ચેહરાની ચમક ખોવાઈ ગઈ છે અને ઘણું ટ્રાય કર્યું પણ કોઈ ફરક નથી આવ્યો તો આજે જ આ ઉપાય ટ્રાય કરી જુઓ…

દાડમ સ્વાસ્થ્ય માટે જેટલું સારું છે તેટલું જ ઉપયોગી છે ત્વચા માટે. જી હાં કદાચ તમે આ વાત જાણતાં નહીં હોય કે દાડમનો ઉપયોગ ત્વચાની ચમક વધારવા માટે પણ કરી શકાય છે. દાડમનો ફેસપેક લગાવવાથી કરચલી, ડાઘ જેવી સમસ્યાઓ દૂર થાય છે. દાડમમાં એન્ટી એજિંગ એજન્ટ હોય છે જે ત્વચાને કરચલીમુક્ત અને સ્વચ્છ રાખે છે.

આજે મીઠા અને લાલ દાડમના એવા ફેસપેક વિશે જાણો જે તમારી ત્વચાને કાંતિવાન બનાવી દેશે.

– દાડમ અને લીંબૂનો રસ મીક્સ કરીને ત્વચા પર લગાવવો. આ બંને ફળમાં પોષક તત્વ હોય છે જે ત્વચાને ચમકતી બનાવે છે. દાડમનો રસ કાઢવાને બદલે તમે દાડમની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર 10થી 15 મિનિટ સુધી લગાવી રાખવી.

– જો ત્વચા પર કાળી ઝાંઇ પડી ગઈ હોય તો તેને દૂર કરવા માટે દહીંમાં દાડમનો રસ ઉમેરી અને ચહેરા પર લગાવવું. 1 સપ્તાહ આ પેક ત્વચા પર લગાવશો એટલે ત્વચા ચમકતી થઈ જશે.

– જો સનબર્નના કારણે ત્વચા શ્યામ થઈ ગઈ હોય તો દાડમના રસમાં મધ ઉમેરીને તેનો ઉપયોગ કરવો. આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવવી તે સુકાઈ જાય પછી હુંફાળા ગરમ પાણીથી તેને સાફ કરી દેવી. તેનાથી થોડા જ દિવસોમાં ત્વચા ચમકતી થઈ જશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક સ્કીન કેર ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી