જલ્સા કરોને જેંતીલાલ

પોતાની ટીમને જીતાડવા સહન કર્યું દુઃખ, પણ ના જીતી શકી તેમની ટીમ… જાણો હરભજન શું જણાવે છે…

ચેન્નઈ ટીમને જીતાડવા જીવના જોખમે શેન વોટ્સને અંતિમ ક્ષણ સુધી છોલાયેલા ગોઠણે પણ રમી બાજી… તેને મેચ બાદ છ ટાંકા લેવા પડ્યા અને હજુ પણ ટ્રીટમેન્ટ ચાલુ છે.


શેન વોટ્સનઃ ક્રિકેટની જંગનો આ ખેલાડી લોહીમાં લથબથ ગોઠણે પણ પોતાની ટીમને જીતાડવાના છેક સુધી મરણિયાત પ્રયત્નો કરતો રહ્યો…

આઈ.પી.એલ. આમેય ક્રિકેટના ચાહકો અને દર્શકોને માટે સતત એક્સાઈટમેન્ટ અને એન્ટરટેઈનમેન્ટનું પહેલું ઓપ્શન હોય છે. તેમાં જો સેમી ફાઈનલ અને ફાઈનલ વખતનો માહોલ એટલો બધો ઉત્સાહથી ભરેલો હોય છે કે દરેકને એમ જ થતું કે હુંય બેટ અને બોલ લઈને હેલ્મેટ અને પેડસ પહેરીને મેદાન પર ઉતરી પડું…

આ વખતની વર્ષ ૨૦૧૯ની આઈ.પી.એલ.ની આખી સીઝન ખૂબ જ રોમાંચક રહી અને તેમાંય ખાસ રહી તેની ફાઈનલ મેચ… રવિવારે, ચેન્નઈ સુપર કિંગને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આઈ.પી.એલ.માં ચોથી વખત ફાઈનલ વિજેતા થઈ હતી. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ આ અનોખી અને એક્સાઈટેડ મેચની રમતનો સાક્ષી રહ્યો હતો.

આખરી ઓવર સુધી કોણ જીતશે તેની રસાકસી ચાલુ રહી અને અંતે છેલ્લા બોલે મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓના નામે આ ૧૨મી સીઝનનો ખિતાબ લખાયો. આખી રમત એક રનથી જ બદલાઈ ગઈ ત્યારે સૌના જીવ અંતિમ ઓવરના એક એક નખાતા દડા પર ચોંટ્યો હતો.

હાથમાં ટ્રોફી લેવા પછી તેમણે આખા ગ્રાઉન્ડ પર ફરીને દર્શકોનો આભાર માન્યો હતો. પરંતુ છેલ્લી ઓવર સુધી ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનિંગ બેસ્ટ મેન શેન વોટ્સને જીત્યું હતું. ચેન્નઈની ટીમે પોતાની જીતની બધી જ શક્યતાઓ ઊભી કરી મૂકી હતી. ૮ વિકેટે ૨૦ ઓવરમાં ૧૪૯ રન બનાવ્યા હતા. પરંતુ છેલ્લે ૮૦ રન કરીને રન આઉટ થયેલા શેન વોટ્સનના જવાથી આખી રમત ફરી ગઈ હતી.

મેંચ પૂરી થયા બાદ ચેન્નઈ ટીમ વતી હરભજન સિંહે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે રમત દરમિયાન શેન વોટ્સનને ઇજા પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં પણ તેઓએ ટીમને જીતાડવાના પ્રયત્નોમાં રમત ચાલુ રાખી હતી.

વોટ્સને આ વાતની કોઈ ટીમ મેમ્બરને જાણ નહોતી કરી અને પોતાનો દાવ રમ્યો હતો. તેઓ જ્યારે રન આઉટ થયા ત્યારે પ્લેવેલિયન પહોંચીને ખ્યાલ આવ્યો કે ગોઠણમાં ઇજા પહોંચી છે અને તેમાંથી લોહી પણ વહેતું હતું.

આઈ.પી.એલ. ૨૦૧૯ની ફાઈનલ મેચના અંતિમ તબક્કાની હાઈલાઈટ્સ ફરીથી જોઈશું તો ખ્યાલ આવશે કે શેન વોટ્સનને ડાબા પગમાં ઇજા પહોંચી છે. તેમના ટ્રાઉઝર પર લોહીના ડાઘા પણ ગોઠણના પેડ પાસેથી જોઈ શકાય છે. જે એ સમયે મેચના ઉત્સાહમાં નહોતો ખ્યાલ આવ્યો. તેમની મેડિકલ રીપોર્ટ મુજબ તેમને ૬ ટાંકા પણ આવ્યા છે.

વોટ્સનની એ રમત એટલી એક્સાઈટિંગ હતી કે આઈ.પી.એલ.ના ઇતિહાસમાં જરૂર નોંધાશે. તેમણે ૫૬ બોલમાં ૮ ચોકા અને ૪ છગ્ગા લગાવ્યા હતા. ઓપનિંગ બેટ્સ મેન તરીકે જ્યારે ચેન્નઈના ૮૨ રન કર્યા હતા ત્યાં સુધી ૪ વિકેટ પડી ગઈ હતી.

છેલ્લી ઓવર નજીક આવતાં સામે છેડે રમતા ઇવયાન બ્રાવો ૧૫ રન કરીને આઉટ થઈ ગયા. ઠાકોરની બોલિંગમાં છેલ્લી ઓવરના ચોથા બોલ પછી બે જ રન કરવાના હતા અને પાંચમા બોલે વોટ્સનની વિકેટ પડતાં ચેન્નઈની બધી જ આશાઓ ધરાશાઈ થઈ ગઈ.

આઈ.પી.એલ.ની સાઈટ પર એ તસ્વીરો અને મેચની બધી જ એક્સાઈટિંગ ઝલક જોઈ શકાશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version