પોહા કટલેટ – સવારે અથવા સાંજે ચા કે કોફી સાથે નાસ્તામાં ખાઈ શકાય એવી ટેસ્ટી છે આ કટલેટ ….

પોહા કટલેટ

શુ તમે બટેટા પોહા ખાઈને કંટાળી ગયા છો તો હવે પોહામાંથી બનાવો એક નવી વેરાયટી જે એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી.

સામગ્રી

 • 2 વાટકી પલાળેલા પોહા,
 • 3 થી 4 નંગ બાફેલા બટાટા,
 • કોથમીર,
 • 1 ચમચી લાલ મરચું પાવડર,
 • 1/2 ચમચી હળદર,
 • 1/2 ચમચી આમચૂર પાવડર,
 • મીઠું સ્વાદ અનુસાર,
 • 1 ચમચી કોર્ન ફ્લોર,
 • 1વાટકી બ્રેડ ક્રમસ,
 • તેલ ફ્રાય કરવા

પેસ્ટ બનાવા

 • 1/2 ચમચી મેંદો,
 • 1/2 ચમચી કોર્ન ફ્લોર,
 • ચપટી મરી પાવડર,
 • ચપટી મીઠું,
 • પાણી

બનાવાની રીત

સૌ પ્રથમ પૌવા ધોઈને પલાળી લેવા. હવે એક બાઉલમાં પલાળેલા પૌવા,બાફેલા બટાટા,મરચું પાવડર,હળદર,આમચૂર પાવડર,મીઠું,કોર્ન ફ્લોર અને કોથમીર નાખી બધું બરાબર મિક્ષ કરી કણક જેવું બનાવું.હવે તેલ વાળો હાથ કરી ગોળ ટીક્કી જેવી કટલેટ તૈયાર કરવી.

હવે એક નાના વાટકામાં કોર્ન ફ્લોર,મેંદો,મરી પાવડર અને મીઠું નાખો.  

બોવ પાતળી નઇ બોવ જાડી નઇ એવી પેસ્ટ બનાવો.હવે એ પેસ્ટમાં ટીક્કીને બોળી બ્રેડ ક્રમસમાં રગદોળો . તેલમાં બને બાજુ વારા ફરતી ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરો

એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની કટલેટ થઇ જશે.

સોસ અથવા ચટણી સાથે ગરમ ગરમ જ સર્વ કરો.

નોંધઃ એમાં તમે ડુંગળી લસણ તેલમાં સાંતળીને ઉમેરી શકો

ટીક્કી વાળીને રાખવી પણ જ્યારે સર્વ કરવી હોય ત્યારે જ ફ્રાય કરવી

મહેમાન આવના હોઈ અને નાસ્તા માં અથવા સ્ટાર્ટર માં આપવી હોઈ તો ટીક્કી બનાવી ને રાખી દેવી આવે ત્યારે તેલ માં ફ્રાય કરી સર્વ કરવી

જ્યારે પૌવા બટેટા બનાવો અને પૌવા વધારે પલાળી દીધા હોઈ તો તેમાં થી આ કટલેટ બનાવી શકાય.

તમારા મનગમતા વેજિટેબલસ પણ ઉમેરી શકાય. સવારે અથવા સાંજે નાસ્તામાં પણ બનાવી શકાય

આજ રીતે બટાટાની પણ બનાવી શકાય.

પૌવા સિવાય બધી સામગ્રી મિક્સ કરી ખાલી બટાટા ની પણ બની શકે.

રસોઈની રાણી : કોમલ બાલત (વેરાવળ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી