પોતાની પાઘડીના કલેક્શન જેવી 20 રોલ્સ રૉયઝ લેનાર આ શીખ નો શોખ જોઈ અચંબિત થશો..

એક મેણાનો જડબાતોડ જવાબ આપવા બ્રીટેનના આ સીખ કરોડપતીએ પોતાની પાઘડીની મેચીંગની 20 બ્રાન્ડ ન્યુ રોલ્સ રોય ખરીદી. બ્રીટેનનો આ બીલીયોનેર પંજાબી પોતાની પાઘડીના મેચીંગની રાખે છે રોલ્સ રોય્સ

image source

માણસને દરેક વસ્તુમાં મેચિંગ જોઈતું હોય છે. સ્ત્રીને સાડીના મેચીંગનો બ્લાઉઝ જોઈતો હોય છે, ટી શર્ટના મેચિંગનું પર્સ જોઈતું હોય છે, તો વળી પુરુષને પેન્ટના મેચીંગનું શર્ટ જોઈતું હોય છે. આમ માણેસને ક્યાંકને ક્યાંક મેચિંગ વસ્તુ તો જોઈતી જ હોય છે. પછી તે તેના શોખની વાત હોય કે જરૂરિયાતની વાત હોય.

image source

સ્ત્રીને પોતાની સાડીના મેચિંગનો બ્લાઉઝ ન મળે તો તેણી તે સાડીને કેન્સલ કરી દે છે અને જો પુરુષને પણ પતલુનના મેચિંગનું શર્ટ ન મળે તો તે તે દિવસે બીજી જ કોઈક જોડી પહેરી લે છે. આ બધા જ મેચીંગ સામાન્ય માણસને પોસાય તેવા હોય છે. પણ બ્રીટેનમાં રહેતા આ સરદારજીનો શોખ થોડો ! અરે થોડો નહીં પણ બહુ જ મોંઘો છે અને તે હજાર, લાખ રૂપિયા નહીં પણ કરોડો રૂપિયા મોંઘો છે.

image source

બ્રીટેનના આ કરોડપતિ આન્તરપ્રિન્યોરને છે પોતાની પાઘડીના રંગ સાથે મેચ કરતી કાર લેવાનો શોખ. અને આ કોઈ જેવી તેવી કાર નહીં પણ અત્યંત લક્ઝરિયસ એવી રોલ્સ રોય્સ કાર ! જેની કીંમતની શરૂઆત જ સાડા ચાર કરોડ રૂપિયાથી થાય છે.

image source

બિટ્રેનના આ બિલિયોનેરનું નામ આમ તો રુબેન સિંઘ છે પણ લોકો તેને બોલરના નામે ઓળખે છે. બોલરને પોતાની પાઘડીઓ સાથે મેચ કરતી રોલ્સ રોય્સ કાર લેવાનું ઘેલુ 2017થી લાગ્યું હતું. વાસ્તવમાં તેમની પાઘડી પર કોઈકે કટાક્ષ કરીને તેને બેન્ડેજ એટલે કે પાટો ગણાવ્યો હતો અને તે વાત રુબેનને લાગી આવી હતી.

image source

તેમની પાઘડી પર એક ઇંગ્લિશ વ્યક્તિ દ્વારા આ રેસિસ્ટ કમેન્ટ પાસ કરવામાં આવી હતી. અને તેની સાથે જ તેમણે શરત લગાવી હતી. આ શરત આ બન્ને વચ્ચે એક ચેરિટિ માટે લગાવવામાં આવી હતી. શરત એ હતી કે બોલર એટલે કે રુબેન સિંહ પોતાની પાઘડીના રંગને પોતાની કાર સાથે સાત દિવસ સુધી મેચ નહીં કરી શકે. રુબેન સિંહે આ શરતને એક પડકાર તરીકે સ્વિકારી અને તે દ્વારા તેમણે પોતાના પરંપરાગત વસ્ત્રો વિષે જાગૃતિ અને માન્યતાના હેતુથી ફેલાવવા માંડી.

image source

આ શરતને પુરી કરવા માટે રુબેને સતત સાત દિવસ સુધી ભાત-ભાતના રંગો વાળી પાઘડીઓ પહેરી અને તેની સાથે કોઈ જેવી તેવી કાર નહીં પણ રોલ્સ રોય્સને મેચ કરી. તેમણે પોતાની આ ચેલેન્જ વિષે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટ પણ કર્યું હતું, તેમણે લખ્યું હતું, “તાજેતરમાં કેઈકે મારી પાઘડીને ‘બેન્ડેજ (પાટો)’ કહીને તેનું અપમાન કર્યુ હતું. પાઘડી એ મારો તાજ છે મારું અભિમાન છે.”

image source

તેમની આ શરત એટલી બધી વાયરલ ગઈ હતી અને ખાસ કરીને તેમની પાઘડી સાથે મેચ કરતી વિવિધ રંગીન કારો સાથેની તસ્વીરના કારણે તેઓ ખુબજ પ્રખ્યાત બની ગયા હતા. અને તેની સાથે સાથે રુબેન સિંઘનો હકારાત્મક અને પ્રેરણાત્મ મસેજ પણ લોકોને ખુબ પસંદ આવ્યો હતો. આજે રુબેન સિંઘ પાસે રોલ્સરોય્સના એક એક નગીનાઓ તેમના પાર્કિંગ ગેરેજમાં છે. તેને બ્રીટેનમાં ‘ધી જ્યુલ્સ કલેખક્શન બાય સિંઘ ફ્રોમ રોલ્સ રોય્સ’ કહેવામાં આવે છે. આજે તે પોતાની પાઘડીને મેચ થાય તેવી મોંઘેરી લક્ઝરિયસ કાર લેવા સક્ષમ છે.

image source

આજે શ્રીમાન સિંઘના ગેરેજમાં રોલ્સરોય્સના 20 મોડેલ ખડા છે. આ ઉપરાંત રુબેન પાસે બુગાડી વેરોન, પોર્શે 918 સ્પાયડર, મેક્લેરેન પી1 અને ફેરારી એફ 12 બેર્લીનેટા પણ છે. શ્રીમાન સીંઘ પુષ્કળ પાઉન્ડ કમાય છે અને તેને પોતાના કાર્સ પ્રત્યેના પ્રેમ પાછળ પણ પુષ્કળ પ્રમાણમાં વાપરી જાણે છે. કારણ કે તેઓ એક વાતમાં વિશ્વાસ ધરાવે છે, “જ્યાં સુધી તમારા કૃત્યથી કોઈ દુઃખી ન થતું હોય, હસો અને તમારા મનમાં જે હોય તે કરો”

image source

રુબેન સિંઘ બ્રીટેનમાં એક મોટા વ્યવસાયી છે. તેઓ ઓલ ડે પીએ અને આઈશર કેપિટલના સીઈઓ છે. તેઓ 1990ના દાયકાથી વ્યવસાયમાં કાર્યરત છે. એક વખતે બ્રીટેનના પ્રાઈમ મિનિસ્ટર ટોની બ્લેરે પણ તેમને ગવર્નમેન્ટ એડવાઈઝરી પેનલમાં નાના ધંધાઓને વિકસાવવા હેતુ સલાહકાર તરીકે જોડાવાનું આમંત્રણ આપવામા આવ્યુ હતું. તેમને યુ.કેમાં લોકો ‘બ્રીટીશ બિલ ગેટ્સ’ કહીને બોલાવે છે.

image source

તેમનો જન્મ ધનાડ્ય બ્રીટીશ સીખ પરિવારમાં થયો હતો. તેમના પિતા 1970માં યુ.કેમાં સ્થાયિ થયા હતા તેઓ એક વિશાળ ઇમ્પોર્ટ વ્યવસાય ધરાવતા હતા. પણ પિતાથી અલગ રુબેન સિંઘે 1995માં મિસ એટીટ્યુડ નામની રીટેલ ચેઈન ખોલી હતી જેમાં તેઓ છોકરીની એસેસરીઝનું વેચાણ કરતા હતા માત્ર થોડા જ વર્ષોમાં સમગ્ર યુ.કેમાં તેમની 100 કરતાં પણ વધારે મિસ એટીટ્યડ દુકાનો થઈ ગઈ હતી.

image source

આ સિવયા પણ તેઓ અન્ય કેટલાક સફળ વ્યવસાયો ચલાવે છે. તેઓ બ્રિટેનની એક સમ્માનનિય વ્યક્તિ છે. તેમને તેમની એન્ટરપ્રિન્યોરશિપ માટે ઘણા બધા સમ્માન આપવામાં આવેલા છે. 2005માં તો તેમને દુબઈના રોયલ હાઈનેસ શેખ મોહમ્મદ બિન અલ મકતૌમ દ્વારા આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. અને 1998માં વિશ્વના સૌથી યુવાન જાત મહેનતે કરોડપતિ બનેલા વ્યક્તિ માટે તેમનું નામ ગિનસબુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધવામાં આવ્યું હતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ