એક તો માસ્ક નથી પહેરવું અને ઉપરથી દાદાગીરી, પોલીસની ખાખીને આ કેટલું શોભા આપે છે?

હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિની વાત કરીએ તો ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોની સરખામણીએ આજે થોડો ઘટાડો નોંધાયો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા હતા. તેમા ગત બે દિવસથી ઘટાડો થયો છે અને 1400થી પણ ઓછા કેસ નોંધાયા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1318 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 કુલ કેસોની સંખ્યા વધીને 2,22,811એ પહોંચી છે. ત્યારે હાલમાં માસ્ક જ દેવદૂત છે. અને સરકાર પણ માસ્કને લઈને ભારે કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા ફરજિયાત જાહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ કરનાર જનતા પાસેથી મોટો દંડ વસૂલવામાં આવે છે, પરંતુ એક તરફ પોલીસના જ કર્મચારીઓ નિયમો તોડી રહ્યા છે. તેમ છતાં કોઇપણ કાર્યવાહી કરવામાં આવતી નથી.

જો વાત કરીએ તો સામાન્ય વ્યક્તિએ 1 મિનિટ માટે માસ્ક ઉતાર્યું હોય તો પોલીસ 1000 રૂપિયાનો દંડ વસૂલે છે, પરંતુ પોલીસકર્મીઓ સતત માસ્કના નિયમોનું ભંગ કરી રહ્યા છે અને જ્યારે અન્ય વ્યક્તિ દ્વારા નિયમનું પાલન કરવાનું કહેતાં પોલીસ દ્વારા તેમને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવું એમનેમ કહેવામાં આવતું નથી પણ આ ઘટના બની ચૂકી છે. ગઈકાલે આવી ઘટના અમદાવાદના ઘુમા ગામ વિસ્તારમાં બની હતી, જ્યાં પોલીસકર્મી માસ્ક વગર જાહેરમાં ઊભા હતા. એ સમયે એક વ્યક્તિએ તેનો વિડિયો ઉતારી તમે માસ્ક કેમ નથી પહેરતા એમ કહેતાં પોલીસકર્મી ગુસ્સે ભરાયા હતા અને ‘તું અહીંથી જતો રહે, ખોટી મગજમારી ના કર’ એવા શબ્દો દ્વારા ધમકાવવાનો પ્રયાસો કર્યો હતો.

જ્યારે આ શખ્સે એમ કહ્યું કે- સામાન્ય વ્યક્તિ પાસે માસ્ક ન હોય તો તેનો રૂ.1000નો મેમો ફાડવામાં આવે છે તો હવે તમે પણ યોગ્ય રીતે માસ્ક નથી પહેર્યું તો તમારો મેમો ફડાવો’તો પોલીસ કર્મચારીનેએ પાવર બતાવ્યો અને કહ્યું કે મારે માસ્ક નથી પહેરવું, તારે જે કરવું હોય એ કરી લે. ત્યારે આવો સમગ્ર ઘટના શું બની હતી એના વિશે વાત કરીએ તો….

યુવકઃ એય સાહેબ, માસ્ક પહેરો, પબ્લિક પ્લેસ પર, મેમો લાગશે.

પોલીસકર્મી: હું હમણાં દલીલ કરું છું, તું દેખી ગયો.

યુવકઃ અમે એવી દલીલો કરીએ તો નથી સમજતા.

પોલીસકર્મી: તમને તો લઈ જ જવાના હોય, છોડવાના ના હોય

યુવકઃ માસ્ક નથી પહેર્યું તો તમારો મેમો ફાડો, શું નામ છે તમારું?

પોલીસકર્મી: અબ્દુલ મજિદ અહેમદ મિયાં.

યુવકઃ તમે માસ્ક ના પહેરો તો તમારો મેમો ના ફાટે?

પોલીસકર્મીઃ ફાટે જ ને.

યુવકઃ તો ચાલો મેમો ફાડો.

પોલીસકર્મીઃ ક્યાંથી આવ્યો છે?

યુવકઃ હું અહીંનો જ છું, મેં તો માસ્ક પહેર્યું છે.

પોલીસકર્મીઃ બંધનું એલાન છે, બંદોબસ્ત ચાલે છે, મગજમારી ના કરતો.

યુવકઃ બંધ જ છે લ્યો.

પોલીસકર્મીઃ સરકાર બંધ ના કરાવે, બંધ નથી કરાવવાનું અમારે.

યુવકઃ સરકારનું એલાન નથી, મને ના સમજાવો તમે.

પોલીસકર્મીઃ સરકારનું નથી, કૉંગ્રેસ સરકારે એેલાન આપ્યું છે.

યુવકઃ છાપામાં છે, રૂપાણીએ કહ્યું કે ભારત ચાલુ રહેશે.

પોલીસકર્મીઃ ગુજરાત ચાલુ રહેશે.

યુવકઃ ગુજરાત ચાલુ રહેશે એવું કહ્યું ને, અને તમે માસ્ક વગર ફરો છો.

પોલીસકર્મીઃ અહીંથી રવાના થઈ જા, નહીં તો ઊંધો પાડી દઈશ હું.

યુવકઃ તમે તો મેમો ફાડવા ઊભા છો ને.

પોલીસકર્મીઃ મેમો ફાડવા નથી ઊભા, અમે બંદોબસ્તમાં છીએ.

યુવકઃ પણ તમે માસ્ક તો પહેર્યું હોવું જોઈએ ને.

પોલીસકર્મીઃ નથી પહેરવું, તારે જે કરવું હોય એ કર જા.

યુવકઃ તેમ નથી પહેરવું? ખોટી દાદાગીરી.

પોલીસકર્મીઃ વ્હોટ્એપ પર પર.

પોલીસકર્મીઃ વ્હોટ્એપ પર નથી જવાનું, લાઈવ છે.

પોલીસકર્મીઃ હા, તો ચાલુ રાખ, લાઈનમાં જ છું.

યુવકઃ હજુ તમે નાક નીચે માસ્ક પહેરેલું છે.

પોલીસકર્મીઃ હા, તમે જાવ.

યુવકઃ જાવ એટલે? આવી ખોટી ટણી?

પોલીસકર્મીઃ તને કહ્યું ને.

યુવકઃ શું કહ્યું? શું?

યુવકઃ માસ્ક પહેરો સાહેબ માસ્ક.

પોલીસકર્મીઃ આ શું છે?

યુવકઃ હવે પહેર્યું, રેકોર્ડિંગ ચાલુ છે, ખોટું બોલો છો? અમારે થોડું નીચું હોય તો હજારનો મેમો ફાડો છો

પોલીસકર્મીઃ સામે ચાની લારીએ કોઈએ પહેર્યું નથી, ઉતાર જા…

યુવકઃ એ તમારે કરવાનું છે.

પોલીસકર્મીઃ તું કરને, એ નોકરી માટે અલગ છે, મેમો ફાડવાવાળા.

યુવકઃ તમારે માસ્ક પહેરવાનું આવે કે ના આવે?

પોલીસકર્મીઃ હા, બધાને આવે.

યુવકઃ તો પછી પહેરોને.

પોલીસકર્મીઃ અમે સરકારને કહી જ દીધું છે, પોતાની સેફ્ટી જાતે જ કરો.

યુવકઃ અમે તો જાળવીએ છીએ, તો પછી મેમો કેમ ફાડો છો.

પોલીસકર્મીઃ આપણે કોઈને ઘરમાં જઈને થોડા કહીએ.

યુવકઃ માસ્ક ચઢાવો, પછી વાત કરો.

પોલીસકર્મીઃ બરાબર છે આટલું.

યુવકઃ એટલે તમારે પહેરવાનું જ નહીં એમને.

પોલીસકર્મીઃ આ બરાબર છે પણ.

યુવકઃ આ બરાબર કહેવાય?

પોલીસકર્મીઃ હા, બરાબર છે આટલું.

યુવકઃ આ બરાબર કહેવાય?

પોલીસકર્મીઃ તમારે છે શું મારી સાથે?

યુવકઃ નાક ચાલે ખુલ્લું?

પોલીસકર્મીઃ કોણે દંડ લીધો? મેં લીધો? ક્યારે લીધો?

યુવકઃ પાવતી છે મારી સાથે.

પોલીસકર્મીઃ પોલીસ સ્ટેશન જઈને અરજી કરો

યુવકઃ તેમણે જ કહ્યું વિડિયો ઉતારજો ને દંડ ફડાવજો.

પોલીસકર્મીઃ તમે કહો એ પોલીસને કહો.

યુવકઃ ખોટી ટણી કરવાની, ક્યાંથી આવ્યો?

image soucre

હવે આ ઘટના સમગ્ર જગ્યાએ વાયરલ થઈ રહી છે અને પોલીસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે આ રીતે ખાખીનો ઉપગોય કરશો. જો ગઈ કાલે બુધવારની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 269, સુરત કોર્પોરેશન 176, વડોદરા કોર્પોરેશન 135, રાજકોટ કોર્પોરેશન 92, મહેસાણા 52, રાજકોટ 43, બનાસકાંઠા 41, પાટણ 40, વડોદરા 40, ગાંધીનગર 36, સુરત 36, જામનગર કોર્પોરેશન 32, ખેડા 28, અમરેલી 23, ગાંધીનગર કોર્પોરેશન 21, પંચમહાલ 21, સાબરકાંઠા 21, ભાવનગર કોર્પોરેશન 19, સુરેન્દ્રનગર 19, કચ્છ 18, મોરબી 18, નર્મદા 17, મહીસાગર 13, અમદાવાદ 11, ભરૂચ 11, જુનાગઢ 11, જુનાગઢ કોર્પોરેશન 11, દાહોદ 8, જામનગર 8, ગીર સોમનાથ 7, અરવલ્લી 6, બોટાદ 6, આણાંદ 5, તાપી 5, છોટા ઉદેપુર 4, ભાવનગર 3, ડાંગ 3, દેવભૂમિ દ્વારકા 3, વલસાડ 3, નવસારી 2, પોરબાંદરમાં 1 કોરોના કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ