શુ કરે છે જાણીતા પ્લેબેક સિંગરના બાળકો? સોનુ નિગમનો દીકરો તો કરે છે કઈક આવું કે….
સ્ટાર કિડ્સ વિશે તો હંમેશા વાતો થતી રહે છે, એ શું કરે છે, શુ બનવા માંગે છે, શુ પહેરે છે એ બધા વિશે ચર્ચા થતી જ રહે છે પણ બોલિવુડના પ્લેબેક સિંગર્સ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સેલેબ્સના બાળકો વિશે ભાગ્યે જ વાત કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે અમુક ફેમસ મયૂઝીક ઇન્ડસ્ટ્રી સેલેબ્સના બાળકો ક્યાં છે અને શું કરે છે?
અનુ મલિક.

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના શાનદાર મ્યુઝિક કંપોઝર અનુ મલિકને બે સુંદર દીકરીઓ છે, અદા મલિક અને અનમોલ મલિક. એમની દીકરી અનમોલ મલિક સિંગર છે તો બીજી દીકરી અદા મલિક એક ફેશન ડિઝાઈનર છે.
અલકા યાજ્ઞિક.

બોલીવુડની ફેમસ સિંગર અલકા યાજ્ઞિકની દીકરી સાયશા કપૂરે લંડન સ્કૂલ ઓફ માર્કેટિંગમાંથી એમબીએ કર્યું છે અને અંધેરી મુંબઈમાં Boveda Bristro રેસ્ટોરેન્ટ ચલાવે છે. એમના લગ્ન થઈ ચૂક્યા છે અને એ ફેમીલી લાઈફ અને કરીયરને ખૂબ જ સરસ રીતે મેનેજ કરી રહી છે. તમને જણાવી દઈએ કે અલકા યાજ્ઞિકે શિલાંગ બેસડ એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા, પણ અલકા અને એમના પતિ નીરજ કપૂર 26 વર્ષોથી અલગ રહે છે. અલકાએ દીકરીનો ઉછેર એકલા હાથે જ કર્યો છે.
લકી અલી.

છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર લાઈમ લાઈટમાં આવનારા લકી અલીએ ત્રણ લગ્ન કર્યા છે અને ત્રણેય લગ્નોથી એમને પાંચ બાળકો છે. પહેલી અને બીજી પત્નીથી લકી અલીને બે બે બાળકો થયા જ્યારે ત્રીજા લગ્નથી એક દીકરો છે. લકી અલીની દીકરી તસમિયાને પણ પિતાની જેમ જ ગાવાનો શોખ છે
સુનિધિ ચૌહાણ.

ફેમસ પ્લેબેક સિંગર સુનિધિ ચૌહાણે બે વર્ષ પહેલાં એક દીકરાને જન્મ આપ્યો હતો. સુનિધિના પહેલા લગ્ન બોબી ખાન સાથે થયા હતા, એમની સાથે છૂટાછેડા પછી સુનિધીએ હિતેશ સોનિક સાથે લગ્ન કર્યા હતા. હિતેશ અને સુનિધિના દીકરાનું નામ તેગ છે ઓન છેલ્લા કેટલાક સમયથી એવી ખબર આવી રહી છે કે લગ્નના આઠ વર્ષ પછી સુનિધિ અને એમના પતિ હિતેશ એકબીજાથી અલગ થઈ રહ્યા છે અને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને થોડા સમયથી અલગ રહે છે
સોનું નિગમ.

સોનુ નિગમનો દીકરો નિવાન નિગમ પોતાની ક્યુટનેસને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. નિવાનમાં પણ એક ઉમદા સિંગર દેખાય છે પણ થોડા મહિના પહેલા સોનુ નિગમે એ કહીને બધાને હેરાન કરી દીધા હતા કે એ પોતાના દીકરાને સિંગર નથી બનાવવા માંગતા, ઇન્ડિયામાં તો બિલકુલ નહિ. એ આમ તો જન્મજાત સિંગર છે પણ એને જીવનમાં બીજી વસ્તુઓમાં પણ ઇન્ટરેસ્ટ છે. અત્યારે એ યુએઈના ટોપ મોસ્ટ ગેમર્સમાં સામેલ છે.
આતીફ અસલમ.

પાકિસ્તાની સિંગર જેમને બોલીવુડમાં પણ પ્લેબેક સિગિંગમાં ખૂબ નામ મેળવ્યું છે એમના બે દીકરા છે. એમના મોટા દીકરાનું નામ અહદ છે. વર્ષ 2019માં એ ફરી એકવાર એક પુત્રના પિતા બન્યા છે.
કુમાર સાનું.

કુમાર સાનુએ બે લગ્ન કર્યા છે. પહેલી પત્ની રીટા ભટ્ટાચાર્જીથી એમને ત્રણ દીકરા જાન, જીકો અને જેસી છે. જાન સાનું બિગ બોસ 14ના કન્ટેસ્ટન્ટ હતા અને શોમાં એમના પિતા કુમાર સાનું સાથેની એમની રિલેશનશિપને લઈને ઘણી કોન્ટ્રોવર્સી પણ થઈ હતી. વર્ષો પછી કુમાર સાનુએ સોનાલી ભટ્ટાચાર્જી સાથે લગ્ન કર્યા હતા, જેમનાથી એમને બે દીકરીઓ સેનન અને એંના છે.
શંકર મહાદેવન.

શંકર મહાદેવનના બે દીકરા સિદ્ધાર્થ અને શિવમ મહાદેવન છે. સિદ્ધાર્થ વ્યવસાયે મ્યુઝિક કંપોઝર છે
ઉષા ઉતથુંપ.

ઇન્ડિ- પૉપ અને પ્લે બેક સિંગર ઉષા ઉતથુંપને પણ એક દીકરો સની અને દીકરી અંજલી છે. અંજલીની પણ માતાની જેમ સિગિંગનો શોખ છે.
પંકજ ઉદાસ.

પંકજ ઉદાસને બે દીકરીઓ રિવા અને નયાબ ઉદાસ છે.પંકજ ઉદાસે એક વર્ષ પહેલાં જ પોતાની દીકરી નયાબનું ધામધૂમથી લગ્ન કર્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,