જલ્સા કરોને જેંતીલાલ

પૂજા કરતી વખતે આ દીશા તરફ મોઢું કરીને બેસવાથી શુભ ફળ મળે છે…

વિશ્વના કોઈ પણ ધર્મમાં દીશાનું ખુબ જ મહત્તવ છે પછી તે દીશા ઘર માટેની હોય મંદીર માટેની હોય કે પછી પુજા કરવા માટેની હોય. આ દરેક વસ્તુ માટે યોગ્ય દીશા પહેલેથી જ નક્કી કરવામાં આવેલી હોય છે. પહેલાના સમયમાં માત્ર મંદીર માટે જ યોગ્ય દીશા જોવામાં આવતી હતી પણ આજે લોકો પોતાના ઘર પણ યોગ્ય દીશા પ્રમાણે જ લે છે.


આજે ઘરનો પ્રવેશ દ્વાર કોઈ ચોક્કસ દીશામાં હોવો જોઈએ, તો ઘરનો પૂજા રૂમ યોગ્ય દીશામાં હોવો જોઈએ વિગેરે બાબતોનું ઘરના નિર્માણ વખેત ખુબ જ ધ્યાન રાખવામાં આવે છે. અને ઘણા લોકો તો પ્રોપર વાસ્તુ શાસ્ત્રના જાણકારની તે માટે સલાહ પણ લેતા હોય છે.


હીન્દુ ધર્મ પ્રમાણે દરેક ઘરમાં મંદીરની સ્થાપનાને ફરજીયાત માનવામાં આવી છે. અને માત્ર તેટલું જ નહીં પણ આ મંદીરમાં નિયમિત રીતે પુજા થવી જ જોઈએ તે બાબત પર પણ ભાર મુકવામાં આવ્યો છે. તે પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. એક તો ઘરમાં મંદીર હોવાથી ઘર પવિત્ર બને છે બીજું તે મંદીરમાં નિયમિત પુજા કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો અને ઘર હંમેશા હકારાત્મકતાથી છલકાતું રહે છે.


પણ મંદીર ઘરમાં હોવું અને મંદીરમાં નિયમિત પુજા થવી તે જ માત્ર મહત્ત્વનું નથી પણ મંદીર યોગ્ય દીશામાં હોવું અને પુજા કરનારની બેઠક યોગ્ય દીશામાં હોવી પણ તેટલી જ જરૂરી છે. મંદીરમાંના ભગવાનનું મોઢું અને પુજા કરનારનું મોઢું આ બન્ને માટે એક ચોક્કસ દીશા દર્શાવવામાં આવી છે. પણ ઘણી વાર આ બાબતને એટલું મહત્ત્વ આપવામા આવતું નથી.


હિન્દુ ધર્મ પ્રમાણે ઉત્તર-પૂર્વ દિશાને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ દીશામાંથી જ આપણને સૂર્યની ઉર્જામય કીરણો મળે છે જે ઘરમાં રહેનાર લોકોની ઉર્જામાં વધારો કરે છે. ઘરમાંના મંદીરનો દ્વાર પૂર્વ તરફ હોવો જોઈએ. અને પૂજા કરતી વખતે પૂજા કરનારનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ. આમ કરવાથી પૂજા કરનારે તેની પુજાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. અને માટે જ પુજાઘરનો દ્વાર પૂર્વ તરફ હોવો જરૂરી છે.

પણ જો તમે કોઈ સંજોગોના કારણે પૂજા ઘરનો દ્વાર પૂર્વ દિશા તરફ ન રાખી શકતા હોવ તો તમારે પુજા કરતી વખતે તમારું મુખ હંમેશા પશ્ચિમ તરફ રાખીને પુજા કરવી જોઈએ. આ ઉપરાંત પુજા કરતી વખતે તમે જે દીવો પ્રગટાવો છો તેની દીશા પણ મહત્ત્વની છે. જો તમે ઘીનો દીવો કરતા હોવ તો તેને તમારે હંમેશા જમણી તરફ અને તેલનો દીવો હંમેશા ડાબી તરફ રાખવો જોઈએ. આ ઉપરાંત મંદીર માટેનું પાણી, ઘંટડી, ધૂપ માટેનું પાત્ર જેવી પુજાની વસ્તુઓ હંમેશા ડાબી બાજુ હોવી જોઈએ.


પણ જો તમે કોઈ વિદ્યાર્થી છો અને વિદ્યા માટે પુજા કરતા હોવ તો તમારે મોઢું હંમેશા ઉત્તર દિશામાં રાખીને જ પુજા કરવી જોઈએ. તેમ કરવાથી તેમને પોના અભ્યાસમાં સારું પરિણામ મળે છે. પણ અન્ય લોકોએ તો હંમેશા પશ્ચિમ દિશામાં જ મોઢું રાખીને પુજા કરવી જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version