આ સબ ઇન્સ્પેક્ટરે બે ગાડીઓ પર સ્ટન્ટ તો કરી લીધા, પણ પછી SPએ લીધી એક્શન, શું તમે જોઇ આ તસવીરો?

2 કાર પર કરેલી સવારી પડી ભારે, એસઆઈ એ કરેલા સ્ટંટ પે એસપી એ લીધું એક્શન.

image source

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાનઆ ટ્રેન્ડનું ભૂત આજકાલ લોકોના માથે ચડેલું છે પણ જો સરકારી અધિકારીઓ પણ આ ટ્રેન્ડની પાછળ ઘેલા થાય તો સ્થિતિ બગડી શકે છે.એવો જ એક વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સબ ઇન્સ્પેકટર સ્ટંટ કરતા જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં સિંઘમ ફિલ્મનું ગીત વાગી રહ્યું છે.

મધ્યપ્રદેશના દમોહ દેહાત પોલીસ સ્ટેશન અંતર્ગત આવનારી નરસિંહગઢ પોલીસ ચોકીના સબ ઇન્સ્પેકટર મનોજ યાદવ સિંઘમ ફિલ્મના ગીત પર બે ગાડીઓ પર ઉભા રહીને સ્ટંટ કરતા દેખાઇ રહ્યા હતા અને એ ખૂબ જ મજથી વિડીયો પણ બનાવી રહ્યા હતા.આ વીડિયો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ગાડી પર સ્ટંટ કરતા SI મનોજ યાદવ છે જેમના વિરુદ્ધ પોલીસ અધિક્ષક હેમંત સિંહે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

image source

દમોહ દેહાત પોલીસ સ્ટેશન હેઠળ આવતી પોલીસ ચોકીના એસઆઈ સિંઘમ ફિલ્મના ગીત પર પોતાને સિંઘમ સ્ટાઇલના પોલીસવાળા બતાવવાની કોશિશ કરી રહ્યા હતા. મનોજ પોલીસ યુનિફોર્મમાં અલગ અલગ એક્શન કરતા પણ જોવા મળી રહ્યા હતા.

image source

સ્ટંટ કરતી વખતે મનોજ યાદવ 2 ચાલતી ગાડીની ઉપર ઉભેલા હતા અને વીડિયોમાં અજય દેવગનની ફિલ્મ સિંઘમનું ગીત વાગી રહ્યું હતું. ચાલતી ગાડીઓ પર સ્ટંટ કરતી વખતે એમને પોતાના ખિસ્સામાંથી કાળા ચશ્મા કાઢ્યા અને આંખે પહેરી લીધા. વિડીયો સ્લો મોશનમાં રિકોર્ડ થઈ રહ્યો હતો. સોશિયલ મીડિયા પર જ્યાં અમુક લોકો મનોજની આ અતરંગી સ્ટાઇલના વખાણ કરી રહ્યા છે ત્યાં જ મોટાભાગના લોકો એમના આ કારનામા ને વખોડી રહ્યા છે.લોકોનું કહેવું છે કે કોરોનાને આ સંકટ સમયમાં જ્યાં અન્ય પોલીસ અધિકારીઓ પોતાના જીવન જોખમે ડ્યુટી કરી રહ્યા છે ત્યાં મનોજ યાદવને પોતાનું મનોરંજન સુજી રહ્યું છે.

image source

અધિકારીઓનું કહેવું છે કે સ્ટંટ દરમિયાન મનોજ માસ્કનો પણ ઉપયોગ નહોતા કરી રહ્યા.આવા સમયે જ્યારે કોરોના મહામારીના કારણે લોકો ઘરની બહાર નીકળી નથી રહ્યા અને માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. કઈ દુકાનો ખુલશે અને કેટલા સમય પૂરતી ખુલશે એનો સમય નક્કી કરી દેવામાં આવ્યો છે. એવા આ કપરા વખતમાં પોલીસકર્મી દ્વારા આ પ્રકારનો સ્ટંટ કરવો એ નિયમથી બિલકુલ વિપરીત છે.

image source

સબ ઇન્સ્પેકટર મનોજ યાદવનો આ વાયરલ વિડીયો જ્યારે સામે આવ્યો એ પછી એસપી હેમંત ચૌહાણના આદેશ પર સીએસપી મુકેશ અબીદ્રએ તપાસ કરી. તપાસ કર્યા બાદ મનોજ યાદવને 5000 રૂપિયાના દંડથી દાંડિત કરવામાં આવ્યા.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ