PNBએ ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યું…31 માર્ચ પહેલાં કરી લો આ કામ નહીં તો….

જો તમેં પણ ધરાવતા હોય પંજાબ નેશનલ બેન્ક( PNB) બેંકમાં એકાઉન્ટ તો તમે આજે આ લેખ વાંચવાનું ચૂકશો નહિ. પંજાબ નેશનલ બેંકે એક ટ્વીટ દ્વારા બેંકના ગ્રાહકોને અપડેટ કર્યા છે અને કહ્યું છે કે તેઓ 31 માર્ચ પહેલાં જ નવી ચેકબુક, નવો આઈએફસી કોડ અને એમઆઈસીઆર કોડ લઈ લે. પંજાબ નેશનલ બેંકે ટ્વીટમાં જણાવ્યું છે કે 1 એપ્રિલથી આ નિયમો બદલાઈ રહ્યા છે અને એટલે 31 માર્ચ બાદ જૂના કોડ કામ કરશે નહીં.

આ બેંકોનું થયું મર્જર-

image source

સરકારે પંજાબ નેશનલ બેન્ક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું 1 લી એપ્રિલ 2020થી મર્જર કર્યું હતું. પંજાબ નેશનલ બેન્કમાં મર્જર થયા બાદ યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સની દરેક શાખાઓ હવે પંજાબ નેશનલ બેન્કની શાખા તરીકે કામ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે બેંકની 11000થી વઘારે શાખાઓ અને 13000થી વધારે એટીએમ કામ કરી રહ્યા છે.

image source

જાણી લો નવા IFSC code અને MICR code

પંજાબ નેશનલ બેંકેએ પોતાના ગ્રાહકોને શનિવારે સોશિયલ મીડિયા પર ટ્વિટરના માધ્યમથી આ અંગેની વિગતે જાણકારી આપી છે. પોતાના આ ટ્વીટમાં પંજાબ નેશનલ બેંકે કહ્યું છે કે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને IFSC code અને MICR Code 31 માર્ચ સુદી જ કામ કરશે. એટલે કે બેંકના દરેક ગ્રાહકે 1 એપ્રિલથી બેંકના નવા આઈએફએસસી કોડ, એમઆઈસીઆર કોડ અને ચેકબુક લઈ લેવાની રહેશે. જો ગ્રાહક આ અંગે વધારે જાણકારી મેળવવા માંગતા હોય તો 18001802222 કે પછી 18001032222 આ ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરીને વધુ માહિતી મેળવી શકે છે..

image source

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો 1 ફેબ્રુઆરીથી અન્ય બેંકના એટીએમ મશીનથી રૂપિયા કાઢી શકશે નહીં. પંજાબ નેશનલ બેંકે પોતાના ગ્રાહકોને દગાખોરીથી બચાવવા માટે ગ્રાહકોમાં હિતમાં આ પગલું લીધું છે.

image source

તમને જણાવી દઈએ નોન ઈએમવી એટીએમ કે પછી બિન ઈએમવી એટીએમમાં કાર્ડનો ઉપયોગ કર્યા બાદ લેન દેનના સમયે કરી શકાતો નથી. તેમાં શરૂઆતમાં એક કાર્ડને એક વાર સ્વેપ કરવાનું રહે છે. આ મશીનમાં કાર્ડની મેગ્નેટિક પટ્ટીની મદદથી કામ થાય છે. આ સમયે ઈએમવી મશીનમાં કાર્ડ થોડા સમય માટે લોક પણ રહે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત