જાણો શું છે પોસ્ટપોર્ટમ હેમરેજ ?
પ્રસુતિ બાદ મહિલાઓને રક્તસ્ત્રાવ થતો હોય છે. ડિલિવરી પછી જ્યારે પ્લાસેંટા વજાયનામાંથી બહાર આવે છે તો વધારે પ્રમાણમાં બ્લીડિંગ થાય છે. ડિલિવરી પછી વધારે પ્રમાણમાં શરીરમાંથી રક્ત વહી જાય તેને પોસ્ટપોર્ટમ હેમરેજ કહે છે.
બાળકના જન્મ બાદ આ સ્થિતિની ખબર પડે છે. પોસ્ટપોર્ટમ હેમરેજ ત્યારે ગણાય છે જ્યારે સ્ત્રીના શરીરમાંથી નોર્મલ ડિલિવરી બાદ 500 એમએલ અને સી-સેક્શન પછી 1000 એમ એલ બ્લડ લોક થાય છે.

જો આ બ્લડ લોક 24 કલાકમાં બંધ ન થાય તો તેને પ્રાઈમરી હેમરેજ કહે છે.
શા માટે થાય છે પોસ્ટપોર્ટમ હેમરેજ?
પોસ્ટપાર્ટમ હેમરેજ ત્યારે થાય છે જ્યારે બાળકના જન્મ પછી યૂટ્રસ બરાબર રીતે સંકોચાય નહીં. બાળકનું વધારે વજન, ટ્વીન્સ બાળકો હોય ત્યારે યૂટ્રેસ વધારે ખુલી જાય છે પરંતુ ડિલિવરી પછી તે સંકોચાતું નથી. પોસ્ટપાર્ટમના અન્ય કારણ..

– વજાયના અને એનસ પાસેની ત્વચા ફાટી જવી.
– વધારે પડતું ખુલી ગયેલું ગર્ભાશય.
– બાળકના જન્મ પછી પ્લાસેંટા બહાર ન આવે ત્યારે.
– લેબર પેનનો સમય વધારે કલાકો સુધી ચાલે ત્યારે.
– હાઈ બ્લડ પ્રેશર હોય ત્યારે પણ આ જોખમ વધે છે.

પોસ્ટપાર્ટમ હેમરેજના લક્ષણ
– ડિલિવરી પછી પણ રક્ત પ્રવાહ થતો રહે.
– હૃદયની ગતિ વધી જવી.
– બીપી ઘટી જવું.

– ચક્કર આવવા કે બેભાન થવું.
– યોનિ માર્ગ આસપાસ સોજો આવી જવો.
– વજાયનામાં અને આસપાસ દુખાવો થવો.
પોસ્ટપાર્ટમની સારવાર

પોસ્ટપાર્ટમની સારવાર તુરંત શરૂ કરવી જરૂરી છે. સૌથી પહેલા જાણવામાં આવે છે કે બ્લીડિંગનું કારણ શું છે. વધારે રક્ત વહી જાય તો તુરંત રક્ત ચઢાવવાનું શરુ કરવામાં આવે છે. બીપી સતત ચકાસતા રહેવું પડે છે.
જો ડિલિવરીમાં પ્લાસેંટા બહાર ન આવે તો ઓપરેશન કરી તેને કાઢવામાં આવે છે. જો આ ટ્રીટમેન્ટ પછી પણ રક્ત પ્રવાહ બંધ ન થાય તો અંતિમ સ્ટેપ હોય છે ગર્ભાશય કાઢી નાખવાનું. ડોક્ટર ઓપરેશન કરી ગર્ભાશય કાઢી નાખે છે. આમ કરવાથી બ્લીડિંગ અટકી જાય છે.
:max_bytes(150000):strip_icc()/examining-the-belly-of-a-pregnant-woman-874118774-5aef09f1119fa800378dc426.jpg)
માતાની સંભાળ જરૂરી
પોસ્ટપાર્ટમ હેમરેજ થાય એટલે જરૂરી નથી કે મહિલાએ ગર્ભાશય કઢાવવું જ પડે છે. ઘણીવાર સર્જિકલ ઉપકરણની મદદથી પણ મહિલાઓની પોસ્ટપોર્ટમ હેમરેજની સમસ્યાને દૂર કરી શકાય છે. જો કોઈપણ મહિલાને પોસ્ટપાર્ટમ હેમરેજની સમસ્યા થઈ ચુકી હોય તો તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે.

ડિલિવરી પછી બાળકની સાથે માતાની કાળજી પણ રાખવી અનિવાર્ય છે. માતાના શરીરમાંથી રક્ત વહી ગયું હોવાથી શરીર નબળું પડી જાય છે. તેથી માતાને સમયે સમયે પૌષ્ટિક આહાર આપતા રહેવું.
:max_bytes(150000):strip_icc()/85770886-56a76edc5f9b58b7d0ea74ca.jpg)
શરીરમાં રક્ત વધારે તેવા શાકભાજી આપવા જરુરી છે. ડિલિવરી પછી જ્યારે પણ વધારે પ્રમાણમાં બ્લીડિંગની સમસ્યા થાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો. આવી સ્થિતિમાં બેદરકારી દાખવવી યોગ્ય નથી. ડિલીવરી પછી કેટલાક મહિના નિયમિત સ્ત્રીએ પોતાનું ચેકઅપ પણ કરાવવું જરૂરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ