પોતાની સ્વર્ગવાસી દીકરીને ૧૦૦ કરોડ ડોલરની કંપની સમર્પિત કરનાર આ ગુજરાતી ને ઓળખો છો ?

સફળતા હમેશા એમને જ મળે છે, જે વ્યક્તિ કોઈપણ પરિસ્થિતિનો અને મુશ્કેલીઓં સામે આવે તો પણ ડગતા નથી અને પોતાના લક્ષ તરફ આગળ વધતા જ રહે છે. આજની સફળતાની સ્ટોરી એવા વ્યક્તિની છે જેની બનાવેલી પ્રોડક્ટ આજે લગભગ દરેક ઘરમાં વપરાતી જ હશે. તમે પણ તે પ્રોડક્ટ વાપરતા હશો પણ હજી સુધી તમને એ વ્યક્તિને જાણતા નઈ હોવ. તો આવો આજે અમે તમને જણાવી દઈએ.

આજની આ સ્ટોરી એવા વ્યક્તિની છે જેમનું બાળપણ ખુબજ ગરીબીમાં વીત્યું હતું. ગરીબીના કારણે તેઓ ભણી પણ નોહતા શકતા. પરંતુ તેમની મેહનતને કારણે તેઓ આજે સફળતાના શિખર પર વિરાજમાન છે. આજે અમે વાત કરી રહ્યા છે નિરમા ગ્રુપના સ્થાપક કરશનભાઈ પટેલની.
તેમનો જન્મ એક ગરીબ ખેડૂતના ઘરે થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે ગામડાની જ શાળામાંથી લીધું હતું.

ત્યારબાદ રસાયણ શાસ્ત્રમાં તેમણે સ્નાતક કરેલું હતું. આપણા અમદાવાદથીજ તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમની પેહલી નોકરી કોઈ કેમિકલ કંપનીમાં હતી.

અમદાવાદ સ્થિત ન્યુ કોટન મિલ્સમાં તેઓએ થોડા સમય લેબ આસીસ્ટન્ટની પણ ફરજ બજાવી હતી. ત્યારબાદ તેમણે ગુજરાત સરકાર ના ખનન અને ભૂવિજ્ઞાન ડીપાર્ટમેન્ટ માં નોકરી શરૂ કરી હતી. તેમને પેહલે થી જ કઈક નવું અને અલગ કરવું હતું. એકવાર તેમણે એક વિચાર આવે છે જેના લીધે તેઓ આજે બિલિયન ડોલરના માલિક છે.

તેઓ જયારે લેબમાં નોકરી કરતા હતા ત્યારે તેમને કપડા ધોવાનો પાવડર બનાવાનો વિચાર આવે છે. તેઓ એવો પાવડર બનવા માંગતા હતા જેની ગુણવત્તા સારી હોય અને સાબુ કરતા સસ્તો હોય. ત્યારે તેમણે તેમના લેબ અનુભવને આધારે કામ કરવાનું શરૂ કર્યું.

ઘણા સમય પછી તેમણે સફળતા મળી તેમણે પીળા રંગનો પાવડર શોધી કાઢ્યો હતો જે સાબુ કરતા પણ વધારે સારી સફાઈ કરતો હતો અને સામાન્ય માણસના બજેટમાં પણ હતો.

કરશનભાઈ શરૂઆતમાં પોતાનો માલ જાતેજ સાઇકલ પર વેચવા લોકોના ઘરે ઘરે જતા હતા. તેમણે પોતાનો માલ વધારે વેચાય તેના માટે એક સ્કીમ રાખી હોય છે. જો તમારા કપડાની સફાઈ ના થાય તો તમને પાવડરના પૈસા પરત મળશે એવી જાહેરાત કરી દીધી.

પૈસા પાછા મળવાની ગેરંટી વાળો તેમનો આઈડિયા કામ કરી ગયો. લોકોને તેમની પ્રોડક્ટ પર ભરોસો થયો અને લોકો સામે ચાલીને પાવડર લેવા આવા લાગ્યા. હજી વધુ સારા વેચાણ માટે તેમણે પાવડરનો ભાવ ખુબજ ઓછો કરી નાખ્યો હતો.

A post shared by YASH Tv 🇴 (@yashtv555) on

તે સમયે બજારમાં વેચતા બીજા પાવડરનો ભાવ ૧૩ રૂપિયે કિલો હતો અને તેમના પાવડરનો ભાવ ૩ રૂપિયે કિલો હતો.

આજે કરશનભાઈની પસંદ નિરમા “સબકી પસંદ નિરમા” બની ગયું હતું. આજે નિરમા કંપનીમાં ૧૮૦૦૦ થી વધુ કર્મચારી કામ કરે છે. ૪૦૦ થી વધુ વિતરક અને ૨ લાખથી પણ વધુ ડીલર છે એમના નેટવર્કમાં. આજે કંપનીનું ટર્નઓવર ૧૦૦ કરોડ ડોલર થી પણ વધુ છે.

કરશનભાઈએ પોતાની કંપનીનું નામ તેમની પુત્રી “નિરુપમા” ના નામથી રાખેલ છે. તેઓએ આ કંપની તેમની દીકરીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સમર્પિત કરેલ છે.

લેખન-સંકલન : અશ્વિની ઠક્કર

મિત્રો, આપ સૌ ને આ સ્ટોરી પસંદ પડી હોય તો આગળ શેર કરજો…!!

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ