પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવો છો તો અત્યારે જ બંધ કરી દો, પ્લાસ્ટિક શરીર માટે છે…..

પહેલાના જમાનામાં લોકો પીત્તળ, માટી કે તાંબાના વાસણમાં પાણી પીતા હતા. તેમનુ માનવુ હતુ કે તેનાથી બીમારીઓ શરીરથી દૂર રહે છે. પણ આજે એ તાંબા અને પિત્તળના વાસણોનુ સ્થાન પ્લાસ્ટિકની બોટલોએ લીધુ છે. વાસણોથી લઈને પીવાની પાણીની બોટલો સુધી બધા જ સ્થાને પ્લાસ્ટિક જ જોવા મળે છે. પ્લાસ્ટિક આપણા જીવનમાં એ રીતે ઘર કરી ગયુ છે કે જે દિવસો દિવસ આપણને બીમાર કરી રહ્યુ છે.

હા, હકીકતમાં આપણે જેટલા સ્માર્ટ અને ઈઝી લાઈફ તરફ દોરાઈ રહ્યાં છીએ, તેટલા જ આપણે ખતરનાક બીમારીઓને આવકારી રહ્યા છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ એક પ્લાસ્ટિકની બોટલ હોય કે પછી ડીશ તે આપણા શરીર માટે ધીમું ઝેર છે. હવે તમે જ વિચારો કે જ્યારે પણ તમે મુસાફરી કરતા હોવ છો ત્યારે પાણીની બોટલ સાથે જ રાખો છો બરાબરને? પરંતુ આ પ્લાસ્ટિકની બોટલ અંગે ન્યુયોર્ક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસ મુજબ જાણવા મળ્યું કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું કે પ્લાસ્ટિકની ડીશમાં ખાવું તમને ભારે પડી શકે છે. કારણ કે, પ્લાસ્ટિકમાં રહેલા ઇન્ડોક્રૈન ડિસરપ્તિંગ કેમિકલથી કેન્સર, ડાયાબિટીસ, ઓટીજ્મ જેવી ખતરનાક બીમારીઓ થઇ શકે છે.

સામાન્ય રીતે આપણને એવું લાગતું હોય છે કે સાબુથી પ્લાસ્ટિકની બોટલ સાફ કરી દીધી એટલે થઈ ગઈ સફાઇ,  તેમાં કંઇ ચિંતા કરવા જેવું નથી. પણ આ જ એક પાણીની બોટલ તમારા શરીર માટે કેટલીક ખતરનાક સાબિત થઇ શકે છે તેનો તમને બિલકુલ પણ અંદાજો નથી. પ્લાસ્ટિકની બોટલથી પાણી પીવાની અસર લાંબે ગાળે થાય છે અને આજની ફાસ્ટ લાઈફમાં આપણે તેની ગંભીરતા નથી સમજી શકતા.

પ્લાસ્ટિકની બોટલ કેટલાક હાર્મફુલ કેમિકલ્સથી બનેલી હોય છે જે ગરમ થવાથી પાણીમાં મિક્ષ થઈને શરીરમાં પ્રવેશે છે અને શરીરને આંતરિક રીતે ગંભીરતાથી નુકસાન કરે છે. જ્યારથી આ પ્લાસ્ટિકની બોટલનું પાણી, ડીશ હોય કે પછી અન્ય વાસણ અસ્તિત્વમાં આવ્યા છે ત્યારથી બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. સરકાર દ્વારા પ્લાસ્ટિકની થેલીઓનાં યૂઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે છત્તા પણ લોકોને નાની મોટી વસ્તુ ખરીદતા સમયે પ્લાસ્ટીકની થેલી જોઈએ જ છે. રસ્તા પર પડેલ કચરા માંથી પ્લાસ્ટીકની થેલીઓ ખાઈને પશુઓ પણ મૃત્ય પામતા હોય છે.

મિત્રો અમે તમને પ્લાસ્ટિકની બોટલના વપરાશથી થતા નુકસાન વિશે તો જણાવીશું, પણ આખરે તેનો ઉપયોગ ટાળવાનું કામ તમારે કરવાનું છે. સારું તો આવો જાણીએ આ ધીમું ઝેર પ્લાસ્ટિક આપણા શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે.

કેન્સર

પ્લાસ્ટિકમાં રહેલા બ્રોમેટ, ક્લોરાઇડ વગેરે કેમિકલ્સ આરોગ્ય માટે હાનિકારક છે. આ રસાયણના અંશો પાણીમાં ભળવાને કારણે કેન્સર થવાનું જોખમ રહે છે. એટલું જ નહીં આ પાણી પીવાથી કિડની પર વિપરિત અસર થવાની શક્યતા પણ વધે છે. પ્લાસ્ટિકની બોટલથી પાણી પીવાથી કેન્સર થઇ શકે છે. યુએસની કેન્સર હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકની બોટલ તડકામાં વધારે વખત રહેવાથી તેમાંથી ડાઇઓક્સિન નામના કેમિક્લ રીલીઝ થાય છે, જે પાણીમાં મિક્ષ થઈને શરીરમાં પહોંચે છે. ડાઈઓક્સિન આપણા શરીરમાં રહેલી કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. જેના કારણે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધારે છે.

ગર્ભવતી સ્ત્રીઓ માટે સંકટ

ગર્ભવતી સ્ત્રીઓ જો તમે પણ પ્લાસ્ટિકની બોટલોમાં પાણી પીવો છો તો ચેતી જજો. કારણ કે પ્લાસ્ટિકના ઉપયોગને લઈને હવે એક નવુ સંકટ સામે આવ્યુ છે. પ્લાસ્ટિકને લઈને થયેલ એક રીસર્ચમાં જોવા મળ્યુ છે કે ગર્ભવતી મહિલાઓ બોટલના પાણીનો ઉપયોગ કરે છે કે હંમેશા બોટલનું જ પાણી પીવે છે તો તેના બાળકોને મેદસ્વીતાનો ખતરો વધવાની શક્યતા વધુ રહે છે.

અમેરિકા સ્‍થિત એક યુનિવર્સિટીના શોધકર્તાઓએ તેના તાજેતરના અભ્‍યાસના આધારે આ ચેતવણી આપી છે કે, પ્‍લાસ્‍ટિકની બોટલમાં બાઇસ્‍ફોનોલ-એ(બીપીએ) નામક કેમિકલ મળી આવે છે. ગર્ભમાં આના સંપર્કમાં આવવાથી માત્ર શિશુનો માનસિક વિકાસ જ પ્રભાવિત નથી થતો, પરંતુ ભવિષ્‍યમાં કેન્‍સર થવાનો રિસ્ક પણ વધી જાય છે.

ગર્ભપાત થવાનો ખતરો

જે સ્ત્રીઓને ગર્ભ ઘારણ કરવામાં મુશ્કેલી આવતી હોય કે પહેલાં પણ જે સ્ત્રીઓનું ગર્ભપાત થઈ ચૂક્યું હોય તેમણે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી બચવું. આટલું જ નહીં પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટમાં પણ ઘટાડો થાય છે અને તેને કારણે નેચરલ પ્રેગનેન્સી થવામાં ઘણી તકલીફ પડે છે.

પેટની બીમારીઓ

જો તમે પ્લાસ્ટિકની બોટલનો પ્રયોગ કરો છો અને મહિનાઓ સુધી તેને ધોતા નથી અને રોજ એ જ બોટલમાં પાણી ભરીને પીઓ છો તો તમને લાંબા ગાળે પેટ સંબંધી સંક્રમણ કે કોઈ ગંભીર બીમારીઓ થઈ શકે છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી પેટ ધીર-ધીરે બેક્ટેરિયાનું ઘર બનતું જાય છે અને કેટલાય રોગો શરીરને જકડી લે છે.

કબજિયાત અને પેટમાં ગેસ

પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી તેમાં રહેલું બીપીએ નામનું રસાયણ જ્યારે પેટમાં પહોંચે છે ત્યારે તેના કારણે પાચન ક્રિયા પ્રભાવિત થાય છે. જેના કારણે ભોજન સરખી રીતે પચતું નથી, પાચન ક્રિયા ધીમી પડી જાય છે. આના કારણે પેટ સંબંધી વિકારો જેમ કે ગેસ થવો, કબજિયાત વગેરે સમસ્યા પણ થાય છે.

મેદસ્વીતા

આનુ કારણ છે પ્લાસ્ટિકથી બનેલ બોટલોમાં વપરાતુ એક રસાયણ Bisphenol A (બીપીએ),જે આપણા દૈનિક જીવનમાં વપરાતી બોટલ, ધાતુ યુક્ત ભોજનના ડબ્બા અને થર્મલ રસીદ પેપર જેવા ઉત્પાદોમાં સોથી વધુ પ્રયોગ થનારુ રસાયણ છે. એક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે પ્લાસ્ટિકની બોટલના પાણીના પ્રયોગથી બાળકોના શરીરમાં ફેટ સેલ્સ ખૂબ જલ્દી વધી જાય છે. જેનાથી લોકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

 

મગજ માટે હાનિકારક

પ્લાસ્ટિકની બોટલમાં પ્રયોગ કરવામાં આવતું બાઈસફેનોલ એ કેમિકલને કારણે મગજની કાર્યક્ષમતા ઉપર પ્રભાવ પડે છે. આના કારણે વ્યક્તિની સમજણ શક્તિ અને યાદશક્તિ ધીરે-ધીરે ઓછી થવા લાગે છે. આ સિવાય પણ પ્લાસ્ટિકની બોટલની બનાવટમાં ઉપયોગ થતાં કેમિકસ લાંબા ગાળે નુકસાન કરે છે. તમે ઑફિસમાં હોવ કે સ્કૂલે કે પછી જિમમાં , તમે જે બોટલમાં પાણી પીવો છો તેના પર લાખો બેક્ટેરિયા હોય છે. તમે એક જ બોટલમાંથી વારેઘડીએ પાણી પીવો તો બીમાર પડવાની શક્યતા પણ વધી જાય છે.

પાણીની બોટલ્સના ઢાંકણા લેબ એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા ત્યારે લેબ ટેસ્ટનું રિઝલ્ટ જાણીને બધા ચોંકી ગયા. લેબ રિપોર્ટ મુજબ પ્રતિ સ્ક્વેર સેન્ટિમીટર ૩૦૦ થી ૬૦૦ બેક્ટેરિયાનાં જૂથ બનાવતા યુનિટ્સ જોવા મળ્યા હતા. એટલે કે આ બોટલ પરના બેક્ટેરિયા એક કૂતરાએ ચાટેલી વસ્તુ પરના બેક્ટેરિયા કરતા પણ વધારે ખરાબ છે.

આ બીમારીઓ પણ થવાની સંભાવના છે

અસ્થમા, ટેંશન, ડિપ્રેશન, ડાયાબીટીસ જેવી ગંભીર અને ખતરનાક બીમારીઓ માટે પ્લાસ્ટીકની બોટલ બનાવવામાં વપરાતા કેમિકલ્સને જ જવાબદાર ગણાવાયું છે. તેથી તમે જેટલા જલ્દી પ્લાસ્ટિકથી પોતાનાથી દૂર કરશો એટલા જ જલ્દી તમે બીમારીઓને અલવિદા કહેશો.

મિત્રો હવે તો સાવધાની રાખો,ક્યાં સુધી શરીરને નુકસાન પહોંચાડશો. આ નાની નાની ટેવ બદલશો તો જ શરીરથી તંદુરસ્ત અને રોગ મુક્ત રહેશો. તમે પ્લાસ્ટિકની બોટલને બદલે મેટલની બોટલ સાથે રાખી શકો છો અને તેને પણ રોજ સાબુથી સાફ કરીને જ વાપર જો. જ્યાં જરૂર હોય ત્યાં જ બોટલ લઈ જવાનું રાખો અને પ્લાસ્ટિકનાં પાઉચ અને બોટલથી દૂર રહો. અન્યને મદદ થાય તે માટે આ માહિતી શેર કરવાનું ભૂલતા નહીં.

 

 

 

 

 

ટીપ્પણી