ગોવામાં ક્વોરન્ટાઇન થયેલી પૂજા બેદીએ વિડીયોમાં દેખાડી સેન્ટરની ગંદકી, અને શું કહ્યું ગુસ્સે થઇને જાણો તમે પણ

પૂજા બેદી આજકાલ ફરી ચર્ચામાં આવી છે, લોકડાઉનમાં તે પોતાના મંગેતર માણેક સાથે ગોવા પહોંચી, તે કારણથી તે સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ પણ થઈ હતી. આખા દેશમાં ચોથું લોકડાઉન શરૂ થઈ ગયું છે.

image source

લોકડાઉન દરમિયાન ગોવા પહોંચ્યા પછી પૂજા બેદી મુશ્કેલીમાં ઘેરાઈ ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર એવો એક વિડીયો પણ શેર કર્યો છે. તે વિડીયો પછી ગોવા સરકાર અને ત્યાંનાં સાશનની અવ્યવસ્થાની ઘણી નિંદા થઈ રહી છે.

image source

મંગેતર માણેક સાથે ગોવા પહોંચ્યા બાદ પૂજા બેદી સીધી કોરેન્ટાઈન સેન્ટરમાં પહોંચી. ત્યાં પહોંચ્યા બાદ તેણે ત્યાંનો એક વિડીયો શેર કર્યો જેમાં સાશનની વ્યવસ્થા ઉપર અને કોરેન્ટાઈન સેન્ટરની હાલત ઉપર ગંભીર સવાલો કર્યા.

પૂજાએ વિડીયોમાં કહ્યું કે “ મારો મંગેતર ગોવાનો રહેવાસી છે. એની સાથે મારા ગોવા જવા ઉપર ઘણા વિવાદ થયા. અમે બુકિંગ કરાવ્યા પછી જ ગયા હતાં.

અમે જવા માટે ગોવા સરકાર, ડીસીપી મુંબઈની ઓનલાઈન પરવાનગી લીધી હતી. અમે દરેક ચેક પોસ્ટ ઉપર રોકાયા હતાં. ગોવા પહોંચ્યા પછી પણ તરત ત્યાંની હોસ્પિટલમાં કૉવિડનો ટેસ્ટ કરાવ્યો હતો. એક રાત ગોવાના કોરેન્ટાઈન થઈ વિતાવી હતી. મહેરબાની કરીને યઅ વિડીયો જુઓ અને સમજો કે મને શું હેરાનગતિ થઈ હતી.

image source

વિડિયોમાં ચોખ્ખું દેખાય છે કે પલંગ ખૂબ જ ગંદો છે ફક્ત ઉપર સાફ ચાદર પાથરવામાં આવી છે, ટીવી ઉપર પણ ધૂળ ચડેલી છે. પૂજા બેદી વિડિયોમાં સેન્ટરના બાથરૂમની હાલત પણ દેખાડે છે, પૂજા વિડિયોમાં કઈક બોલતી સાંભળાય છે, તે કહે છે કે લોકોને કોરોના વાયરસ થયો હોય કે ન થયો હોય પણ યઅ ઓરડામાં આવી તેઓ બીમાર જરૂર થઈ જશે.

પૂજા બેદીએ એક બીજું ટ્વિટ પણ કર્યું છે કે,” યઅ પ્રકારની ગંદકીને કારણે અહી વાયરસ ઉત્પન્ન થઈ શકે છે, એવા માણસો કે જેમને કોરોના નહીં થયો હોય તેઓ પણ યઅ કોરેન્ટાઈન સેન્ટરમાં આવશે તો તેમને યઅ ચેપ લાગશે.

image source

મે આ ટ્વિટ લોકોની સલામતીની ચિંતા માટે કર્યું છે પણ લોકોનું ધ્યાન તો એક સેલેબ્રિટી લોકડાઉનમાં ગોવા ગઈ તે વાત ઉપર જ છે.?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ