પોસ્ટ ઓફીસની આ સ્કિમમાં રોકાણ કરો અને વર્ષે મેળવો ૩૨૦૦૦ કરતા પણ વધુ રકમ!

ઘેર બેઠા પણ તમે સરળતાથી તમારી રકમ ઊભી કરી શકો છો. જાણીએ થોડી પોસ્ટ ખાતાની બચત યોજના વિશે.

કહે છે ને કે જુવાનીનું રળયુ પાછલી ઉંમરમાં વધુ કામ લાગતું હોય છે. કારણ ઘડપણની અવસ્થા એવી છે કે ત્યારે શરીર થાક્યું હોય છે અને મન પણ શાંતિ ઝંખે છે. પણ ત્યારે પણ આજીવિકાનો પ્રશ્ન તો હોય જ છે.

આપણે ત્યાં એવી કહેવત છે કે એક તાવડી તેર વાના માંગે. એટલે કે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી જરૂરિયાતો રહે છે અને એ જરૂરિયાતોને પૂરી કરવા માટે નાણાંની જોગવાઇ પણ કરવી જરૂરી હોય છે. એટલે જ શાણો માણસ પહેલેથી થોડી થોડી નાની નાની બચત દ્વારા પણ પોતાના ઘડપણની વ્યવસ્થા કરી રાખતો હોય છે.

image source

સરકારી નોકરીમાં કામ કરતા લોકો તો જ્યારે નિવૃત થાય ત્યારે તગડી રકમ અને પેન્શનની જોગવાઈ સાથેની નિવૃત્તિ મેળવે છે. પણ સમાજનો એક વર્ગ એવો પણ છે કે જે પોતાનું કામ કરે છે તેની પાસે નિયમિત બચત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમના માટે બચત કરવા માટેની ઘણી યોજનાઓ છે. બેંકમાં ડિપોઝિટ કરાવી શકાય છે.

image source

પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ખોલાવી શકાય છે, મ્યુચ્યુઅલ ફંડમાં અને આવડત હોય તો શેરબજારમાં પણ નાણાં રોકી શકાય છે. નાના રોકાણમાં થોડું જોખમ તો ઉઠાવવું પડે છે પરંતુ પોસ્ટ ખાતાની યોજનાઓ સિક્યોરિટીઝ પૂરી પાડતી યોજનાઓ છે. ફાયદાકારક પણ છે અને મહત્તમ વળતર આપતી યોજનાઓ પણ છે.

ચાલો થોડી પોસ્ટ ખાતાની સરળ બચત યોજના આ અંગે જાણકારી મેળવીએ.

monthly income scheme

image source

પોસ્ટ ખાતાની આ એક એવી યોજના છે જેમાં તમે એક જ નામના એકાઉન્ટ પર સાડા ચાર લાખ રૂપિયા સુધીની રકમ રોકી શકો છો અને પ્રતિમાસ તેનું વ્યાજ મેળવી શકાય છે. જો બે નામનું જોઈન્ટ એકાઉન્ટ ખોલવામાં આવે તો નવ લાખ રૂપિયા સુધીની રકમ monthly income scheme એકાઉન્ટમાં રોકી શકાય છે.નવ લાખના રોકાણ પર પ્રતિમાસ આશરે 5000 રૂપિયા જેટલી રકમ વ્યાજ સ્વરૂપે મેળવી શકાય છે.

image source

monthly income scheme માં એકાઉન્ટ ખોલાવવા માટે ઓછામાં ઓછા પંદરસો રૂપિયા થી એકાઉન્ટ ખોલાવી શકાય છે.

આ યોજનાનું વ્યાજ પ્રતિમાસ 7.3% મળતું હોય છે. યોજનાની સમયમર્યાદા પાંચ વર્ષની છે પાંચ વર્ષ સુધી રોકાયેલા નાણા પર પ્રતિમાસ વ્યાજ મળતું રહે છે અને સમયમર્યાદા પૂરી થતા રોકેલી રકમ પૂરેપૂરી પાછી મળે છે.

image source

આ અંગે વધારાની માહિતી મેળવવા ગુગલ પર ઇન્ડિયા પોસ્ટ સર્ચ કરી શકાય છે.

પોસ્ટ ખાતાની અન્ય એક યોજના પણ છે જેને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ના નામે આપણે સૌ ઓળખીએ છીએ. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં રોકવામાં આવેલા નાણા પર વાર્ષિક 8% વ્યાજ ઉપલબ્ધ છે. સો રૂપિયા કે તેથી વધુ રકમના એનએસસી લઈ શકાય છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ મા કરેલું રોકાણ ઇન્કમટેક્સમાંથી પણ બાદ મળે છે..

image source

એને સીમા રોકાણની કોઈ સીમા મર્યાદા નથી. તેમાં અનુકુળતા મુજબ રોકાણ કરી શકાય છે.

તાજેતરમાં પોસ્ટ ખાતા દ્વારા લાગુ પાડવામાં આવેલી ટર્મ ડિપોઝિટ સ્કીમ પણ રોકાણ કરવા અને સારું વળતર મેળવવા ઉપયોગી બચત યોજના છે. ટર્મ ડિપોઝિટ યોજનામાં રોકાયેલા નાણાં પર ચક્રવૃદ્ધિ વ્યાજના દરે દર ત્રણ મહિને વ્યાજ મેળવી શકાય છે. પોસ્ટ ખાતામાં કરેલું રોકાણ સલામત રોકાણ છે અને સારુ વળતર આપતું રોકાણ છે. લાંબાગાળાના રોકાણ માટે આ યોજનાઓ વિચારવા જેવી ખરી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ