જલ્સા કરોને જેંતીલાલ

આજની પોઝિટિવ સ્ટોરી: અમેરિકાની વિવિધ હોસ્પિટલોમાં વર્લ્ડ વિગન વિઝનના નીતિન વ્યાસના સંયોજનમાં ડોકટરો અને મેડિકલ સ્ટાફને જમવાનું પહોંચાડતી સંસ્થાઓ, મંદિરોમાં રાશન પહોંચાડાયું

આજની પોઝિટિવ સ્ટોરી

image source

અમેરિકાની વિવિધ હોસ્પિટલોમાં વર્લ્ડ વિગન વિઝનના નીતિન વ્યાસના સંયોજનમાં ડોકટરો અને મેડિકલ સ્ટાફને જમવાનું પહોંચાડતી સંસ્થાઓઃ

મંદિરોમાં રાશન પહોંચાડાયું…

image source

જેમ ભારતમાં વિવિધ સંસ્થાઓ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે, તે જ રીતે અમેરિકામાં પણ થઈ રહ્યું છે. વર્લ્ડ વિગન વિઝન, એસએસએઆઈ (Sight Saving Academy of India Inc (SAAI)) અને ઈસ્કોન મંદિર જેવી સંસ્થાઓ ન્યૂ યોર્ક અને ન્યુ જર્સીની વિવિધ હોસ્પિટલોના ડોકટરો અને મેડિકલ સ્ટાફને અનેક દિવસો સુધી ફૂડ પેકેટ પહોંચ્યાં છે.

image source

આ ભલા કાર્યમાં SKN foundation, India Health Camp of NJ, Pooja Restaurant, Rajbhog foods, Royal Albert’s Palace, Indian American Community of North America, mission mask and FISANA જેવી સંસ્થાઓ પણ જોડાઈ હતી.

United Rudra Foundation, Royal Rice સાથે મળીને વિવિધ મંદિરોમાં રાશન પણ પહોંચતું કર્યું છે. આ આખી પ્રવૃત્તિના સંયોજક અને વાહક નીતિનભાઈ વ્યાસ કહે છે કે જ્યારે કોરોના હાઈ પીચ પર હતો ત્યારે પણ અમે આ સેવા ચાલુ રાખી હતી.

વ્યુ યોર્ક અને ન્યુ જર્સીની હોસ્પિટલમાં ફૂડ પેકેટ આપવા ઉપરાંત કીટ તથા માસ્કનું પણ વિતરણ કર્યું હતું. નીતિનભાઈ ઉપરાંત નરેનભાઈ ચાૈધરી, ડો. સુનિલભાઈ પરીખ, ઉમા સ્વામિનાથન્ પણ જોડાયાં હતાં. અમિતાબહેન પટેલ (ન્યુ જર્સી) તો જાતે માસ્ક બનાવીને તેનું વિતરણ કર્યું હતું.

નીતિનભાઈ રહે છે, ખૂબ જ જોખમી સ્થિતિમાં અમે સતત 21 દિવસ આ પ્રવૃત્તિ કરી શક્યા તેનો અમને આનંદ અને સંતોષ છે. હોસ્પિટલમાં વિગન ફૂડ અપાતું હતું. ફૂડ પેકેટમાં રાઈસ-દાલ, રોટી, બે શાક અને એક સ્વીટ આપવામાં આવતાં હતાં.

ન્યુ યોર્કમાં એચ..કે. શાહના નેજા હેઠળ આશરે ત્રણ દાયકાથી વર્લ્ડ વિગન વિઝન નામની સંસ્થા વિગન અને શાકાહારના પ્રસારનું કાર્ય અસરકારક રીતે કરે છે. આ સંસ્થા કોઈ પણ મુશ્કેલીમાં સક્રિય થાય છે અને સમાજની પડખે ઊભી રહે છે.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version