પી.એમ. કિસાન યોજનામા મળી છે ૪૨ લાખ બેનામ લોકોની યાદી, જો તમે પણ આમાંના એક છો તો કરી લેજો પૈસા ચુકવવાની તૈયારી

નમસ્તે મિત્રો આજે આપણે સરકાર દ્વારા મળતી યોજના વિશેની ચર્ચા કરીશું . જેના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ થઈ શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ દેશના તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ ઘરેલુ જરૂરિયાતો સંબંધિત વિવિધ સામગ્રીઓ ખરીદવા માટે, તેમની આર્થિક જરૂરિયાતો પૂરી પાડવા માટે, તેમજ આવક પૂરી પાડવા માટેની નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.

image soucre

પરંતુ આ યોજનાની અંદર ખેડૂતો સાથે અનેક રીતે છેતરપિંડી કરવામાં આવી છે.પીએમ કિસાન સન્માન નિધિમાં આશરે ૪૨ લાખ અયોગ્ય લોકોએ બે-બે હજાર રૂપિયાના હપ્તા તરીકે ખોટી રીતે રૂ. ૨,૯૦૦ કરોડ ઉભા કર્યા છે. આ માહિતી કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર દ્વારા સંસદમાં એક સવાલના જવાબ દ્વારા આપવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર વાર્ષિક રૂ. બે-બે હજારના ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાની રકમ સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે.

આ યોજનાનો લાભ નીચે મુજબના લોકોને મળશે નહી :

image socure

આ યોજનાનો લાભ પરિવારમાં કરદાતાને મળી શકશે નહીં. પરિવારની અંદર પતિ-પત્ની અને સગીર બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે લોકો ખેતીની જમીનનો ઉપયોગ અન્ય હેતુ માટે કરે છે.તેને આ યોજનાનો લાભ મળી શકશે નહીં. જો કોઈ ખેડૂત બીજાના ખેતરોમાં ખેતીકામ કરે છે, પરંતુ પોતે ખેતરના માલિક નથી તો આવા ખેડૂતને આ યોજનાનો લાભ મળી શકે નહીં. આ ઉપરાંત કોઈ ખેડૂતની ખેતી તેના પિતા અથવા દાદાના નામે છે, તો પણ તે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.

image soucre

આ ઉપરાંત કોઈ ખેડૂત પાસે ખેતીની જમીન છે પણ તે સરકારી કર્મચારી છે તથા નિવૃત્ત થયેલ છે અથવા તેને મહિનામાં દસ હજાર રૂપિયાથી વધુની પેન્શન મળે છે તો આવી વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકતો નથી. જો કોઈ વ્યક્તિ વર્તમાન કે પૂર્વ સાંસદો, ધારાસભ્યો, મંત્રી છે તો તે વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકશે નહીં.આ ઉપરાંત વ્યવસાયિક રજિસ્ટર્ડ ડોકટરો, એન્જિનિયર્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અથવા તેમના પરિવારના સભ્યોને આ યોજનાનો લાભ મળી શકશે નહીં.

image soucre

આવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.અને જો કોઈ ખેડૂત ઉપર જણાવેલ બાબતો છુપાવીને આ યોજનાનો લાભ મેળવે છે તો તેવા ખેડૂત પર કાયદાકીય રીતે ગુનો સાબિત થઈ શકે છે. તો તમે પણ આમાંના એક હોવ તો રહેજો સાવચેત!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong