જલ્સા કરોને જેંતીલાલ

પ્લાસ્ટિકના કચરાના બદલામાં મળે છે મફત થાળી, જાણો ક્યાં ખૂલી દેશની આવી પ્રથમ રેસ્ટૉરન્ટ

છત્તીસ ગઢમાં પ્લાસ્ટિકના કચરાના બદલામાં મળી રહ્યું છે ભરપેટ મફત ભોજન !

image source

આજે પર્યાવરણને બચાવવા માટે સરકાર તેમજ સામાજીક સંસ્થાઓ તેમજ એનજીઓ દ્વારા ઘણા બધા પ્રયાસ કરવામા આવી રહ્યા છે. રેલ્વેએ જેમ પ્લાસ્ટિકની બોટલોના બદલામાં મોબાઈલનું ફ્રી રીચાર્જ કરી આપવાનું શરૂ કર્યું છે તેવી જ રીતે છત્તીસગઢમાં એક કીલો પ્લાસ્ટિકના બદલામાં ભરપેટ ભોજન આપવાની શરૂઆત કરવામા આવી છે.

image source

છત્તીસગઢના અમ્બિકાપુરમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. અહીં અરધો કીલો એટલે કે 500 ગ્રામ પ્લાસ્ટિકનો કચરો આપવા બદલ નાશ્તો અને 1 કી.ગ્રામ કચરો આપવા બદલ મફતમાં ભરપેટ ભોજન પીરસવામાં આવે છે.

image source

જિલ્લા પ્રશાસન તેમજ નગરનિગમ દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે

છત્તીસગઢ શહેરના બસ સ્ટેશન નજીક આ ગાર્બેજ કેફે શરૂ કરવામાં આવ્યું છે. તેની પહેલ જિલ્લા તેમજ સ્થાનિક નગર નિગમ પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવી છે. આ ઓફર શહેરના દરેક નાગરિક માટે ઉપલબ્ધ છે. પછી તે કોઈ કચરા વિણવાવાળી ગરીબ વ્યક્તિ હોય કે પછી દેશને સ્વચ્છ રાખવા તત્ત્પર એક જવાબદાર નાગરિક હોય. જો કે આ ઓફર માત્ર કહેવા ખાતરની જ નથી. એક કીલો કચરાના બદલામાં જે થાળી ભરીને ભોજન પિરસવામાં આવે છે તે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. અને તેના વ્યંજનોમાં પણ રોજ નવી વેરાયટી હોય છે.

image source

છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે થોડા સમય પહેલાં જ આ કેફેનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ પ્રકારના અનોખા વિચારને ભારે આવકાર આપ્યો હતો. સિંહદેવે તે સમયે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એવું પ્લાસ્ટિક કે જેને એક જ વાર ઉપયોગમાં લઈ ફેંકી દેવામાં આવે છે તેનું પ્રમાણ વધી રહ્યું છે. તેવા સંજોગોમાં અંબિકાપુરમાં પ્લાસ્ટિક કચરાનું યોગ્ય વ્યવસ્થાપન લોકોને આ પ્રકારના ગાર્બેજ કેફે શરૂ કરવાથી એક અલગ જ પ્રોત્સાહન પુરુ પાડશે.

image source

તેમણે જણાવ્યું હતું કે માત્ર એક કીલોગ્રામ પ્લાસ્ટિકના બદલામાં ભરપેટ ભોજન અને પાંચસો ગ્રામ પ્લાસ્ટિકના બદલામાં નાશ્તો મળવો એ ખરેખર વખાણવા યોગ્ય કામ છે. આ રીતે એક કાંકરે બે પક્ષી મારી શકાશે એક તો પ્લાસ્ટિકની સમસ્યાથી મહદઅંશે છુટકારો મળશે અને બીજી બાજુ જરૂરિયાત મંદોને પેટભરીને ભોજન પણ મળી રહેશે. આ એક પ્રકારનો રોજગાર જ છે જેમાં વળતરના બદલામા રૂપિયા નહીં પણ ભોજન મળે છે.

ગાર્બેજ કેફેનું કામ પ્રોફેશનલને સોંપવામાં આવ્યું છે

image source

દરેક કામ માટે એક અલગ નિષ્ણાત વ્યક્તિ હોય છે. જે પોતાનુ કામ સારી રીતે કરી જાણે છે. આ ગાર્બેજ કેફે ચલાવવા માટે પણ પ્રશાસને વ્યવસાયિને પસંદ કર્યા છે. આમ કરવાથી કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થઈ શકશે. આ કાફેમાં કચરાનું વજન કર્યા બાદ કચરો લાવનાર વ્યક્તિને ટોકન આપવાની વ્યવસ્થા કરવામં આવી છે. કોઈ પણ વ્યક્તિ પ્લાસ્ટિકનો કચરો લાવીને વજન કરાવીને તેના બદલામાં ભોજન તેમ જ નાશ્તો મેળવી શકે છે.

તમને જણાવી દઈએ કે છત્તિસગઢનું અમ્બિકાપુર શહેર સમગ્ર દેશમાં તેની સ્વચ્છતાના કારણે નામના મેળવી ચુક્યું છે. અમ્બિકાપુરના મેયર ડો. અજય તિર્કી વ્યવસાયે ડોક્ટર છે. તેમની સલાહને ધ્યાનમાં રાખીને આ કેફેનું નામ મોર ધ વેસ્ટ, બેટર ધ ટેસ્ટ રાખવામાં આવ્યું છે.

તેમના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના પગલાંથી એટલે કે આ પ્રકારે ગાર્બેજ કેફે ખોલવાથી તેના સંચાલનમાં લોકોની સ્વચ્છતા અભિયાનમાં ભાગીદારી વધશે. આ કેફેની જ્યારે ટ્વીટર પર જાહેરાત કરવામાં આવી ત્યારે આ પહેલને માત્ર દેશમાંથી જ નહીં પણ સમગ્ર વિશ્વમા બિરદાવવામાં આવી.

ગાર્બેજ કેફે ખરેખ એક અનોખી પહેલ ! શહેર પણ સ્વચ્છ રહે અને જરૂરિયાત મંદોને બે ટંકનું ભોજન અને નાશ્તો પણ મળી રહે. સ્વચ્છતા માટે આથી વધારે ઉત્તમ પહેલ બીજી કઈ હોઈ શકે !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version