જલ્સા કરોને જેંતીલાલ

પોપટલાલને એક જ નજરમાં ગમી ગઇ આ ફેશનવાળી અભિનેત્રી, શું આ જગ્યા પર કરશે પ્રપોઝ!

પોપટ કા દિલ

બોલીવુડની પ્રસિદ્ધ એક્ટ્રેસ રાધિકા મદાનની આજ રોજ થીયેટરમાં રીલીઝ થયેલ ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’માં સાથી કલાકાર ઈરફાન ખાન છે, પરંતુ ઈરફાન ખાનની તબિયત સારી ના હોવાના કારણે ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ના પ્રમોશનની જવાબદારી હવે રાધિકા મદાન પર આવી ગઈ છે. તાજેતરમાં જ રાધિકા મદાન ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ના પ્રમોશન માટે સબ ટીવીના પ્રસિદ્ધ શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર પહોચી ગઈ હતી.

image source

અત્યારે સોશિયલ મીડિયા પર રાધિકા મદાનના ફોટોઝ ખુબ વાઈરલ થઈ રહ્યા છે. એક રીપોર્ટ મુજબ જલ્દી જ સબ ટીવીના પ્રસિદ્ધ શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રાધિકા મદાન ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ જોવા માટે ગોકુલધામના એકમેવ સેક્રેટરી આત્મારામ ભીડે અને તેમના પત્ની માધવી ભીડેને આમંત્રણ આપવા માટે આવે છે. જયારે રાધિકા મદાન ગોકુલધામમાં પહોચે છે ત્યારે પોપટલાલ રાધિકા મદનને જોઈ જાય છે અને પોપટલાલનું દિલ રાધિકા મદાન પર આવી જાય છે. રાધિકા મદાનના આ આમંત્રણને માન આપીને ભીડે પરિવાર સાથે ટપુ સેના પણ ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ જોવા માટે થિયેટર પહોચે છે. ત્યારે પોપટલાલ પણ ભીડે પરિવાર અને ટપુ સેનાની પાછળ પાછળ થિયેટર પહોચી જાય છે.

image source

જ્યાં રાધિકા મદાન ભીડે પરિવાર અને ટપુ સેનાને મળે છે રાધિકા મદાનને જોતા જ પોપટલાલનું દિલ તેના પર આવી જાય છે. એટલા માટે પોપટલાલ પોતાનું નસીબ અજમાવવા રાધિકા મદાનને પૂછશે કે શું આપના મેરેજ થઈ ગયા છે? તેમજ હવે જોવાનું રહેશે કે રાધિકા મદાન પોતાના લગ્ન માટે ઉત્સુક એવા પોપટલાલને કેવી રીતે સંભાળશે? તેમજ આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’માં હોળીના અવસરની ખુબ ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.

image source

ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ના પ્રમોશન સાથે જ આ શોમાં એક નવો ટ્વિસ્ટ પણ આવી ગયો છે. હવે આ ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ની વાત કરીએ તો આ ફિલ્મમાં રાધિકા મદાન સાથે ઈરફાન ખાન તો જોવા મળશે જ ઉપરાંત કરીના કપૂર પણ ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’માં મુખ્ય પાત્ર નિભાવતા જોઈ શકાશે. ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’માં માતાપિતાના સંઘર્ષની સ્ટોરી બતાવવામાં આવશે. માતાપિતા પોતાની પુત્રીના સપનાને પુરા કરવા માટે પિતાને કેવો અને કેટલો સંઘર્ષ કરવો પડે છે તેના વિષયને લઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ આજે એટલે કે ૧૩ માર્ચના રોજ થીયેટરમાં રીલીઝ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version