ક્યારે પણ મીઠું પ્લાસ્ટિકના વાસણમાં ના રાખો, બની શકે છે ગરીબીનું કારણ અને…

આપણા જીવનમાં મીઠું ઘણું મહત્વ ધરાવે છે. જો કોઈ ભોજનમાં મીઠું ઓછું હોય કે પછી ના હોય તો તે ભોજનમાં આપ ગમે તેટલા મસાલા ઉમેરો તો પણ તે ભોજન સ્વાદિષ્ટ બનાવી શકાતું નથી. એવી જ રીતે આપણા શારીરિક જીવનમાં પણ મીઠું ઘણું મહત્વ ધરાવે છે. ઘણી બધી વ્યક્તિઓ મીઠાને રાહુ ગ્રહનું પ્રતિક પણ માનવામાં આવે છે. મીઠું અલગ અલગ પ્રકારના આવે છે અને દરેક મીઠું અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલ હોય છે. જયારે કેટલાક જ્યોતિષીઓ મીઠાને રાહુ ગ્રહનું પ્રતિક માને છે અને મીઠાનો ઉપયોગ કરે છે.

image source

જો આપ આપના ઘરના કિચનમાં મીઠાને સ્ટીલ કે પછી લોખંડની ડબ્બી કે પછી ડબ્બામાં રાખો છો તો સ્ટીલ કે લોખંડમાં રાખેલ મીઠું આપના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ચંદ્ર અને શનિ ગ્રહનું મિલન આપના માટે અત્યંત ગંભીર યોગ નિર્માણ કરી શકે છે. સ્ટીલ અને લોખંડની ધાતુ હંમેશાથી શણ સાથે સંબંધિત હોય છે. આપને જણાવીએ કે, શનિ દેવ આપણા કર્મોના દેવતા તરીકે માનવામાં આવે છે અને શનિ દેવ આપણને આપણા કર્મો પ્રમાણે ફળ આપે છે.

image soucre

આપે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે, આપના ઘરની મહિલાઓ મીઠાના સૌથી વધારે સંપર્કમાં રહે છે એટલા માટે મીઠાને સંબંધિત સૌથી વધારે પ્રભાવ મહિલાઓ પર જોવા મળે છે. એટલા માટે મહિલાઓમાં માનસિક વિક્ષેપ, ગુસ્સો, લડાઈના વિચારોથી વધુ પ્રભાવિત થતી રહે છે કેમ કે, જયારે ચંદ્ર અને શનિ ગ્રહ એકસાથે હોય છે ત્યારે ઘાતક સિદ્ધિ યોગનું નિર્માણ કરી રહ્યા હોય છે. જે આપના માટે ઘણું અશુભ સાબિત થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં આપના તમામ કામમાં વિઘ્નો આવવાના શરુ થવા લાગે છે. ઉપરાંત આપનું ધ્યાન બિનજરૂરી બાબતો પર વધારે ધ્યાન આપવા માટે પ્રેરાતુ રહે છે. આ સાથે જ આપ રોગ અને શોકથી પણ પીડાઈ શકો છો.

image source

આપે આપના ઘરમાં ક્યારેય પણ પ્લાસ્ટિકની વસ્તુઓમાં મીઠાનો સંગ્રહ કરવો જોઈએ નહી. પ્લાસ્ટિકની વસ્તુમાં મીઠાનો સંગ્રહ કરવો આપના માટે દરિદ્રતાનું કારણ બની શકે છે. આવા સમયે જો આપને ધનલાભ થતો હશે તો તે ધનલાભ થવાની સાથે જ આપને કે પછી આપના પરિવારના કોઈ સભ્યને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત ઘરખર્ચમાં પણ વધારો જોવા મળી શકે છે આમ આપને થયેલ ધનલાભનો વેડફાઈ જાય છે. આ સાથે ઘરમાં આવેલ નાણા ક્યારે પુરા થઈ જશે તેની આપને પોતાને જાણ થશે નહી અને આપના કિચનનો સમય પણ ધીરે ધીરે પૂર્ણ થઈ શકે છે એટલા માટે આપે પ્લાસ્ટિકના કન્ટેનર માં મીઠાને રાખવાથી બચવું જોઈએ.

image source

કાચના વાસણમાં મીઠાને રાખવું ઘણું શુભ માનવામાં આવે છે કેમ કે, રાહુ ગ્રહનો સંબંધ મીઠા સાથે જોડાયેલ હોવાથી કાચ સાથે જોડાઈને રાહુ ગ્રહ તરફ દ્રષ્ટિ થવાથી રાહુ ગ્રહના નકારાત્મક પ્રભાવ નિષ્ફળ થઈ જાય છે. ચંદ્ર અને રાહુ ગ્રહનું એકસાથે હોવું શુભ માનવામાં આવે છે એટલા માટે કાચના વાસણમાં મીઠું રાખવાથી આપની માનસિક તકલીફો દુર થઈ શકે છે. કાચમાં રહેલ મીઠાને વધુ શુભ માનવામાં આવે છે. પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખેલ મીઠું આપની બદકિસ્મતીનું કારણ બની શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ