આ દેશમાં તો આખુ ટામેટુ પણ નથી લઇ જવાતુ, છે પ્રતિબંધ, જો તમે જવાના હોવ તો ના કરતા આ ભૂલ નહિં તો..

પોઇન્ટ રોબર્ટ્સ, અહીં આ આર્ટિકલ વાંચનાર મોટાભાગના લોકો માટે આ શબ્દ નવો હશે, એવું પણ બની શકે કે કદાચ આ પહેલા ક્યારેય આ શબ્દ વિષે માહિતી જ ન હોય.

image source

તો અમે જણાવી દઈએ કે પોઇન્ટ રોબર્ટ્સ અસલમાં એક શહેરનું નામ છે જે અમેરિકામાં વસતા અમેરિકન લોકો માટે બિલકુલ નવું નથી. પરંતુ આ શહેર એક એવું શહેર છે જે પોતાના જ દેશમાં નથી.

સરળ ભાષામાં કહીએ તો આ શહેર આમ તો અમેરિકા દેશનું જ એક શહેર છે પણ તે અમેરિકાથી બિલકુલ કપાયેલું છે. ત્યાં સુધી કે જો આ શહેરમાં ખુદ અમેરિકાના લોકોને પણ જવું હોય તો તેને આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને આવવું પડે છે.

image source

આ જ કારણે પોઇન્ટ રોબર્ટ્સને પેને – એક્સકવેલથી પણ ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે પેને – એક્સકવેલ અસલમાં એવા વિસ્તાર કે ક્ષેત્રને કહેવામાં આવે છે જ્યાં જવા માટે તમારે અન્ય દેશમાં થઈને જ જવું પડે છે. પ્રાઇવેટ વિમાન કે દરિયાઈ મુસાફરી કરીને અહીં આવતા લોકોને બાદ કરતા અહીં દરેક લોકોએ કેનેડા થઈને જ પોઇન્ટ રોબર્ટ્સ આવવું પડે છે.

image source

જો કે ભલે શહેર કહેવાય પણ પોઇન્ટ રોબર્ટ્સ એક ગ્રામીણ વિસ્તાર જેવી જ જગ્યા છે. 2010 ની વસ્તી ગણતરી પ્રમાણે અહીં માત્ર 1300 જેટલા લોકો રહે છે. પોઇન્ટ રોબર્ટ્સ વિષે એવી પણ અફવા પ્રચલિત છે કે અહીં અપરાધીઓ સામે ગવાહી આપનાર લોકોને વસવાટ કરવા દેવાયા છે. એવું પણ કહેવાય છે કે અહીં એવા અનેક લોકો છે જેઓને નવી ઓળખ આપીને અહીં રહેવા દેવામાં આવ્યા છે.

image source

પોઇન્ટ રોબર્ટ્સ પહોંચવા માટે લોકો અહીં વિમાન, બોટ કે પોતાની કારનો ઉપયોગ કરીને પણ આવે છે. જો કે વિમાન કે બોટ દ્વારા આવતા લોકોને તો વધુ મુશ્કેલી નથી પડતી પણ કાર લઈને બાય રોડ આવતા લોકોએ અહીં પહોંચતા પહેલા બે વખત આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવી પડે છે. એક કેનેડામાં પ્રવેશ કરતા સમયે અને બીજી કેનેડાથી પોઇન્ટ રોબર્ટ્સ આવવા માટે.

image source

પોઇન્ટ રોબર્ટ્સમાં અમુક સ્થાનિક નિયમો પણ આપણને હાસ્યાસ્પદ લાગે તેવા છે. જેમ કે અહીંના રહેવાસીઓને અહીં આખા ટમેટા લઈને આવવા પર પ્રતિબંધ છે જો કે તે કાપેલા ટમેટા લાવી શકે છે. આ વિષે એવું કહેવાય છે કે આ નિયમ અમેરિકાના ખેતરોને જીવાત અને બીમારીઓથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ