સીલ પેક પ્લાસ્ટિકની બોટલનો ક્યારેય બીજી વાર ન કરો ઉપયોગ, થઈ શકે ગંભીર નુકશાન

આપણે બધા હંમેશા જોતા હોઈએ છીએ કે લોકો પેપ્સી, કોકા-કોલા, અથવા કોઈ અન્ય કોલ્ડ ડ્રિંક અને પાણીની જૂની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ત્યા સુધી કરે છે કે તે બોટલ લીક ન થઈ જાય. પાણીથી ભરેલી આ પ્લાસ્ટિકની બોટલને ફ્રિજમાં પણ રાખવામાં આવે છે અને પછી તે જ કારની પાછળની સીટ પર રાકવામાં આવે છે. પરંતુ આમ કરતી વખતે તમે એ જાણતા નથી હોતા કે બોટલના પાણી પર આ તાપમાનના પરિવર્તનની શું અસર પડે છે?

કારમાં બોટલ રાખવી જોખમી

image source

આપણી રોજિંદા ઉપયોગમાં લેવામાં આવતી પ્લાસ્ટિકની બોટલ પછી તે કોલ્ડ ડ્રિકની હોય કે પછી મિનરલ વોટરની તેને એકવાર ખોલ્યા પછી તેનો બીજીવાર ઉપયોગ કરવો યોગ્ય નથી. તમારી માહિતી માટે જણાવી દઈએ કે આ બધા પોલિઇથિલિન ટેરેફેથાલેટ (પીઈટી) નામના રસાયણમાંથી બનાવવામાં આવે છે. જ્યારે તાપમાન ખૂબ ઉંચુ હોય છે જેમ કે કારની પાછળની સીટ પર અથવા બેગમાં રાખવાથી થાય છે, ત્યારે આ કેમિકલ ડિફ્યુજ થઈને પાણીને ખરાબ બનાવી દે છે.

સિલ પેક બોટલનો ફક્ત એક જ વાર ઉપયોગ કરો

image source

લગભગ તમામ ઠંડા પીણા અથવા મિનરલ પાણીની બોટલ ફક્ત એકવાર ઉપયોગ માટે જ બનાવવામાં આવે છે અને તેમા આ ચેતવણી પણ આપવામાં આવે છે. તેમા BPA એટલે કે Bisphenol A નામનું એક કમ્પાઉન્ડ હોય છે, જે વારંવાર ઉપયોગમાં લેવાથી અનેક રોગોનું કારણ બની શકે છે. ઉપરાંત રોજિંદા ઉપયોગથી પ્લાસ્ટિકની બોટલમાં થોડા થાડા ક્રેક્સ આવી જાય છે, જેમાં સરળતાથી બેક્ટેરિયા અને ઘણા સુક્ષ્મજીવોને બોટલમાં પ્રવેશ કરી શકે છે.

કેન્સરનું આ એક કારણે છે

image source

ગ્લીનવિલે ન્યુટ્રિશન ક્લિનિકના પ્રખ્યાત ડોક્ટર મેરિલીન ગ્લેનવિલેએ પણ તેમના વિશે જણાવ્યું હતું, જે મુજબ પ્લાસ્ટિકની બોટલોનો વારંવાર ઉપયોગ ઘણી મહિલાઓને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે. જેમ કે પીસીઓએસ, હોર્મોન પ્રોબ્લેમ્સ, સ્તન કેન્સર અને અન્ય ઘણી વસ્તુઓ. પારદર્શક બોટલ સિવાય, આપણે ઘણા રંગોવાળી બોટલનો પણ ફરીથી ઉપયોગ કરીએ છીએ જેમ કે માઉન્ટેન ડ્યુ કે મિરિંડા, તેને તો ફરીથી ક્યારેય ઉપયોગ ન કરવો જોઇએ. કલર કરવાની પ્રોસેસમાં પ્લાસ્ટિકમાં ઘણા વધુ રસાયણો ઉમેરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે અનેક ગણા વધુ જોખમી હોય છે.

કાચની બોટલનો ઉપયોગ કરી શકો છો

image source

Treadmill Reviews.net ના રિસર્ચ, રિવ્યુઝ અને ટેસ્ટ લેબના અનુસાર એવું માનવામાં આવે છે કે, જો પ્લાસ્ટિકની બોટલનો વધુ ઉપયોગ કરવામાં આવે તો તેમાં E|coli નામનો સૂક્ષ્મજંતુ આવી જાય છે જે માઇક્રોસ્કોપિક હોય છે. સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમની બોટલો સલામત માનવામાં આવે છે, પરંતુ તે થોડા સમય બાદ કાટ ખાવા લાગે છે. આ કિસ્સામાં તમે વિકલ્પ તરીકે કાચની બોટલનો ઉપયોગ કરી શકો છો.

પાણીની બોટલને નિયમિત સાફ કરો

image source

જો પાણીની બોટલને સતત સાફ ન કરવામાં આવે તો તેમાં ઘણા પ્રકારનાં સૂક્ષ્મજંતુઓ આવી શકે છે, તેથી જો પાણીની બોટલ સતત નથી ધોતા અને એવુ માનો છો કે પાણી જ તો છે, તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. ભારત જેવા દેશમાં જ્યાં મોટાભાગના રોગો ગંદા પાણી પીવાથી થાય છે, ત્યાં આપણે પોતે થોડી કાળજી લેવી જોઈએ.