જલ્સા કરોને જેંતીલાલ

આ 2 નર્સે આપ્યો પીએમ મોદીને વેક્સીનનો બીજો ડોઝ, પીએમ મોદીએ કરી આ અપીલ

પીએમ મોદીએ 1 માર્ચે વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. આ સમયે તેઓએ કોવેક્સીન વેક્સીનને પસંદ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે સવારે એઈમ્સ હોસ્પિટલમાં પીએમ મોદીએ વેક્સીનનો બીજો ડોઝ પણ લઈ લીધો છે.

image socure

વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ પીએમ મોદીએ દેશવાસીઓને કહ્યું છે કે દેશમાં વેક્સીનેશનના નિયમોમાં પણ ઘણી રાહત છે અને દરેક લોકો વેક્સીનેશનની દિશામાં આગળ વધે તે જરૂરી છે. વેક્સીન એ કોરોનાની લડાઇમાં એક ખાસ હથિયાર છે. પીએમ મોદીને પંજાબની નિશા શર્મા અને પી. નિવેદિતાએ કોવેક્સીન વેક્સીનનો બીજો ડોઝ આપ્યો છે.

હાલમાં કોરોનાની બીજી લહેર સતત માથું ઉંચકી રહી છે ત્યારે દેશમાં કોરોના વાયરસના 1.26 લાખથી વદારે નવા કેસ આવતાં સરકારની ચિંતા વધી છે. કોરોના આવ્યા હાદ પહેલી વાર એક દિવસમાં આટલા કેસ આવ્યા છે. દેશમાં અનેક જગ્યાઓએ લોકડાઉન, નાઈટ કર્ફ્યૂ પણ લગાવાયો છે. આ સાથે જ કેટલીક જગ્યાઓએ વર્ક પ્લેસ પર પણ વેક્સીનેશનની સુવિધાઓ આપવામાં આવી છે જેથી દેશમાં વધારે ને વધારે લોકોને વેક્સીનેશનનો લાભ મળી શકે.

image socure

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા કહે છે કે દેશમાં અત્યાર સુધીમાં 33 લાખથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવી છે તે પણ 24 કલાકમાં. વેક્સીનેશનમાં ભારત આગળ છે. દેશમાં 8.70 કરોડથી વધારેને રસી અપાઈ છે. 1 માર્ચથી 45 વર્ષની ઉપરના લોકોને પણ વેક્સીન અપાઈ રહી છે.

image socure

કયા દેશમાં કેટલા લોકોને અપાઈ છે વેક્સીન


મહારાષ્ટ્રમાં દેનિક કેસની સંખ્યા સૌથી વધારે રહે છે ને અહીં કોરોનાની બીજી લહેર પીક પર છે ત્યારે અને વીકેન્ડ અને નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયા છે. છત્તીસગઢમાં પણ લોકડાઉન જાહેર કરાયું છે. ગુજરાતમાં રૂપાણી સરકારે હાઈકોર્ટની ટકોર બાદ રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સદી નાઈટ કર્ફ્યૂ જાહેર કર્યો છે. દેશમાં વેક્સીનેશનને પણ વધારવા પર ભાર મૂકયો છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાળકોમાં કોરોના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. અમદાવાદ, સુરત સહિત નેક જગ્યાઓએ સ્થિતિ વણસી રહી છે.

આ સાથે અનેક રાજ્યોમાંથી વેક્સીનેશનની અછતને લઈને પણ ફરિયાદ આવી રહી છે. જેના કારણે ડો. હર્ષવર્ધને રોષ ઠાલવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version