પહેલીવાર દેવદિવાળીએ વારાણસી જશે PM મોદી, 15 લાખ દીવાઓથી સજાવાશે ગંગા ઘાટ

વારાણસીમાં દેવ દિવાળીના અવસરે ગંગાના 84 ઘાટ પર લગભગ 15 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. કાશી તટ આજે 15 લાખ દીવાથી ઝગમગશે. ખાસ વાત છે કે પહેલો દીવો PM મોદી પોતે પ્રગટાવશે. પીએમ નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય વિસ્તાર વારાણસી આવશે. વડાપ્રધાન તરીકે આ તેમની 23મી વખત મુલાકાત છે, જ્યારે બીજા કાર્યકાળમાં ત્રીજી વખત આવી રહ્યા છે. છેલ્લી વખત તેઓ 16 ફેબ્રુઆરીએ કાશી આવ્યા હતા.

પીએમ મોદી પહેલી વખત દેવદિવાળી પર આવી રહ્યા છે

image source

નોંધનિય છે કે પીએમ મોદી પહેલી વખત દેવદિવાળી પર આવી રહ્યા છે, સાથે જ તેઓ પહેલી વખત ગંગા માર્ગથી કાશી વિશ્વનાથ મંદિર જશે. વિશ્વનાથ કોરિડોરનાં વિકાસકાર્યોની સમીક્ષા કરીને બાબા વિશ્વનાથ ધામ પહોંચશે અને ત્યાં પૂજા-અર્ચના કરશે. કાર્તિક પૂર્ણિમા પર વડાપ્રધાન મોદી સોમવાર બપોરે વારાણસીના બાબતપુર એરપોર્ટ પહોંચશે. અહીં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમનું સ્વાગત કરશે. અહીંથી વડાપ્રધાન ખજૂરી જશે. અહીં પ્રયાગરાજ-વારાણસી 6 લેન હાઈવેનું લોકાર્પણ કરવાની સાથે જ તેમની જનસભા થશે.

વારાણસીના ઘાટ પર યોજાશે લેસર શો

image soucre

જનસભા બાદ તેઓ હેલિકોપ્ટરથી ડોમરી જશે. એ પછી અહીંથી તેઓ રોડ માર્ગે ભગવાન અવધૂત રામ ઘાટ જશે અને અલનંદા ક્રૂઝ પર સવાર થઈને લલિતા ઘાટ પહોંચશે. લલિતા ઘાટથી તેમનો કાફલો વિશ્વનાથ મંદિર આવશે. અહીં દર્શન-પૂજન કરીને કોરિડોરનાં વિકાસકાર્યોનું સ્થળીય નિરીક્ષણ કરશે. ક્રૂઝથી પાછા રાજઘાટ પહોંચશે અને દીપ પ્રગટાવીને દીપોત્સવની શરૂઆત કરશે.

image source

અહીં પાવન પથ વેબસાઈટનું લોકાર્પણ થશે. રાજઘાટથી જ વડાપ્રધાન મોદી ક્રૂઝથી રવિદાસ ઘાટ માટે રવાના થશે. PM મોદીની હાજરીમાં આ વખતે વારાણસીના ઘાટ પર લેસર શોનું આયોજન પણ કરાશે. જે રીતે અયોધ્યાના લેસર શોની મદદથી દુનિયાને ભવ્ય દિવાળીનો અનુભવ કરાવાય છે તેવી આવી કોશિશ આ વખતે બનારસના ઘાટ પર પણ કરાશે.

15 લાખ દિવા પ્રગટાવવામાં આવશે

image source

ત્યાર બાદ રવિદાસ ઘાટ પહોંચીને કારથી ભગવાન બુદ્ધની તપોસ્થળી સારનાથ માટે રવાના થઈ જશે. અહીં તેઓ લાઈટ એન્ડ સાઉન્ડ જો જોશે અને ત્યાર પછી બાબતપુર એરપોર્ટથી દિલ્હી પાછા ફરશે. પીએમ મોદી લગભગ સાત કલાક કાશીમાં રોકાશે. દેવદિવાળી પર કાશીના તમામ 84 ઘાટ દીપથી રોશન થાય છે. દર વર્ષે લાખો લોકો આ અદભુત નજારાને જોવા માટે આવે છે, પણ કોરોનાના સંકટને કારણે આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા સીમિત કરી દેવાઈ છે. દરેક વ્યક્તિ માટે માસ્ક જરૂરી છે. ગત વર્ષે અહીં 10 લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા, પણ આ વખતે દીપની સંખ્યામાં 5 લાખનો વધારો કરી દેવાયો છે. 20-25 ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે.

મહાઆરતી દરમિયાન 21 બટુક અને 42 કન્યા આરતીમાં જોડાશે

image soucre

આ દરમિયાન 16 ઘાટ પર તેમની સાથે જોડાયેલી કથાની બાળ કલાકૃતિ બનાવવામાં આવી છે. જૈન ઘાટની સામે ભગવાન જૈનની આકૃતિ, તુલસી ઘાટ સામે વિશ્વપ્રસિદ્ધ નાગ નથૈયાના કાલિયા નાગની આકૃતિ અને લલિતા ઘાટની સામે માતા અન્નપૂર્ણા દેવીની આકૃતિ પણ બનાવવામાં આવી છે. દેવદિવાળી પર વડાપ્રધાન પોતે પણ દીપદાન કરશે. દશાશ્વમેઘ ઘાટ પર મહાઆરતી દરમિયાન 21 બટુક અને 42 કન્યા આરતીમાં જોડાશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં 1લી ડિસેમ્બર સુધી કાશીમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

રાજમાર્ગ 19ને રાષ્ટ્રના નામે સમર્પિત કરશે

image soucre

દેવ દિવાળીના કાર્યક્રમમાં ભાગ લેતા પહેલાં પીએમ મોદી રાષ્ટ્રીય રાજમાર્ગ 19ને રાષ્ટ્રના નામે સમર્પિત કરશે. આ સડક વારાણસીથી પ્રયાગરાજને જોડશે. આ સડકના નિર્માણમાં 2447 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સડક ખોલવા માટે વારાણસી- પ્રયાગરાજનું અંતર કાપવામાં એક કલાકનો સમય ઘટી જશે.

દેવદિવાળીનું મહત્ત્વ

image soucre

એક માન્યતા છે કે દેવદિવાળીના દિવસે તમામ દેવતા બનારસના ઘાટ પર આવે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. ત્રિપુરાસુરના વધ પછી તમામ દેવી-દેવતાઓએ મળીને ઉજવણી કરી હતી. કાશીમાં દેવદિવાળીનો અદભુત સંયોગ ગણવામાં આવે છે. આ દિવસે દીપદાન કરવાથી પુણ્ય ફળદાયક અને વિશેષ મહત્ત્વવાળું બની જાય છે. માન્યતા છે કે ભગવાન ભોલેનાથે પોતે ધરતી પર આવીને ત્રણ લોકથી ન્યારી કાશીમાં દેવતાઓ સાથે ગંગા ઘાટ પર દિવાળી ઊજવી હતી. એટલા માટે આ દેવદિવાળીની ધાર્મિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે.

કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ

image source

કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. અહીં 55 હજાર સ્કેવર મીટરમાં બની રહેલો કોરિડોર ભવ્ય દેખાઈ રહ્યો છે. કાશી ધામ હવે રાજસ્થાન અને મિર્ઝાપુરના ગુલાબી પત્થરોથી સજાવાશે. પીએમ મોદી આજે લગભગ સાડા 6 કલાક સુધી વારાણસીમાં રહેશે. આ સમયે તેઓ બાબા વિશ્વનાથના દર્શન પણ કરશે અને ગંગા નદી પર તૈનાત ક્રૂઝથી દેવ દિવાળી પણ જોશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ