સરકારની આ યોજના 30 નવેમ્બરે થઈ રહી છે સમાપ્ત, આજે જ લો લાભ નહિં તો રહી જશો

કોરોના કાળમાં કેન્દ્ર સરકારે દેશમાં લગભગ 80 કરોડ રાશનકાર્ડ ધારકોને માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરી હતી.

image source

સરકારની pmgkay સ્કીમના આધારે ગરીબ લોકોને મફતમાં રાશન આપવામાં આવી રહ્યું હતું. આ સ્કીમની શરૂઆત માર્ચ 2020માં જ્યારે કોરોના આવ્યો ત્યારથી કરવામાં આવી હતી. હવે આ યોજના આગામી 30 નવેમ્બરે ખતમ થઈ રહી છે.

ગરીબોને દર મહિને મળતો હતો આ ફાયદો

image source

સરકારની આ ખાસ યોજનાના આધારે ગરીબોને કોરોના સંકટની શરૂઆતથી જ એટલે કે માર્ચ 2020થી દર મહિને 5 કિલો ઘઉં કે ચોખા ફ્રીમાં આપવાની સરકારની આ સ્કીમ 30 નવેમ્બરે ખતમ થઈ રહી છે. વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર મફત અનાજ વિતરણની આ યોજનાને આગળ વધારવા માટે હાલમાં કોઈ વિચારણા કરવામાં આવી નથી. જો આવનારા દિવસમાં કોઈ નિર્ણય લેવામાં આવે તો આ યોજના લંબાઈ શકે છે. એક તરફ દેશમાં કોરોના સંકટ અટકવાનું નામ લઈ રહ્યું નથી ત્યારે આ સ્કીમ બંધ થતાં ગરીબોને મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.

ગરીબોને માટે વરદાન બની હતી pmgkay સ્કીમ

image source

આ વર્ષે માર્ચમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે pmgkayની જાહેરાત કરી હતી. તેમાં પહેલાં એપ્રિલ, મે અને જૂન મહિનાની જાહેરાત થઈ અને તેમાં દરેક રાશન કાર્ડ ધારકોને 5 કિલો ઘઉં કે ચોખા અને 1 કિલો દાળ મફત આપવાની જાહેરાત કરાઈ હતી.

image source

આ પછી તેને 5 મહિના માટે વધારીને 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. હવે આ માટે કોઈ નિર્ણય આવ્યો નથી માટે માનવામાં આવી રહ્યું છે કે આ સ્કીમ 30 નવેમ્બરે પૂર્ણ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી એટલે કે માર્ચ મહિનાથી ફ્રીમાં અનાજ વિતરણની આ યોજનાનો ખર્ચ કેન્દ્ર સરકારે ઉઠાવ્યો છે અને યોજના કોરોના કાળમાં દેશના ગરીબોને માટે વરદાનરૂપ સાબિત થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ