ કરી ENJOY કરવું….!!!!

 સૌજન્યઃ હર્ષા મહેતા, રાજકોટ

શેર કરો આ ટેસ્ટી વાનગી તમારા મિત્રો સાથે અને દરરોજ આવી અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.