જલ્સા કરોને જેંતીલાલ

કોરોનાકાળમાં ભૂખે ટળવળતા મુંગા પ્રાણીઓનો ભગવાન છે આ પોલીસકર્મી, લોકડાઉનમાં ક્યારેય ભૂખ્યા નથી સુવા દીધા

દેશમાં દિવસે અને દિવસે નોંધાઈ રહેલાં કોરાના સંક્રમિતોનાં આંકડાઓ આકાશ આંબી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધતું જોઈને અનેક રાજ્યોએ લોકડાઉન કર્યું છે. જરૂરી ચીજ વસ્તુઓ અને હોસ્પિટલો સિવાય બધું હાલ બંધ રાખવામાં આવ્યું છે જેથી આ સંક્રમણની ચેનને તોડી શકાય. આ વચ્ચે માણસ પણ ઘરમાં બેસી રહેવા મજબૂર બન્યો છે. પરંતુ આજે અહીં માણસ નહીં પણ પ્રાણીઓ પર આ સમયની કેવી અસર પડી છે તે વિશે વાત કરવામાં આવી રહી છે.

image source

મળતી માહિતી મુજબ હાલમાં કેરળમાં લોકડાઉન છે. આવી સ્થિતિમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા વગેરે બંધ છે. જો કે લોકો ઘરની બહાર નીકળશે જ નહીં તો બહાર જમવા કોણ જશે અને આ સમયે સંક્રમણને જોતાં બધું બંધ રાખવું જ યોગ્ય રહેશે. પરંતુ બેઘર પ્રાણીઓ જેમના પેટમાં આ હોટલો અને ઢાબાનાં બચેલા ખોરાકથી ભરાતા હતા તેઓ ભૂખનો ભોગ બની રહ્યા છે. જો કે ઘણાં એવા લોકો પણ છે કે જે લોકડાઉનમાં રસ્તે રખડતા પ્રાણીઓને ખાવાનું આપી રહ્યાં છે. આવા જ એક વ્યક્તિ નેમોમ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સુબ્રમણ્યમ પોટ્ટી એસ છે જે રોજ વેલ્લયનાઇ તળાવ પાસે ભટકતા કૂતરાઓને ખવડાવતા જોવા મળે છે.

જાણવા મળ્યું છે કે તેઓ આ રીતે બે મહિનાથી કામ કરી રહ્યાં છે. એક મીડીયા રિપોર્ટ દ્વારા તેમના વિશે કહેવામાં આવ્યું છે કે ભલે સુબ્રમણ્યમ કેટલા પણ વ્યસ્ત હોય છતાં તે પોતાના અનોખા મિત્રો એટલે કે આ રસ્તે રહેતાં કૂતરાઓને ખવડાવવાનું ક્યારેય ભૂલતાં નથી અને માત્ર એટલું જ નહીં તેઓ કૂતરાઓને ખવડાવ્યા પછી તે સ્થળની સ્વચ્છતાની પણ કાળજી લે છે. આ પોલીસ સુબ્રમણ્યમ છેલ્લા બે મહિનાથી આવા મુંગા પ્રાણીઓને ખવડાવી રહ્યાં છે. આ કામ તેમને શરૂ કર્યું તે અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેણે આ કુતરાઓને રાત્રે પેટ્રોલીંગ કરતી વખતે જોયા હતા અને તે કહે છે કે એક રાત્રે લગભગ બે વાગ્યાની આ વાત છે જ્યારે હું તળાવના કાંઠે પહોંચ્યો અને બે દૂબળાં કૂતરા મારી તરફ આવ્યા. તેની હાલત જોયા પછી મારું હૃદય કંપી ગયું અને ત્યાર પછી મેં જેના મેં તેને ખોરાક આપવાનું શરૂ કર્યું.

image source

જાણવા મળ્યું છે કે સુબ્રમણ્યમ ફરજ પર હોવા છતાં તેઓ કૂતરાઓ ભુખાં ન રહે તેની પૂરી કાળજી લે છે. આ વિશે આગળ વાત કરતાં તેમણે કહ્યું કે હું શાકાહારી છું અને અમે ઘરે માંસ નથી રાંધતા. તેથી જ હું આ મુંગા પ્રાણીઓ માટે દરરોજ બજારમાંથી ઢોસા, પરોંઠા અથવા ચિકન વગેરે ખરીદું છું. આ સિવાય હું જ્યારે રજા પર હોવ છું ત્યારે પણ તેમની સંપૂર્ણ કાળજી લેઉં છું કે મારા સાથીદારો તેમને સમયસર ખવડાવે છે.

image source

સુબ્રમણ્યમ વિશે મળતી માહિતી મુજબ તેઓ ન માત્ર રસ્તાનાં કૂતરાઓને ખવડાવે છે પણ પોતાનાં ઘરની આસપાસ ફરતા કૂતરાઓને પણ ખવડાવે છે જેમાં તેની પત્ની અને બાળકો પણ મદદ કરે છે અને તેમનું આવું કરવાનો હેતુ લોકોને પ્રેરણા આપવાનો છે. તેમનાં આ કામની સૌથી સારી વાત એ છે કે સુબ્રમણ્યમ આને બચેલો કે એંઠવાડ ખવડાવવા માંગતાં નથી. આ જ કારણ છે કે તેઓ તેમના માટે બહારથી જ ખરીદી કરે છે. લોકો આ ઉમદા હેતુ માટે સુબ્રમણ્યમની પ્રશંસા કરી રહ્યાં છે પરંતુ તેઓ ઇચ્છે છે કે લોકો તેમના આ કામને જોવા બાદ તેઓ પણ આ રીતે રસ્તે રખડતાં અને બેઘર મુંગા પ્રાણીઓને ખવડાવે. જો થોડાક પણ લોકો આ જોઈને આવું કરવાનું ચાલુ કરશે તો પણ તેઓને ખુશી મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version