ભારે કરી, આ પોલીસકર્મીને કોરોના વેકસીન લેતા સમયે નર્સ અડી તો હસવા લાગ્યા ખડખડાટ, જોઇ લો મજેદાર વિડીયો

ઈન્ટરનેટની દુનિયા આમ તો બહુ વિશાળ જ્ઞાન ભંડાર છે અને તેમાંય હવે તો ઘરમાં જેટલા વ્યક્તિ એટલા સ્માર્ટફોન થઈ ગયા છે અને લગભગ મોટાભાગના સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ કનેક્ટ થઈ શકે તેવી સુવિધા હોય જ છે. વળી, ઈન્ટરનેટ દ્વારા જ્ઞાન મેળવવા ન માંગતા યુઝર્સ ઈન્ટરનેટનો ઉપયોગ ટાઇમ પાસ માટે કરતા હોય છે અને તેના માટેનું એક હાથવગો સ્ત્રોત ઈન્ટરનેટ પરની વિવિધ સોશ્યલ મીડિયા એપ્લિકેશનો છે.

જો તમે પણ સોશ્યલ મીડિયા યુઝર્સ હોય તો તમે એ જાણતા હશો કે આ સોશ્યલ મીડિયા એપ પર સમયાંતરે વિવિધ પ્રકારના લખાણ, ફોટાઓ અને વીડિયો વાયરલ થતા હોય છે. જે પૈકી અમુક લખાણ, ફોટાઓ અને વીડિયો ખરેખર રસપ્રદ અને રોચક હોય છે જ્યારે અમુક લખાણ, ફોટાઓ અને વીડિયો રમુજી પણ હોય છે જેને જોઈને આપણે ઘડીભર આપણો થાક ભૂલી જઈએ છીએ.

આવો જ એક વિડીયો તાજેતરમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસકર્મીને નર્સિંગ સ્ટાફ જ્યારે કોરોના વેકસીન આપવા માટે કામગીરી આરંભે છે ત્યારે અચાનક જ આ પોલીસકર્મીને ખડખડાટ હસવું આવવા લાગે છે. આ વીડિયોમાં પોલીસકર્મીને ખડખડાટ હસતો નિહાળી વિડીયો જોનારા પણ હસવા લાગ્યા છે અને ખડખડાટ હસવું નહિ તો કમસેકમ જોનારાના ચહેરા પર સ્મિત તો આવી જ જાય છે. (તમે પણ ટ્રાય કરી જોજો).

આ વીડિયો ક્યાંનો છે અને તે કઈ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે તે અંગે વિસ્તારથી વાત કરીએ તો ઉપરોક્ત ખડખડાટ હસતા પોલીસકર્મીનો વિડીયો અસલમાં સોશ્યલ મીડિયા સાઇટ ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો છે. અને આ વીડિયો મૂળ નાગાલેન્ડનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં દેખાતા દ્રશ્યો મુજબ પોલીસકર્મીઓને કોરોના મહામારી સામે લડવા માટે કોરોના વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત જ્યારે ઉપરોક્ત પોલીસ કર્મીને જ્યારે વેકસીન આપવા માટે ખુરશી પર બેસાડવામાં આવે છે અને નર્સિંગ સ્ટાફ તેને વેકસીન આપવા માટેની તૈયારી કરે છે ત્યારથી જ આ પોલીસકર્મીને અચાનક હસવું આવવા લાગે છે અને બાદમાં ખડખડાટ હસવા લાગે છે.

આ વીડિયોને આઇપીએસ અધિકારી રૂપીન શર્માએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. અને વીડિયોના કૅપશનમાં હિન્દી અને અંગ્રેજી ભાષામાં ” Not sure whether he had it finally but Looks like he was more anxious about the ‘tickling’ शायद सुई से नहीं , #स्पर्श की #गुदगुदी से हंगामा हो रहा था । જેનો ટૂંકો ગુજરાતી અર્થ એ થાય કે પોલીસકર્મીને વેકસીનની સોયથી નહિ પણ સ્પર્શને કારણે કદાચ આટલું બધું હસવું આવી રહ્યું છે.

આ વીડિયો વાયરલ પણ થઈ રહ્યો છે અને અન્ય સોશ્યલ મીડિયા યુઝર્સ આ વીડિયો અને પોતપોતાના મંતવ્યો પણ કોમેન્ટ સ્વરૂપે આપી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ