PM Kisan Samman Nidhi Schemeનો નવો હપ્તો થયો જમા, ચેક કરી લો તમારું એકાઉન્ટ પણ

એક તરફ દેશમાં છેલ્લા 22 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જેમાં ખેડૂતો 3 નવા કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ સરકાર પાસે કરી રહ્યા છે. સરકારનું કહેવું છે કે આ કાયદા ખેડૂતોના હિતમાં છે અને તેને રદ્દ કરી શકાય તેમ નથી. તેની પર ચર્ચા થઈ શકે છે. અગાઉ 5 વખત ચર્ચા બાદ પણ કોઈ રીઝલ્ટ આવ્યું નથી, ત્યારે આ સમયે PM Kisan Samman Nidhi Schemeનો 7મો હપ્તો મોદી સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામા આવ્યો છે. આ હપ્તાની રાહ ખેડૂતો લાંબા સમયથી જોઈ રહ્યા છે.

image soucre

દરેક લોકો જાણે છે તેમ આ યોજનાના આધારે ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને 3 હપ્તામાં આપવામાં આવે છે. આ વખતે રકમ જમા કરાવવામાં થોડું મોડું થયું છે. જો તમે પણ આ યોજનાના હકદાર છો તો તમારું ખાતું ચેક કરી શકો છો અને જાણી લો કે તમને આ સ્કીમના રૂપિયા મળ્યા છે કે નહીં.

image source

જો તમે પણ PM Kisan Samman Nidhi Schemeના હકજાર છો તો તમે આ ખાસ રીતે તરત જ તમારું એકાઉન્ટ ચેક કરી શકો છો.

આ માટે સૌ પહેલાં PM Kisan Samman Nidhi Schemeની વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.

image source

હવે તેની તમામ પ્રક્રિયાઓ પૂરી કરો.

આ પછી ફરી એન્ટરનું ઓપ્શન પસંદ કરો.

એક હોમપેજ ખૂલશે અને હવે તમે કિસાન કોર્નર પર જાઓ.

ત્યાર પછી સ્ટેટસનું ઓપ્શન ક્લિક કરો.

જે પેજ ખૂલે તેમાં તમારો ખાતા નંબર, આધાર નંબર અને મોબાઈલ નંબર એન્ટર કરો.

હવે ગેટ રિપોર્ટ પર ક્લિક કરો. તમને તેનું તમામ વિવરણ મળશે.

image source

જો તમારા બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાની રકમ નથી આવી તો તમે તમારા બેંક એકાઉન્ટમાં FTO Fund Transfer Order લખેલું જોઈ શકો છો. આવું આવે તો ગભરાઓ નહીં,. તમારા રૂપિયા જલ્દી જ તમારા સુધી આવશે. આ મેસેજનો અર્થ છે કે સરકારે તેમારી માહિતી વેરિફાઈ કરી છે અને જલ્દી રકમ તમારા ખાતામાં આવી જશે. રાજ્ય સરકાર આવેદન કરનારા દરેક ખેજૂતને દરેક દસ્તાવેજની માહિતી ચકાસ્યા બાદ જ રૂપિયા આપે છે.

image source

આમ છતાં પણ કોઈ સમસ્યા આવી રહી છે તો તમે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાની હેલ્પલાઈનની મદદ લઈ શકો છો. અહીં આપેલા હેલ્પલાઈન નંબર પર ફોન કરીને પણ જાણકારી મેળવી શકો છો. આ સિવાય તમને જો તમારી યોજના સંબંધિત કોઈ પણ જાણકારી જોઈએ કે ફરિયાદ કરવી હોય તો તમે 011-24300606 આ હેલ્પલાઈન નંબર પર ફોન કરી શકો છો.

image soucre

યાદ રાખો કે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના આધારે દેશના કરોડો ખેડૂતોને કેન્દ્ર સરકાર વર્ષે 6000 રૂપિયા આપે છે. આ રકમ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વર્ષ,માં 3 વખત 2000 રૂપિયાના હપ્તા રૂપે જમા કરાવાય છે. આ યોજનાથી નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને મોટી મદદ મળી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ