આ છે પીએમ મોદીના નવરત્નો, વાંચો શું ભૂમિકા હોય છે આ લોકોની…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે કેટલા પણ વર્કોહોલિક હોય, તેથી જ તેમની આ વાતની ચર્ચા દેશવિદેશોમાં થતી રહે છે. તેઓ પોતાના દરેક કામને લઈને સજાગ રહે છે. તેઓ જ્યાં પણ જાય, પછી તે દેશ હોય કે વિદેશ, દરેક જગ્યાએ તેમના ભાષણ અને કામના વખાણ થાય છે. પંરતુ બહુ જ ઓછા લોકો જાણે છે, કે તેમના આ ઉત્સાહની પાછળ માત્ર તેમના એકલાની મહેનત નથી, પંરતુ તેમના દરબારમાં રહેલા નવ રત્નો પણ છે. એવું કહેવું જરા પણ ખોટું નથી કે, વડાપ્રધાન મોદીના સપનાઓને પૂરા કરવાની જવાબદારી આ 9 નોકરશાહોએ પોતાના માથે લઈ લીધી છે. તો આજે મોદી દરબારના આ નવ રત્નો વિશે જરૂર જાણી લો.

પીએમ મોદીના આ લિસ્ટમાં સૌથી પહેલું નામ છે અજીત ડોભાલ. અજીત ડોભાલ ભારત સરાકરના રક્ષા મંત્રી હોવાની સાથે સાથે મોદીના સૌથી નજીકના પણ માનવામાં આવે છે. અજીત ડોભાલને ભારતના જેમ્સ બોન્ડ પણ કહેવામાં આવે છે. સમાચારોની માનીએ તો તેમણે પાકિસ્તાન પર થયેલી સર્જિકલ સ્ટ્રાઈકનો માસ્ટર માઈન્ડ પણ માનવામાં આવે છે. એટલુ જ નહિ, વડાપ્રધાન મોદી સુરક્ષા સાથે જોડાયેલા તમામ પ્રમુખ સમાચારો અજીત ડોભાલ પર જ છોડી દે છે.

પીએમ મોદીના લિસ્ટમાં આગળનું નામ છે નૃપેન્દ્ર મિશ્રનું. મોદીની એડમિનિસ્ટ્ર્રેટિવ કમિટીને સંભાળવાનું બધુ કામ તેઓ જ જુએ છે. મોદીના સપનાઓને જનતાના સપના સાથે જોડવાનું બધુ કામ તેમની ઉપર છે. 

આ લિસ્ટમાં બીજુ નામ છે પી.કે.મિશ્રા. તેઓ મોદી કેબિનેટમાં એડિશનલ પ્રિન્સીપાલ સેક્રેટરી છે. મોદી સરકારના દરેક એક કાર્યકર્તાનું સિલેક્શન તેઓ જ કરે છે. અનેક લોકો તો તેમને મોદી મંત્રાલયના એચઆર પણ કહે છે.

મોદીના આ ખાસ લિસ્ટમાં ચોથું નામ છે પ્રદીપ કુમાર સિન્હા. તેઓ મોદી સરકારના કેબિનેટ સેક્રેટરી છે. ખબરોની માનીએ તો GST પાછળનું આખુ દિમાગ તેમનું જ છે. સાથે જ GSTને જનતા સમજે તેની જવાબદારી પણ તેમને આપવામાં આવી હતી.

મોદીના પાંચમા અનમોલ રત્ન છે શક્તિકાંત મિશ્રા. તેઓ મોદી સરકારના ઈકોનોમિક અફેર્સના સેક્રેટરી છે. તમને બધાને નોટબંધીનો સમય તો યાદ જ હશે. શક્તિકાંત મિશ્રા એ ચહેરો છે, જે નોટબંધી દરમિયાન બહુ ચર્ચામાં આવ્યા છે. તેઓ મોદી સરકારના વિદેશી ઈકોનોમિક આંકડાઓ પર પણ ધ્યાન રાખે છે.આ લિસ્ટમાં આગળનું નામ છે એસ.જયશંકરનું. જેમના પર સરકારની વિદેશ નીતિઓની જવાબદારી છે. તેઓ ભારત સરકારના સૌથી ઉપરના ઓફિસર માનવામાં આવે છે. તેમના માટે તેમના કામથી વધીને કંઈ જ નથી.

મોદીનો ઓફિસરમાં લિસ્ટમા સાતમા સ્થાન પર છે અભિતાભ કાંત, જેઓ નીતિ આયોગ અને ભીમ એપના તમામ કાર્યો અને નિયમોના કર્તાહર્તા છે.

આઠમા સ્થાન પર છે હસમુખ અધિયા. જેઓ કેન્દ્ર સરકારના રેવન્યુ સેક્રેટરી છે. આ ઉપરાતં બહુ જ ચોંકાવનારી બાબત છે કે, નોટબંધી વિશે મોદી ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિને તેની જાણકારી હતી તો તે હસમુખ અધિયા હતા.

મોદી સરકારના નવમા અનમોલ રત્ન છે ભાસ્કર ખુલ્બે. જેમને રાજનીતિની દુનિયામાં મીલનો પત્થર કહેવામાં આવે છે. તેમનું કામ પાર્ટી માટે ઈમાનદાર ઓફિસરોની શોધ કરવાની તેમજ પાર્ટીના ઓફિસરશાહોમાં ઈમાનદાર નેતાઓની સરાહના કરવાનું છે.

મોદી સરકારના આ નવરત્નોના ચહેરાઓ સમાચારમાં બહુ જ ઓછા આવે છે, પરંતુ જ્યારે પણ તેઓ ચર્ચામાં આવે છે તેઓ કોઈ મોટું જ લાવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી