જાણો કેમ ભરવો પડ્યો અમદાવાદના સ્પોટ્રર્સ કારના માલિકને અધધધ..રુપિયાનો દંડ

અમદાવાદના સ્પોર્ટ્સ કારના માલિકે ભર્યો અધધ કીંમતનો દંડ, અમદાવાદના પોર્શેના માલિકે ભર્યો 27.68 લાખ રૂપિયાનો દંડ

અમદાવાદમાં રહેતાં પોર્શે 911 સ્પોર્ટ્સ કારના માલીકે ગઈ કાલે દેશનો સૌથી વધારે ટ્રાફિક દંડ ભર્યો છે. જો કે જેવું વેહીકલ તેવો દંડ આ ભાઈની ગાડી પણ કંઈ ઓછી મોંઘી નથી. તેમની 2 કરોડની પોર્શે સામે આ ભાઈએ 27.68 લાખ રૂપિયાનો દંડ ભર્યો છે.

image source

ગયા વર્ષના નવેમ્બરમાં એટલે કે જ્યારે સમગ્ર દેશમાં નવા ટ્રાફિક નિયમો લાગુ પાડવામાં આવ્યા તે વખતે અમદાવાદના ટ્રાફિક પોલીસે પોર્શે ગાડીને અટકાવી હતી અને તપાસ દ્વારા ટ્રાફિક પોલીસને જાણવા મળ્યુ હતું કે તેના માલિક પાસે કારના વેલીડ ડોક્યુમેન્ટ્સ નહોતા. જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે તે કાર 2017માં ઇન્પોર્ટ કરવામા આવી હતી. કારના માલિકે 2017થી આ કારનું રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું.

આમ પોર્શે સ્પોર્ટ્સ કારના માલિકને ટેક્સ નહીં ભરવાના કારણે કુલ 27.68 લાખનો દંડ કરવામાં આવ્યો હતો જેમાંથી 16 લાખ તેમનો મોટર વેહિકલ ટેક્સ હતો જે તેમણે હજુ સુધી નહોતો ભર્યો, 7.68 લાખ રૂપિયા તે ટેક્સ નહીં ભર્યાનું વ્યાજ હતું અને 4 લાખનો તેમને દંડ કરવામાં આવ્યો હતો.

image source

ગત મંગળવારે કારના માલીક રનજીત દેસાઈએ આ બધો જ દંડ અમદાવાદ રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ભરીને પોતાની કાર પાછી મેળવી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. વીર્જાએ તેમની આ સિલ્વર રંગની સ્પોર્ટ્સ કાર નવેમ્બરમાં જપ્ત કરી હતી.

તાજેતરમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે RTO પહોંચનો ફોટો પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કરી દાવો કર્યો છે કે આ દંડ દેશનો સૌથી વધારે કીંમતનો દંડ છે.

નવેમ્બરમાં જ્યારે આ કાર પકડાઈ હતી અને તેને દંડ ફટકારવામાં આવ્યો હતો તે વખતે પણ અમદાવાદ પોલીસના ટ્વીટર અકાઉન્ટ પર ફોટા સાથે ટ્વીટ કરવામાં આવ્યું હતું. તે જ ટ્વીટને અમદાવાદ પોલીસે રીટ્વીટ કર્યું છે. તે વખતે ટ્વીટ કરવામાં આવ્યું હતું કે રુટીન ચેકઅપ દરમિયાન પોર્શે 911 કારને પીએસઆઈ એમબી વીર્જા દ્વારા પકડવામાં આવી હતી. તે વાહનને નંબર પ્લેટ પણ નહોતી અને કોઈ વેલીડ ડોક્યુમેન્ટ્સ પણ નહોતા. અને માટે જ વાહનને જપ્ત કરી લેવામાં આવ્યું હતું. અને 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

પણ જ્યારે તેનો માલિક દંડ ભરવા ગયો ત્યારે RTOએ જુના રેકોર્ડ શોધ્યા ત્યારે તેમને ખબર પડી કે તે વાહનને તો રજીસ્ટર્ડ પણ નહોતું કરવામાં આવ્યું અને માટે માલિકને 27.68 લાખનો દંડ ફટકારવામાં આવ્યો.

આ કાર 2017માં ઇન્પોર્ટ કરવામાં આવી હતી. માટે તેના માલિકે શરૂઆતમાં તેનું રજિસ્ટ્રેશન હરિયાણામાં કરાવ્યું હતું, જ્યારે કારને પકડવામાં આવી ત્યારે તેના પર નંબર પ્લેટ નહોતી. હવે કાર ગુજરાતમાં હોવાથી RTOએ લાઇફ ટાઈમ ટેક્સની ગણતરી કરી, તેમાં ટેક્સ તેમજ તેના પરનું વ્યાજ અને દંડ એમ થઈને 27.68 લાખ કારના માલિકને ભરવાના આવ્યા હતા.

image source

આ ગાડી પશ્ચિમ અમદાવાદના અત્યંત પોષ ગણાતા સિંધુ ભવન રોડ પર પકડવામાં આવી હતી. નવેમ્બરમાં તે વખતે આ ઉપરાંત પણ આવી બીજી 10 લક્ઝરિયસ કાર જપ્ત કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ