આ ટ્રિકથી ચપટીમાં ચમકાવી લો તમારા પૂજાના વાસણો, સરળતાથી થઈ જશે કામ

વ્રત આવતા પહેલા પુજાના વાસણને સાફ કરવા જરૂરી હોય છે. જો કે, કેટલીક વાર પુજાના વાસણ એટલા બધા ગંદા થઈ જાય છે કે, તેને સાફ કરવા મુશ્કેલ થઈ જાય છે. આ લેખમાં અમે આપને પૂજા કરવાના ઉપયોગમાં લેવાતા તાંબા અને પિત્તળના વાસણને સાફ કરવા માટે કેટલાક સરળ ઉપાયો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

image soucre

શ્રાવણ માસ શરુ થતાની સાથે જ પૂજા- પાઠ થવાની શરુઆત થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં લોકો પોતાના ઘરની અને મંદિરની સાફ- સફાઈ કરવા લાગે છે. પરંતુ કેટલાક લોકો માટે પૂજા કરવા માટે ઉપયોગમાં લેવાતા વાસણોને સાફ કરવા કોઈ પડકાર કરતા ઓછા હોતા નથી. આવું એટલા માટે કેમ કે, પૂજા- પાઠમાં મોટાભાગે પિત્તળ અને તાંબાના વાસણનો ઉપયોગ થાય છે અને તેની પર ઘી અને તેલ લાગી જવાના લીધે ગંદા થઈ જાય છે. જો પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતા વાસણોને લાંબા સમય સુધી સાફ નથી કરવામાં આવતા તો એના ડાઘ એટલા બધા જીદ્દી થઈ જાય છે કે, તે સહેલાઈથી નીકળતા પણ નથી.

image soucre

પિત્તળ અને તાંબાના વાસણ હોવાના કારણે કેટલીક વાર વાસનો ખુબ જ કાળા પડી જાય છે. એવામાં પુજાના ગંદા વાસણને સાફ કરવા મુસીબતનું કામ લાગે છે. આજે અમે આપને આ લેખમાં એવા કેટલાક સરળ ઉપાયો વિષે જણાવી રહ્યા છીએ જેનાથી આપ પુજાના વાસણોને સરળતાથી સાફ કરી શકશો.

image soucre

-પુજાના પિત્તળના વાસણોને સાફ કરવા માટે આપે એક નવો સ્કોચ બ્રાઈટ લેવું અને તેમાં ડીટર્જન્ટ પાઉડર લગાવીને વાસણ પર ઘસો. આપે ડીટર્જન્ટ પાઉડરને સુકો જ ઘસવાનો છે. જયારે વાસણોમાં ચમક આવી જાય છે તો એને પાણીથી ધોઈ લો.

image soucre

-પિત્તળ અને તાંબાના વાસણોને સાફ કરવા માટે આપ આમલીનો પણ ઉપયોગ કરી શકો છો. એના માટે આમલીને પલાળીને પલ્પ બનાવી લેવો. હવે આ આમલીના પલ્પથી વાસણને ઘસીને સાફ કરો. સ્ક્રબરની મદદથી વાસણ ઘસી લીધા બાદ વાસણોને ચોખ્ખા પાણીથી ધોઈ લેવા.

image soucre

-આપ ઈચ્છો છો ટ પુજાના તાંબા અને પિત્તળના વાસણને સફેદ વિનેગરની મદદથી પણ સાફ કરી શકો છો. એના માટે આપે સફેદ વિનેગરને પાણીમાં નાખીને એક કલાક સુધી ઉકાળવું. હવે એમાં સાબુ અને પાણી ભેળવી લેવું. હવે આ મિશ્રણની મદદથી વાસણને ધોઈ લેવા જોઈએ.

image soucre

-આપે બે ચમચી ઘઉનો લોટમાં એક ચમચી મીઠું અને એક ચમચી સફેદ વિનેગર ભેળવીને પેસ્ટ બનાવી લેવી. જો આપની પાસે વિનેગર નથી તો આપ લીંબુનો ઉપયોગ કરી શકો છો. હવે આ પેસ્ટને પુજાના વાસણો પર લગાવીને થોડીક વાર માટે એમ જ રહેવા ડૉ. ત્યાર બાદ ઘસીને સાફ કરી લેવા.

image soucre

-આપ ઈચ્છો છો તો મીઠાના પાણીથી પણ પુજાના વાસણોને સાફ કરી શકો છો. એના માટે કાપેલા લીંબુ પર મીઠું નાખીને પુજાના તાંબા અને પિત્તળના વાસણો પર ઘસી લો. એના સિવાય આપ કોઈપણ ટૂથપેસ્ટની મદદથી પણ વાસણ ચમકવા લાગે છે. ટુથપેસ્ટને વાસણ પર લગાવીને થોડીક વાર માટે રહેવા દો. થોડીક વાર પછી સ્ક્રબરની મદદથી ઘસીને ધોઈ લેવા.